આ છે તાવ શરદી, ઉધરસ અને શરીરના દુખાવા દૂર કરવાનો મફત દેશી ઈલાજ… ફક્ત આ ત્રણ વસ્તુનું સેવન દવાખાનાના મોંઘા ખર્ચા બચાવી દેશે

શિયાળો આવતા જ લગભગ દરેક લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ થઇ જાય છે. જોકે આ એક મૌસમી બીમારી છે જેનો તમે થોડા ઘરેલું ઉપાયો કરીને રાહત મેળવી શકો છો. પણ કોરોના મહામારી ને કારણે આપણે વધુ સજાગ થવાની જરૂર છે. આથી જો તમને થોડી પણ શરદી, ઉધરસ કે તાવ હોય તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. 

ઋતુ બદલાતા તેની પ્રથમ અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આથી શિયાળો આવતા જ શરદી, ઉધરસ અને તાવ તેમજ ફ્લુ ની સમસ્યા શરુ થઇ જાય છે. આમ કોરોના મહામારી માં જો કોઈને થોડી શરદી, ઉધરસ કે તાવ હોય તો કોરોના થવાનો દર બેસી જાય છે. આથી આ સામાન્ય સ્થિતિથી બચવા માટે તમે દરેક સંભવ કોશિશ કરતા હો છો. પણ શું તમે જાણો છો કે તુલસીના પાન, હળદર અને કાળા મરી ખાવાથી શરદીમાં જલ્દી રાહત મળી શકે છે. 

એટલું જ નહિ આ ત્રણ વસ્તુઓ ઠંડીમાં તમને ફીટ અને સ્વસ્થ રાખે છે. આયુર્વેદ અનુસાર મસાલા અને જડીબુટ્ટી નો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા સિવાય આયુર્વેદિક ચિકિત્સા માં ઘરેલું ઉપચાર માટે પણ કરી શકાય છે. ખાસ કરીને આ ઉપાયો એવા છે જે શરદી, તાવ આવવા પર તમને 3-4 દિવસમાં રાહત આપી શકે છે.આમ સરળતાથી મળતા આ મસાલાઓ તમારી ઈમ્યુન સીસ્ટમ વધારવા,ચયાપચય અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માં સુધાર લાવવામાં મદદ કરે છે. અને ડોક્ટર શિયાળામાં તેનું સેવન કરવાની સલાહ આપે છે. 

શિયાળામાં હળદર, તુલસી અને કાળા મરીનું સેવન 

ડોક્ટર્સ ની માનો તો શિયાળાનો સમય એ છે જયારે શરીરને હાડકાઓની ઠંડક, તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો, શરીરનો તોડ, અને ખરાબ પાચન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી લડવા માટે પ્રયાપ્ત ઉર્જાની જરૂર હોય છે. એવામાં તુલસી, હળદર, અને કાળા મરી આ બધા મસાલા અને જડીબુટ્ટી એન્ટી વાયરલ, એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી બેકટેરીયલ ગુણોથી ભરપુર હોય છે. જે દુખાવાને ઠીક કરવામાં મદદ કરે છે. અને પાચનમાં પણ સુધારો કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેંટ અને પોષક તત્વો મૌસમી બીમારીઓ લડવાની તાકાત આપે છે. 

તુલસીના પાન શિયાળામાં કેમ સારા હોય છે?

તુલસીના પાનને પવિત્ર માનવામાં આવે છે. તેની પૂજા દરેક ઘરમાં કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ સિવાય તે ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. ખાસ કરીને આ છોડના પાન શરદી, વાયરલ, તાવ થી લડવાની તાકાત આપે છે. તુલસીના પાનમાં કેમ્ફીન, સીનેઓલ, અને યુજેનોલ જેવા તત્વો રહેલા છે.બેકટેરિયા અને વાયરસ સંક્રમણ થી લઈને પોતાની ઈમ્યુન સિસ્ટમને મજબુત કરવા માટે આ પાનને કાઢો, ચા અને ઘરેલું ઉપચારમાં સામેલ કરવાથી સમગ્ર સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. 

કાળા મરી દરેક બીમારીનો ઈલાજ:

ચમત્કારિક સ્વાસ્થ્ય લાભોને કારણે કાળા મરીને મસાલાઓનો રાજા કહેવામાં આવે છે. શરીરની સિસ્ટમને સાફ કરવાથી લઈને ડીટોક્સીફાઈ કરવા સુધી કાળા મરીમાં રહેલ પોષક તત્વો તાવ, શરદી, ઉધરસ અને સંક્રમણ ને દુર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને હળદર અને કાળા મરીનું મિશ્રણ શિયાળામાં થતી સ્વાસથ્ય બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ કેન્સર વિરોધી ગુણ કેન્સરને પણ રોકે છે. એટલું જ નહિ કાળા મરીમાં એવા ગુણો પણ રહેલા છે જે ચયાપચય, આંતરડાના સ્વાસ્થ્ય અને મસ્તિષ્ક ના કામ કરવાની ક્ષમતાને વધારે છે. 

મૌસમી એલર્જી થી છુટકારો અપાવે છે હળદર 

હળદર એક એવો મસાલો અથવા જડીબુટ્ટી છે જેનો ઉપયોગ શિયાળામાં ઘણા રોગોને દુર કરવા માટે કરવામાં આવે છે. તેમાં કરર્ક્યુંમીન નામનું એક એક્ટીવ કંપોનેટ દર્દ અને ઈજાને ક્ષણિકમાં દુર કરી શકે છે. ચયાપચય અને પ્રતિરક્ષામાં સુધાર કરવામાં પણ કરક્યુંમીન ની સારી ભૂમિકા છે. આમ શિયાળામાં હળદરને કાચી અથવા પાવડર ના રૂપમાં સેવન કરવાથી મૌસમી એલર્જી, તાવ, શરદી અને ઉધરસ સામે લડવામાં મદદ કરે છે. હળદરને તમે દુધમાં મિક્સ કરીને સેવન કરી શકો છો, તેનાથી સ્લીપ ડીસઓર્ડર ની સાથે ફ્લુ ની સમસ્યા પણ દુર થાય છે. 

શરદીમાં તુલસીનું સેવન કરી રીતે કરવું જોઈએ 

તુલસીને તમે ચા અથવા ઉકાળાના રૂપમાં પણ સેવન કરી શકો છો. તમે ગળામાં ખરેડી, શરદી, ઉધરસ અને તાવ આવવાની સ્થિતિમાં તુલસીના 5-6 પાનમાં એક ચપટી કાળા મરી અને મધ મિક્સ કરીને તુલસીની ચા બનાવવી સારો વિકલ્પ છે. 

હળદર અને કાળા મરીનું સેવન કઈ રીતે કરવું 

હળદર અને કાળા મરીનું સેવન એકસાથે કરી શકાય છે. કારણ કે હળદરમાં કરક્યુંમીન નામનું યૌગિક હોય છે. જેને કાળા મરીના એક્ટીવ કંપોનેટ પીપરીન સાથે મિક્સ કરવામાં આવે છે.તો શરીરમાં કરક્યુંમીનના અવશોષણમાં સુધાર કરવામાં મદદ કરે છે. તમે કાળા મરીને પીસીને તેમાં એક ચપટી હળદર મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. આ સિવાય તમે હળદર વાળા દુધમાં કાળા મરી મિક્સ કરીને પી શકો છો. તેનાથી આરામ મળે છે. 

આમ કોરોના સમયની આ મહામારીના સમયે આપણે શરદી, તાવ, ઉધરસ સામે લડવા આ મસાલાઓ અને જડીબુટ્ટીનું સેવન કરવું જોઈએ. તે શરદી, ઉધરસ ને ઓછી કરવાની સાથે પ્રાકૃતિક રૂપે પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં પણ મદદ કરે છે. 

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment