દર વખત જેવો નહિ હોય 2021 નો મહાકુંભ મેળો ! જતા પહેલા જાણી લેજો આ નિયમો નહિ તો…

મિત્રો આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન થવાનું છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કુંભ મેળાની ગાઈડલાઈન્સ જારી થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય થતા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન્સમાં જણાવ્યા અનુસાર, કુંભ મેળામાં આવનાર દરેક શ્રદ્ધાળુઓએ ફરજિયાત પણે 72 કલાક પહેલા જ કોરોનાથી મુક્ત છે એવો કોરોના નેગેટીવ રિપોર્ટ લાવવો પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્ય સરકારોને પણ નિર્દેશ આપી દીધા છે કે, તેઓ મેળામાં હેલ્થકેર વર્કર્સને લોકોની સુરક્ષા માટે તૈનાત કરો. જેમને વેક્સીન અપાઈ ગઈ હોય. તેમજ કુંભ મેળામાં જે સ્વાસ્થ્ય કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હોય તેને પણ વેક્સીન આપવામાં આવે તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ઉત્તરાખંડના હરિદ્વારમાં મહાકુંભ મેળાની શરૂઆત તારીખ સંભવિત તારીખ 27 ફેબ્રુઆરીથી 30 એપ્રિલનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ મોટા સ્નાન કરવાના પર્વો જેમ કે 27 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા, 11 માર્ચે મહાશિવરાત્રી, 21 એપ્રિલ રામનવમી પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેની શક્યતા છે. તો ચાલો જાણીએ કુંભ મેળામાં જવાની સરકારી ગાઈડલાઈન્સ.1 ) આ વર્ષે મહાકુંભમાં આવતા દરેક શ્રદ્ધાળુઓએ ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કુંભ મેળામાં સ્નાન કરવા માટે જતા દરેક શ્રદ્ધાળુઓએ ફરજિયાત કોરોનાનો રિપોર્ટ કરાવવો પડશે. તેમજ રિપોર્ટ નેગેટીવ આવે તો સ્નાન કરવા દેવામાં આવશે. તેમજ મેળામાં જવા માટે નેગેટીવ મેડિકલ સર્ટિફિકેટ પણ સાથે રાખવું જરૂરી હશે.

2 ) તેમજ આ કુંભ મેળામાં ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા લોકો, તેમજ 10 વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવતા બાળકો સહિત જે ગંભીર બીમારી વાળા લોકોએ હોય તેમને ન આવવા માટે પ્રેરિત કરવા જણાવવામાં આવ્યું છે.

3 ) આ વખતના કુંભ મેળામાં દરેક વ્યક્તિએ 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત હશે. માસ્ક પહેરવું, સેનિટાઇઝેશન સહિત કોરોનાથી રક્ષણ મેળવવા દરેક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.4 ) તેમજ દરેક કુંભ મેળામાં થતું કોઈ પ્રદર્શન, પ્રાર્થના સભા જેવા આયોજનો નહિ થાય. તેમજ જ કુંભ માટે જે સ્થાન નક્કી કરવામાં આવ્યું ત્યાં કોઈએ થૂંકવું નહિ. તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

5 ) સંપૂર્ણ મેળા દરમિયાન પ્રશાસન દ્વારા જરૂરિયાત અનુસાર એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી ક્ર્કામાં આવશે અને 1000 બેડ વાળી અસ્થાયી હોસ્પિટલ પણ કાર્યરત કરવામાં આવશે. જેને વધારવામાં આવે તો 2000 બેડ સુધીનો વધારો કરી શકાય. જેનાથી લોકોને કોઈ પણ સમસ્યાઓનો સામનો ન કરવો પડે અને અમુક પ્રાથમિક સુવિધાઓ ત્યાં જ મળી જાય. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment