નખ નો રંગ આપે છે શરીરમાં આ બીમારી હોવાનો સંકેત.. જાણો નખના રંગ પરથી રોગો વિશે.

બદલે છે તમારા નખનો રંગ આવો…. તો હોય શકે છે આ રોગો….. જાણો નખના રંગ પરથી રોગો વિશે… 

આંગળી પરના નખ આપણા હાથની શોભા વધારે છે. પરંતુ છોકરીઓ તો હવે નખમાં નવી નવી ડિઝાઇન કરીને નખની સુંદરતા વધારે છે.  શું તમે જાણો છો કે, હાથના નખના રંગ તમારા શરીરમાં રોગ હોવાનું સૂચવે છે. તમે વિચરશો કે આ કંઈ રીતે બની શકે. પરંતુ મિત્રો આ સાચું છે કે નખના રંગ તમારા શરીરના રોગનો સંકેત પણ આપે છે. તો મિત્રો આજે અમે તમને જે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તે ખુબ જ અગત્યની છે, માટે આ લેખને દરેક લોકોએ અંત સુધી વાંચવો જોઈએ. 

વધુમાં વાત કરીએ તો નખએ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નખ તમારી સુંદરતા વધારવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે છોકરીઓ તેમના નખને સુંદર રાખવા માટે કોઈ કસર છોડતી નથી. પરંતુ નખનો બદલાતો રંગ તમને શરીરમાં રહેલા અનેક રોગોના સંકેત પણ આપે છે.

પહેલાના સમયની વાત કરીએ તો પહેલા વૈદ્ય અને હકીમ જૂના સમયમાં નખના રંગથી શરીરમાં થતા રોગ વિશે જાણ કરી દેતા હતા. તમે તમારા નખના રંગ દ્વારા શરીરમાં થતા રોગો વિષે પણ જાણી શકો છો. આજે અમે તમને નખના બદલાતા રંગને કારણે થતા ગંભીર રોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

1)) એવું માનવામાં આવે છે કે, જો નખનો રંગ સફેદ હોય તો તમને લીવરનો રોગ થઈ શકે છે. આ સાથે તે આંતરડા અને હૃદય રોગના લક્ષણો પણ દર્શાવે છે.

2)) આ સિવાય જો નખનો રંગ પીળો છે, તો તેનો અર્થ એ કે તમને કોઈ ગંભીર રોગ થવાનો છે. તમને થાઇરોઇડ, સોરાયિસસ, એનિમિયા, કુપોષણ, ફંગલ ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને ફેફસાના રોગ હોય શકે છે. જો તમારા નખનો રંગ આ પ્રકારનો છે, તો તમારે જલ્દીથી કોઈ ડોક્ટરને મળવું જોઈએ અને તેની સારવાર કરાવવી જોઈએ.

3)) જો તમારા નખનો રંગ વાદળી શાહી જેવો થઈ જાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં ઓક્સિજનનો અભાવ છે. તે ફેફસામાં ચેપ સાથે ન્યુમોનિયા અને હૃદય રોગના સંકેતો પણ બતાવે છે.4)) આ ઉપરાંત જો ઘણા લોકોના નખ અડધા સફેદ અને અડધા ગુલાબી હોય છે, આનો અર્થ એ છે કે તમારા શરીરમાં બ્લડ પ્રેશરની સમસ્યા છે. જે હાઇ અને લો બ્લડ પ્રેશરના લક્ષણો માટે દર્શાવે છે. જો તમારા નખ આવા રંગના છે તો ડોક્ટરને મળો અને સારવાર લો.

5)) જો નખની સપાટી ક્યારેક રફ બની જતી હોય છે. આનો અર્થ એ કે તમારા શરીરમાં સોરાયિસસ અને સંધિવાની સંભાવના છે. તૂટેલા અને તિરાડવાળા નખ થાઈરોઈડ અને ફંગલ ઇન્ફેકશનના  લક્ષણો દર્શાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment