ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રુટ માંથી અનેક પ્રકારના પોષક તત્વો પ્રાપ્ત થાય છે. તેથી ડોક્ટર પણ ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપે છે. આવા ડ્રાયફ્રુટમાં એક અંજીરનો સમાવેશ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. આપણે સીધી રીતે જ દૂધ, મધ કે પાણીમાં પલાળીને અંજીરનું સેવન કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એપ્પલ સાઈડરમાં અંજીરને પલાળીને સેવન કર્યું છે? શું તમે જાણો છો જો તમે આખી રાત અંજીરને એપ્પલ સાઈડર (વિનેગર) પલાળીને સવારમાં તેનું ખાલી પેટે સેવન કરવાથી સ્વાસ્થ્યને અદભુત પ્રકારના ફાયદા મળે છે? જી હા તમે બિલકુલ સાચું વાંચ્યું.
અંજીરમાં શરીર માટે આવશ્યક અનેક વિટામિન અને મિનરલ હાજર હોય છે, તેવી જ રીતે સફરજનના સરકાની કે એપલ સાઇડર વિનેગરની વાત કરીએ તો આ વિટામિન એ, સી, પ્રોટીન, ફાઇબર, ઝીંક, આયર્ન,પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ વગેરે જેવા મિનરલ નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. એપ્પલ સાઈડર એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીઇમ્ફલેફ્લેમેટરી ગુણો થી ભરપૂર હોય છે.જો તમે એપ્પલ સાઈડરમાં પલાળેલા અંજીરનું સેવન કરો છો તો આ સંયોજન સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે. આજે આ લેખના માધ્યમથી અમે તમને એપ્પલ સાઈડરમાં પલાળેલા અંજીર ખાવાના ફાયદા વિશે જણાવીશું જે તમારા માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે.
એપ્પલ સાઈડર (વિનેગર)માં પલાળેલા અંજીર ખાવાના ફાયદા:-
1) લોહી શુદ્ધ કરે:- જો તમે એપ્પલ સાઈડરમાં આખી રાત પલાળેલા અંજીરનું સેવન કરો છો તો આ લોહીમાં હાજર ટોક્સિન્સ અને ફેટનો નાશ કરવામાં મદદ કરે છે અને અનેક પ્રકારની ગંભીર બીમારીઓના જોખમને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
2) પેટ સ્વસ્થ રહે:- ફાઇબરથી ભરપૂર અંજીર પાચન ક્રિયામાં સુધારો કરીને અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એપ્પલ સાઈડરમાં પલાળેલા અંજીરનું સેવન કરવાથી આંતરડામાં સારા બેક્ટેરિયાનો વધારો થાય છે. આ પેટમાં ગેસ બ્લોટિંગ અપચો કબજિયાત વગેરેને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.
3) સાંધાના દુખાવામાં અસરકારક:- એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઈમ્પ્લીમેન્ટરી ગુણોથી ભરપૂર આ કોમ્બિનેશન ગાઉટ કે ગઠીયાવા ના ઉપચારમાં ખૂબ જ મદદરૂપ થાય છે. આ યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરે છે અને સાંધામાં દુખાવો, જકડન, સોજો વગેરેથી છુટકારો અપાવે છે.4) બીપી નિયંત્રિત રાખે:- કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવા અને નિયંત્રિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એપ્પલ સાઈડરમાં પલાળેલા અંજીર ખાવાથી લોહીમાં હાજર ફેટ અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં પણ મદદ મળે છે.
5) હૃદય ને સ્વસ્થ રાખે:- લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની અધિકતા અને હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગોના મુખ્ય જોખમ પરિબળો માંથી એક છે. પરંતુ એપ્પલ સાઈડરમાં પલાળેલા અંજીર ખાવાથી બંને સમસ્યાઓ દૂર થાય છે, જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલિયર વગેરેના જોખમો દૂર થાય છે.
તેના માટે તમારે બસ માત્ર બે થી ત્રણ સૂકા અંજીરને એપ્પલ સાઈડરમાં આખી રાત માટે સુતા પહેલા પલાળીને રાખી દેવા. તેનું સેવન સવારમાં ખાલી પેટે કરવું. બચેલા સરકામાં તમે બીજા દિવસ માટે અંજીર પલાળીને રાખી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી