મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે આજકાલ મહિલાઓ માટે વાળની કેર કરવી ખુબ જ અઘરી છે. પણ પણ આજે અમે તમને વાળનો વિકાસ કરવા માટે બેસ્ટ ઉપાય જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો. મિત્રો ચોખાનું પાણી વાળ માટેના વાળ ટોનિક તરીકે કામ કરે છે. આ વાળની લંબાઈ અને ચમક બંનેમાં વધારો કરવામાં મદદ કરે છે. જો તમારા વાળ ખુબ જ ઉતરે છે, તો પણ આ પાણીથી તમારી આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.
ચોખાને માત્ર 30 મિનીટ સુધી પાણીમાં પલાળીને તમે વાળ માટે કેટલાક ગુણોથી ભરપૂર રાઈસ વોટર તૈયાર કરી શકો છો. આ પાણી તમારા વાળ માટે અમૃત સમાન છે, જે વાળમાં નવો જીવ ઉમેરી દે છે. વાળની ચમક વધારવા માટે અને તેને તેજીથી વધારવા માટે ચોખાના પાણીને કંઈ રીતે તૈયાર કરવું અને કંઈ વિધિથી ઉપયોગ કરવો એ જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.આવી રીતે ચોખાનું પાણી બનાવો : ચોખાના પાણીને તૈયાર કરવા માટે તમે સૌથી પહેલા અડધો કપ ચોખા લો. આ ચોખાને સારી રીતે ધોઈ અને 3 કપ પાણીમાં પલાળી લો. ઓછામાં ઓછી 30 થી 40 મિનીટ પછી આ પાણીને ગાળીને અલગ કરી લો. તમારું મેજિકલ રાઈસ વોટર તૈયાર છે.
વાળમાં ઉપયોગ કરવાની રીત :
ચોખાના પાણીનો વાળમાં ઉપયોગ કરવા માટે સૌથી પહેલા વાળને શેમ્પૂથી સાફ કરી લો. આ પછી વાળમાં ચોખાનું પાણી લગાવો અને હળવા હાથે માલિશ કરો. આ પાણીને 15 થી 20 મિનીટ સુધી વાળમાં આમ જ લાગેલું રહેવા દો. પછી તાજા પાણીથી વાળને ધોઈ લો. આ જ રીતથી ગરમીની સિઝનમાં ચોખાના પાણીનો ઉપયોગ કરશો તો, વાળને તડકાના કારણે થતા નુકશાનથી બચાવી શકાય છે.ગુણોની ખાણ છે ચોખાનું પાણી : ચોખાના પાણીમાં વિટામિન-બી – 6, વિટામિન-ઇ, એમીનો એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણથી તમારા વાળ અને તમારા માથા પરની ત્વચા પર ખુબ જ પ્રભાવી અસર કરે છે. માથામાં ખંજવાળની સમસ્યા હોય અથવા જામેલો ખોડો હોય, આ બધાને દૂર કરવા માટે, ચોખાનું પાણી ખુબ જ અસરકારી છે. તેના મિનરલ્સના કારણે તે તમારા વાળની લંબાઈ વધારવામાં ખુબ જ મદદકારી છે.
વાળને ઉતરતા રોકે છે : ચોખાનું પાણી વાળને સુંદર બનાવવા માટેની ખુબ જ જુની રીત છે. એશિયામાં હજારો વર્ષોથી વાળને મજબૂત બનાવવા માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
જો તમે નિયમિત રૂપથી અઠવાડિયામાં 2 થી 3 વાર તમારા વાળને ચોખાના પાણીથી ધોવો છો, તો તમારા વાળની ચમક અને મજબૂતી વધી જાય છે. સમયની સાથે રેગ્યુલર ઉપયોગથી વાળ ખુબ જ ઓછા ઉતરે છે અને વચ્ચેથી તૂટતાં પણ નથી.વાળને પૂરું પોષણ મળે છે : ચોખાનું પાણી તમારા વાળના મૂળને પૂરતું પોષણ દેવાનું કામ કરે છે. તેમાં કુદરતી અને સીમિત ચીકાશ હોય છે. જે તમારા વાળના ઉપરના સ્તરને રીપેર કરવામાં મદદ કરે છે. તેથી જ, જ્યારે પણ તમારે ચોખાને બનાવવા હોય, તો તેને 30 મિનિટ પહેલા બતાવેલ ગણિતની સાથે પલાળીને રાખી દો. પછી ચોખાને ભોજન માટે બનાવી લો અને ચોખાના પાણીથી વાળને મજબૂત અને ઘાટા બનાવી લો.
નેચરલ કંડીશિંગ માટે : ચોખાના પાણીથી વાળ ધોયા પછી, તમારે કંડિશનરનો ઉપયોગ કરવાનો નથી. કંડિશનરનો ઉપયોગ તમારે તે દિવસે કરવાનો છે કે જે દિવસે તમે ચોખાના પાણીનો ઉપયોગ ન કર્યો હોય. ચોખાનું પાણી તમારા વાળ પર નેચરલ કંડિશનરની જેમ કામ કરે છે. તમારા વાળ ઓઇલી હોય કે પછી ડ્રાય, આ બંને પ્રકારના વાળ માટે ચોખાનું પાણી ખુબ જ ઉપયોગી છે. આ પાણીનો નિયમિત રૂપથી ઉપયોગ કરવાથી તમારે હેર કેર પ્રોડક્સનો ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી