રસોડામાં રહેલી આ વસ્તુઓ ખાવા લાગો, ગમે તેવી ઠંડીમાં પણ શરીર રહેશે એકદમ ગરમ…. તાવ, શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ રહેશે દુર…

મિત્રો શિયાળો આવતા જ હાથ-પગ માનો કે ઠંડીથી જામી જ જાય છે. ઘણી વખત ઠંડી લાગવાને કારણે લોકોને તાવ અને શરદી થઈ જાય છે. કારણ કે કોરોના હજુ સરખી રીતે ગયો નથી, તમારે તમારી ઇમ્યુનિટી અને સ્વાસ્થયનું ધ્યાન રાખવું જોઈએ. તેવામાં તમે શિયાળામાં આ ફૂડ આઇટમ્સને પોતાના ડાયેટમાં સમાવેશ કરીને ઠંડીમાં રાહત મેળવી શકો છો. આવો જાણીએ આખરે ક્યાં ફૂડને તમારી ડેઈલી લાઈફમાં એડ કરવું શિયાળામાં ફાયદાકારક રહેશે.

1 ) ગોળ : ગોળ એ હેલ્દી ખોરાકના રૂપમાં ગણવામાં આવે છે. તેના વિશે તો તમે બધા જ જાણતા હશો કે, ગોળ ખાવો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેને શિયાળામાં ખાવાના બીજા ઘણા જ ફાયદા છે, જેના વિશે તમારે જાણવું જોઈએ. તમને જાણવી દઈએ કે ગોળની તાસીર ગરમ હોય છે તેના કારણે તે શરીરમાં ગરમી પહોંચાડે છે. ગોળ તમારા પાચન માટે પણ ખુબ ફાયદાકારક છે. તમે ચાહો તો ગોળ અને સૂંઠના લાડુ બનાવીને રાખી શકો છો, જે શિયાળા માટે ખુબ જ હેલ્થી ગણાય છે.

2) ડ્રાય ફ્રૂટ્સ : ડ્રાયફ્રુટ્સએ શિયાળામાં તમને ગરમી આપવાનું કામ કરે છે. આથી શિયાળામાં બદામ, કિશમિશ અને અંજીર સાથે બધા જ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ. આ બધા જ ડ્રાય ફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન જોવા મળે છે. ડ્રાય ફ્રૂટ્સને તમે ગરમ દૂધ, હલવો કે મીઠાઇ જેવી વસ્તુઓ સાથે ખાઈ શકો છો.

3 ) ઘી : જો કે ઘી વિશે આપણા વડીલો એવું કહેતા કે ‘દેવું કરીને પણ ઘી પીવું જોઈએ’ શિયાળામાં ઘી ખાવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. ઘીમાં મળતા હેલ્થી ફેટ શિયાળામાં તમારા શરીરને ગરમ રાખે છે, જેનાથી ઠંડીમાં રાહત મળે છે. આ સિવાય શિયાળામાં ઘી ખાવાથી ત્વચાને નમી મળે છે, જેના કારણે સ્કીન પર ડ્રાયનેસની પ્રોબ્લેમ થતી નથી. તમે ઘી ને રોટલી, દાળ કે શાકભાજીમાં મિક્સ કરીને ખાઈ શકો છો.

4 ) મસાલા : ભારતમાં સૌથી વધુ મસાલા જોવા મળે છે. જેનો ઉપયોગ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કરવામાં આવે છે. આયુર્વેદ માને છે કે, શિયાળામાં એલચી, લવિંગ, હળદર અને આદુનો ઉપયોગ તમારા માટે ખુબ જ ફાયદાકારક રહે છે. શિયાળામાં આ મસાલા તમારા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.

5 ) મધ : શિયાળામાં મધના ફાયદા તો તમને બધાને ખબર જ હશે. આમાં તમને એવા ઘણા પોષકતત્વો જોવા મળે છે, જેનાથી તમારા શરીરને ચૂસ્તી અને સ્ફૂર્તિ મળે છે. તે નેચરલ રીતે મીઠું હોય છે માટે તમે તેને ખાંડની જગ્યાએ પણ ઉપયોગમાં લઈ શકો છો. શિયાળામાં રોજ રાત્રે તેને દૂધ સાથે લેવાથી તમારા શરીરને ગરમી મળે છે.

6 ) ડુંગળી : શિયાળામાં ડુંગળી આપણાં શરીરને ગરમી આપે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તો તમે કાચી ડુંગળી સિવાય ડુંગળીના પરોઠા અને ડુંગળીની કચોરી બનાવીને પણ ખાઈ શકો છો.

7 ) હળદર : હળદર વાળું દૂધ તો તમે બધાએ પીધું જ હશે. આપણાં ઘરમાં હળદર ઘણી નાની-મોટી બીમારીની પહેલી દવા હોય છે, જે તમને ઠંડી અને વાયરલ ઇન્ફેકશનથી બચાવવામાં ઘણી મદદરૂપ હોય છે. શિયાળામાં ગરમ દૂધ સાથે હળદર રોજ પીવી જોઈએ.

તો આ હતા કેટલાક ફૂડ આઇટમ્સ જેને પોતાના ખોરાકમાં એડ કરવા તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે. શિયાળામાં ઠંડીથી બચવા માટે તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment