જૂનામાં જૂની કબજિયાતને તોડી બહાર કાઢવામાં અકસીર છે આ 6 વસ્તુ, આંતરડાની સફાઈ કરી બવાસીરને રાખશે દુર…

શરીરમાં જયારે કબજિયાતની તકલીફ શરુ થાય છે ત્યારે તેના કારણે શરીરમાં અનેક બીમારીઓ પણ પેદા થાય છે. આથી સમય રહેતા કબજિયાતનો ઈલાજ કરવો જરૂરી છે. આ માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જેનાથી તમારું પેટ સાફ આવે.

સામાન્ય રીતે લોકો એવા ફૂડ્સને પોતાની ડાયેટમાં સમાવિષ્ટ કરી લેતા હોય છે, જે તેમના આખા ડાયઝેશન સિસ્ટમને ખરાબ કરી દે છે. અનહેલ્થી ખાણીપીણીને કારણે જ આજે લોકોમાં કબજિયાતની સમસ્યા વધતી જઈ રહી છે. ખાસ કરીને જે લોકો મોટાભાગે બહારનું અનહેલ્થી, ઓઇલી અને સ્પાઈસી ફૂડ ખાતા હોય, તેમને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. તે સિવાય વધારે માત્રામાં દારૂ અને ચાનું સેવન, ભૂખ્યા પેટે રહેવું અને ધૂમ્રપાન કરવું પણ કબજિયાતનું કારણ બની શકે છે.કબજિયાતના નુકસાન ક્યાં છે? વધારે દિવસો સુધી કબજિયાત રહે તો બવાસીરનું જોખમ પણ વધી જાય છે. માટે ડેઇલી ડાયેટ અને રહેણી-કરણીમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે. કબજિયાત થવાથી પેટ ગડબડ રહે છે અને પેટમાં સોજો તેમજ ગેસ્ટ્રીકની સમસ્યા રહે છે. પીડિત વ્યક્તિને વારંવાર મળ તાગ કરવાની ઇચ્છા થઈ શકે છે. જો કબજિયાત લાંબા સમયથી હોય તો તે શરીરને ઘણા અન્ય પ્રકારે અસર કરી શકે છે. 

એક રિપોર્ટ મુજબ, કબજિયાતથી બચવાની સૌથી સરળ રીત છે જીવનશૈલીમાં બદલાવ અને ફાઈબર યુક્ત ભોજનનું સેવન કરવું. સાથે જ દરરોજ યોગ અને એકસરસાઈઝ પણ જરૂરથી કરવી જોઈએ. કબજિયાતની સમસ્યા જટિલ હોય તો પોતાના ડોક્ટરની સલાહ લેવી. આવો જાણીએ કબજિયાતથી રાહત મેળવવા માટે આખરે ક્યાં ખાદ્ય પદાર્થોને પોતાના આહારમાં સમાવિષ્ટ કરવા જોઈએ.1) પપૈયું આપે છે કબજિયાતથી રાહત:- પપૈયું પેટની દરેક પ્રકારની સમસ્યામાં ફાયદાકારક હોય છે. તેના સેવનથી પેટ સંબંધી ઘણા પ્રકારના વિકારો દૂર થાય છે. તે કબજિયાતની સમસ્યાને મટાડવામાં પણ મદદ કરે છે. પપૈયાંમાં ફાઈબર પ્રચુર માત્રામાં જોવા મળે છે. ફાઈબર રીચ ફૂડ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તે પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. તેમાં પ્રોટીન, પોટેશિયમ, ફાઈબર, વિટામિન સહિત ઘણા જરૂરી પોષકતત્વો પણ જોવા મળે છે. 

2) નાસ્તામાં સમાવિષ્ટ કરો ઓટમીલ:- સ્વસ્થ રહેવા માટે નાસ્તામાં ઓટમીલ સમાવિષ્ટ કરવું ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તેમાં ઘણા જરૂરી પોષકતત્વો જેવાકે, આયરન, મેંગેનીઝ, પ્રોટીન, ફોલેટ, કોપર, કાર્બોહાઈડ્રેડ, ફાઈબર અને બીટા ગ્લુકોઝ જોવા મળે છે. ફાઈબર લીવર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઓટમીલથી સ્થૂળતા અને ડાયાબિટીસમાં પણ આરામ મળે છે.3) લીલા શાકભાજી કબજિયાતમાં ફાયદાકારક:- લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. શિયાળાની ઋતુમાં જોવા મળતા પાલક, બ્રેસલ્સ, સ્પ્રાઉટ્સ અને બ્રોકલી જેવા શાક તેમજ સબ્જીને પોતાની ડાયેટમાં જરૂરથી સમાવિષ્ટ કરવી. તે ફાઈબર સિવાય ઘણા અન્ય પોષકતત્વોથી પણ ભરપૂર હોય છે. એનસીબીઆઇની એક રિસર્ચમાં જાણવા મળ્યું કે કાચી બ્રોકલી અને અલ્ફા સ્પ્રાઉટ્સ ખાવાથી કબજિયાતના લક્ષણ ઓછા થાય છે. 

4) અળસિના બીજ કબજિયાતમાં ખૂબ જ ફાયદાકારક:- ફાઈબરથી ભરપૂર ફૂડ્સ સિવાય અળસિના બીજ પણ પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. અળસિમાં વિરેચક ગુણ જોવા મળે છે. તેના સેવનથી મળ ત્યાગમાં સરળતા રહે છે. તેના રેગ્યુલર ઉપયોગથી મળાશયની સફાઈ કરવામાં મદદ મળે છે. અળસિના બીજને પીસીને પરોઠા બનાવીને પણ ખાઈ શકાય છે, પરંતુ ધ્યાન રહે કે, તેનું વધારે સેવન ન કરવું નહિતર તેને પચાવવા મુશ્કેલ થઈ જાય છે.5) પ્રોબાયોટિક્સ આપે છે કબજિયાતમાં રાહત:- પ્રોબાયોટિક્સ એક જીવિત બેક્ટેરિયા હોય છે, જે સ્વાભાવિક રૂપથી દહીં, કોમ્બુચા અને ટેમ્પેહ જેવા ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે. તે પાચનતંત્રમાં સુધારો કરીને ડાઇઝેશનને સરખું કરવામાં મદદ કરે છે. પ્રોબાયોટિક્સ ગટ માઈક્રોબાયોમને વધારવામાં પણ મદદ કરે છે, જે ઇમ્યુનિટીમાં સુધારો કરવાનું કાર્ય કરે છે. તે સોજો મટાડીને કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. 

6) કબજિયાતથી રાહત અપાવે છે દાળ:- દાળ આપણને એનર્જી આપવાની સાથે સાથે આપણા પાચનતંત્રને સરખું રાખવાનું કાર્ય પણ કરે છે. મોટાભાગના કઠોળ, દાળ, છોલે અને મટરમાં વધારે ફાઈબર હોય છે, જે ડાઇઝેશનને સરખું કરી કબજિયાત મટાડે છે. તમે તેને લંચ કે ડિનરના ડાયેટમાં સમાવિષ્ટ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment