મિત્રો આપણા આયુર્વેદમાં અનેક ઔષધિમાં એક ઔષધી અળસી છે. જેના બીજ અનેક ગુણોથી ભરપુર માનવામાં આવે છે. તેમજ આ બીજના પાવડરનું સેવન જો દૂધ સાથે કરવામાં આવે તો અનેક ફાયદાઓ મળે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા સ્વાસ્થ્યને સારું રાખે છે.
અળસીના બીજ વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. અળસીના બીજમાં હેલ્થી ફૈટ, પ્રોટીન, એનર્જી, કાર્બ્સ, ફાઈબર, કેલ્શિયમ અને મિગ્નેશિયમ ઘણી સારી માત્રામાં જોવા મળે છે. તે સિવાય અળસીના બીજમાં ફૉસ્ફરસ, પોટેશિયમ, ફોલેટ, ઓમેગા-3 ફૈટી એસિડ પણ હોય છે. અળસીના બીજને સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.સામાન્ય રીતે લોકો અળસીના બીજને શેકીને ખાવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ જો તમે અળસીના બીજને સીધી રીતે ન ખાઈ શકો તો, તમે તેનો પાવડર બનાવી શકો છો અને પછી તેને દૂધમાં મિક્સ કરીને ખાઈ શકો છો. હા, અળસીના બીજનો પાવડર દૂધમાં મિક્સ કરીને ખાવાથી ઘણા ફાયદાઓ મળે છે. આવો, અળસીના બીજનો પાવડર ખાવાના ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીએ.
અળસીના બિજનો પાવડર ખાવાના ફાયદા:-
1) સાંધાના દુખાવાથી મળે છે રાહત:- જોત તમને સાંધાનો દુખાવો રહેતો હોય તો તમે અળસીના બીજના પાવડરનું સેવન કરી શકો છો. તે સાંધાના દુખાવા માટે અસરકારક છે. જો તમે સામાન્ય રીતે સાંધામાં દુખાવો થતો હોય તો, તમે અળસીના બીજનો પાવડર દુધ સાથે મિક્સ કરીને લઈ શકો છો. તેનાથી તમને પર્યાપ્ત કેલ્શિયમ, વિટામીન્સ અને મિનરલ્સ મળે છે. હાડકાં અને માસપેશીઓ મજબૂત બને છે. સાથે જ ધીરે-ધીરે સાંધાના દુખાવાથી પણ રાહત મળવા લાગે છે.2) નસોને મજબૂત બનાવે છે:- જો તમારા શરીરની નસો કમજોર થઇ હોય તો તમે અળસીના બીજનો પાવડર બનાવીને તેનો દૂધ સાથે સેવન કરી શકો છો. અળસીના બીજનો પાવડર ખાવાથી નસોને પણ મજબૂત બનાવી શકાય છે. જો તમારી નસોમાં દુખાવો રહેતો હોય અથવા તો નસો નબળી હોય, તો તમે અળસીના બીજનો પાવડર રાત્રે સૂતા સમયે દૂધમાં મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી નસો મજબૂત બને છે અને નસોના દુખાવાથી રાહત મળે છે.
3) કબજિયાતની સમસ્યા મટાડે છે:- જે લોકોને કબજિયાત ની તકલીફ રહેતી હોય તેમના માટે અળસી ખુબ જ સારી માનવામાં આવે છે. અળસીના બીજમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. એવામાં જો તમને કબજિયાત રહેતી હોય તો, તમે અળસીના બીજનો પાવડર દૂધમાં મિક્સ કરીને લઈ શકો છો. અળસીના બીજનો પાવડર દરરોજ રાત્રે લેવાથી પાચન સારું બને છે. પાચનશક્તિ મજબૂત બને છે અને કબજિયાતથી છુટકારો મળી શકે છે.4) બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે:- શરીરમાં વધી ગયેલ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં અળસી ખુબ જ મદદ કરે છે. અળસીના બીજ બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખી શકે છે. બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા માટે તમે અળસીના બીજનો પાવડર દૂધમાં મિક્સ કરીને લઈ શકો છો. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો, આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ પછી જ તેનું સેવન કરવું જોઈએ. પરંતુ પ્રિ ડાયાબિટીસમાં અળસીના બીજનો પાવડર ફાયદાકારક સાબિત થઈ શકે છે.
5) અર્થરાઈટિસમાં લાભદાયી:- જો તમને અર્થરાઈટીસના કારણે સાંધામાં દુખાવો કે સોજો થતો હોય, તો પણ અળસીના બીજનો પાવડર લેવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. અળસીના બીજમાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે અર્થરાઈટિસના લક્ષણો દૂર કરવામાં મદદ કરી શકે છે.
અળસીના બીજનો પાવડર દૂધ સાથે કેવી રીતે ખાવો?:- તમે અળસીના બીજનો પાવડર દૂધમાં મિક્સ કરીને સરળતાથી ખાઈ શકો છો. તે માટે સૌથી પહેલા અળસીના બીજને રોસ્ટ કરી લો. ત્યાર બાદ બીજને પીસીને જીણો પાવડર બનાવી લો. એક ગ્લાસ ગરમ દૂધ લો. તેમાં અડધી થી એક ચમચી અળસીનો પાવડર મિક્સ કરો. હવે તમે આ દૂધને રાત્રે સૂતા સમયે પી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી