આ પાંચ યોગાસન શરીરની બધી જ ચરબીને કરી દેશે છુમંતર, આજીવન રહેશો ફિટ અને હિટ.

આજે દરેક લોકોની ફરિયાદ છે કે, તેનું વજન વધતું જાય છે. તેમાં પણ ખાસ કરીને પેટની ચરબી ખુબ વધે છે. જેને ઓછી કરવા માટે તેઓ અનેક ઉપાયો કરે છે. જ્યારે આ પેટની ચરબી ઓછી કરવાની સૌથી સહેલી રીત અને ઉપાય છે યોગાસન. જો તમે પેટની ચરબી ઓછી કરવા માંગો છે અને વજન વધતું જાય છે તો આ યોગાસન કરો. તેનાથી ઉંમર લાયક વ્યક્તિ કે વધુ વજન ધરાવતી વ્યક્તિને પણ કોઈ પરેશાની નથી થતી.

વજન ઓછું કરવા માટે ઘણા યોગાસન છે. તમે પોતાની સુવિધા અનુસાર કોઈ પણ યોગાસન કરી શકો છો. પણ ઘણા યોગાસન એવા હોય છે જેને કરવા દરેક લોકોની હાથની વાત નથી હોતી. ખાસ કરીને જાડા અને વજન ધરાવતા લોકો માટે તે કરવા ઘણા મુશ્કેલ છે. આથી આ સમસ્યાને ધ્યાનમાં રાખતા અમે તમને એવા યોગાસન વિશે જણાવીશું જેને તમે ઉભા રહીને કરી શકો છો.

આમ ઉભા રહીને આ યોગાસન થતા હોવાથી તેને કરતી વખતે માત્ર સ્પેસ ઓછી લાગે છે અને ઉભા રહીને આ આસન સહેલાઈથી કરી શકાય છે. આમ વજન ઓછું અને પેટની ચરબી ઓછી થવાની સાથે તેના બીજા ઘણા ફાયદા પણ છે.

તિર્યક તાડાસન : કબજિયાત અને કમરની સાથે જામેલી ચરબી અને શરીરને લચીલા બનાવવા માટે તિર્યક તાડાસનનો પણ પ્રયોગ કરી શકો છો. ઘણી વખત આંતરડા કમજોર હોવાથી શરીરમાંથી મળ ત્યાગ કરવો મુશ્કેલ થઈ જાય છે. જેનાથી શરીરમાં વિષાક્ત પદાર્થ જમા થઈ જાય છે. જેના કારણે કબજિયાત થઈ જાય છે. જ્યારે તિર્યક તાડાસન આ પરેશાનીથી મુક્તિ આપે છે.

ત્રિકોણાસન : ત્રિકોણાસન શરૂઆતનું સૌથી સહેલું આસન છે. આ આસનને વિન્યાસ શૈલીનું આસન પણ માનવામાં આવે છે. તેને કરવાનો સમય 30 સેકંડ જણાવવામાં આવ્યો છે. તેને 3 થી 5 વખત એક પગ સાથે કરી શકાય છે. ત્રિકોણાસનના વારંવારના પ્રયોગથી ઢીંચણ, હાડકાઓ મજબુત થાય છે.

કોણાસન : કોણાસન કરવાથી રક્ત પ્રવાહ સારો બને છે, મેરુદંડ લચીલા બને છે, કફ દુર થાય છે, ચહેરો ચમકદાર બને છે, શરીરની અંદર સ્ફૂર્તિ આવે છે, પગની માંસપેશીઓ મજબુત બને છે. ફેફસા પણ મજબુત બને છે.

પ્રસારિત પાદોત્તાસન : પ્રસારિત પાદોત્તાસન યોગ વિજ્ઞાનની વિન્યાસ શૈલીનો યોગાસન છે. તેને કરવાનો સમય 30 થી 60 સેકંડ જેટલો જણાવાવમાં આવે છે. આ આસનના નિયમિત અભ્યાસથી પીઠ અને હેમસ્ટ્રીંગ મજબુત બને છે. જ્યારે પાંસળીઓ અને પગને સારો એવો સ્ટ્રેચ મળે છે.

પાદહસ્તાસન : પાદહસ્તાસન કરતી વખતે તમારું માથું તમારા હૃદયની નીચે હોય છે. જેના કારણે રક્તનો પ્રવાહ પગમાં થાવની જગ્યાએ માથામાં થવા લાગે છે. તેનાથી મગજમાં રક્ત અને ઓક્સિજન સારી માત્રામાં પહોંચી જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment