મિત્રો આપણે જાણીએ છીએ કે, આજકાલ બધું જ ડિજિટલ થવા લાગ્યું છે. તો ગુજરાત સરકાર દ્વારા પણ એ તરફ એક નવું પગલું લેવામાં આવ્યું છે. સરકારી કામોમાં સરળતા લાવવા માટે આ દિશમાં કામ લીધું છે. તો આ ઉદ્દેશ્ય સાથે ગુજરાતના 3500 ગામડામાંથી 2700 ગામમાં અને 167 તાલુકામાં ડિજિટલ સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવશે. આ સેવા 8 ઓક્ટોબરથી શરૂ થવાની છે અને તેમાં ડિસેમ્બર સુધીમાં 8000 ગામડાને આવરી લેવામાં આવશે. તેમાં 22 જેટલી સુવિધાઓને ડિજિટલી કરવામાં આવશે. તે 22 સેવાઓમાં મુખ્ય તો રેશનકાર્ડ, વિધવા સર્ટિફિકેટ, ટેમ્પરરી રહેણાંકના પુરાવા અને આવકના દાખલાઓ સમાવેશ થાય છે.
તો આ વિષયને લઈને ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ સેવાને લાગતુંવળગતું એફિડેવિટ ગામના તલાટી પાસે કરાવી શકશો. તેના માટે હવે કોઈ પણ વ્યક્તિએ નોટરી પાસે જવાની જરૂર નહિ રહે. તો આ સુવિધા માટે સરકાર તલાટી મંત્રીને એફિડેવિટનો પાવર આપશે એવો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે આ પ્લેટફોર્મમાં 3500 ગામડાનો સમાવેશ કરવામાં આવશે, પરંતુ પેટા ચુંટણીનું કામકાજ હોવાના કારણે 2700 ગામડાને સમાવેશ આપવામાં આવશે. આ પ્રકારની સેવા આપતું ગુજરાત ભારતનું એક માત્ર રાજ્ય હશે. આ સેવામાં તબક્કા અનુસાર 14000 ગ્રામ પંચાયતને કરવામાં આવશે. પરંતુ આવનારા વર્ષોમાં લગભગ બધી જ ગ્રામ પંચાયતોને સાંકળી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ કુલ 2000 કરોડનો છે, તેમાં લગભગ 90% જેટલો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને 10% જેટલો સહકાર રાજ્ય સરકાર આપશે.આ બધી જાહેરાત કરતા સમયે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌથી ઓછો ભ્રષ્ટાચાર ગુજરાતમાં છે. એવો દાવો કરવામાં આવ્યો હતો. સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું કરવા માટે જ ડિજિટલ સેવા સેતુ જેવા ઉપાય ગુજરાતને મળ્યા છે. તેમાં છતાં આગામી સમયમાં હજુ ભ્રષ્ટાચાર મોટો ઘટાડો થશે.
રાજ્યના દુર દુર સીમાડા સુધીના ગ્રામ વિસ્તારોમાં પણ સરકારની અલગ અલગ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ પંચાયતમાં જ મળી શકે તે માટે સરકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજ્યમાં શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સેવાઓ એટલા માટે શરૂ કરવામાં આવી રહી છે, કેમ કે ગ્રામીણ વિસ્તારના લોકોને રોજ-બરોજની સેવાઓ, સર્ટિફિકેટ, દાખલાઓ માટે, તાલુકા તેમજ જીલ્લા મથક પર ધક્કા ન ખાવા પડે, સમય તેમજ આવનજાવન માટેનો ખર્ચ, તેમજ નાની મોટી ભૂલના કારણે થતી ગડબડથી છુટકારો મેળવવા માટે, 20 જેટલી સેવાઓને પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવા સેતુમાં બે હજાર જેટલી ગ્રામ પંચાયતમાં આગામી 8 ઓક્ટોબરથી શરૂ થશે તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ એવો નિર્ધાર પણ કરવામાં આવ્યો છે કે, ડિસેમ્બર-2020 સુધીમાં 8000 જેટલી ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવા સેતુમાં આવી લેવામાં આવશે.આ અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ર૦ રૂપિયાની નજીવી ફી થી મળશે.
સોગંદનામું અને એફિડેવિટ કરવા માટે Oaths Act 1969 ની કલમ-3 ની જોગવાઈ અનુસાર ગ્રામ્ય ક્ષેત્રે ગ્રામ પંચાયત તલાટી મંત્રીને હોદ્દો આપવામાં આવશે. તેનાથી ગ્રામીણ નાગરિકોને ગામમાં જ એફિડેવિટની સુવિધા પંચાયતમાં ઉપલબ્ધ થઈ જશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google
Late but surely in the “”Future of Management and organisation””.. There are many countries far ahead in this matter while these Govt get praised for being late and slow for the public service. Make all actions with requirements quick and see the needs are met instantly. “””