મિત્રો તમે વરિયાળી વિશે તો ઘણું જાણતા હશો, તેમજ હાલ ઉનાળો શરૂ હોવાથી કદાચ તમે વરિયાળીનું પાણી કે શરબત પણ પીતા હશો. આમ તમે જાણતા અજાણતાપણ વરિયાળીનું પાણી પીવો છો પણ તેના ઘણા બધા ફાયદાઓ પણ છે. વરિયાળીના બીજ પોટેશિયમ, મેગેનીજ, આયરન, ઝીંક અને કોપર જેવા ખનીજોથી ભરપુર છે. વરિયાળીને પોતાના ડાયટનો એક ભાગ બનાવો. તેનો સૌથી રસ્તો ઉપાય છે વરિયાળીના પાણીનું સેવન. વરિયાળીનું પાણી પીવાથી શરીરને ગજબના ફાયદાઓ થાય છે.
વરિયાળીના બીજનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ બીજનો ઉપયોગ આપણા રસોડામાં ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે. વરિયાળી આપણા ભોજનના સ્વાદ અને સુગંધને વધારે છે. પણ ઘણા લોકોને વરિયાળીના ઘણા ફાયદાઓ વિશે નથી ખબર હોતી. વરિયાળી તમારા આખા શરીરને લાભ આપે છે. વરિયાળીનો ઉપયોગ અનેક બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે. વરિયાળી શરીરની અકડન, અસ્થમા, ડાયાબિટીસ, પેટમાં ગેસ, અને પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.આ સિવાય વરિયાળી વજન ઓછો કરવામાં માટે ખુબ અસરકારક છે. વરિયાળીનું પાણી શરીરના પ્રાકૃતિક રૂપથી વસાને દુર કરવા માટે મજબૂત ઉપાય માનવામાં આવે છે. ફેનલ સીડ્સ ફાઈબરનો એક સમૃદ્ધ સ્ત્રોત છે, તેમાં વિભિન્ન પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનાથી ચપપચાયની ગતિને સારી કરવામાં મદદ મળે છે. તે પોષક તત્વોનું અવશોષણ કરીને વસાને ઓછું કરવામાં મદદ કરે છે.
વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું ? : એક ગ્લાસ પાણીમાં 2 ટેબલ સ્પૂન વરિયાળીના બીજ નાખો, તેને આખી રાત પલાળીને રાખી મુકો, આ પાણીને સવારે ખાલી પેટ પીય જાવ. તો ચાલો જાણીએ વરિયાળીના પાણીના સેવનના લાજવાબ ફાયદા વિશે.પાચન સમસ્યાઓ : જો તમને પાચન સંબંધી કોઈ પણ પરેશાની છે તો તમારે દરરોજ વરિયાળીનું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. ગેસ્ટ્રીક એન્જાઈમના ઉત્પાદનને વધારીને વરિયાળીના બીજ બધી જ પાચન સંબંધી સમસ્યાઓ દુર કરે છે. તે પાચન ક્રિયાને હેલ્દી રાખે છે. તે કબજિયાત, અપચો અને સોજાને પણ ઠીક કરે છે.
બ્લડ પ્રેશર : પોટેશિયમની સાથે પેક, વરિયાળીના બીજ તમારા શરીર માટે સારા છે. તે તમારા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે તમારા શરીરના હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન રહે છે, તેમણે દરરોજ ફેનલ વોટરનું સેવન કરવું જોઈએ.આંખની રોશની : શું તમે જાણો છો કે, વરિયાળીનું પાણી તમારી આંખની રોશની વધારવામાં મદદ કરે છે. વરિયાળીના બીજમાં વિટામીન એ હોય છે, જે તમારી આંખ માટે ખુબ સારું છે. આમ દરરોજ વરિયાળીનું પાણી પીવાથી તમારી આંખનું સ્વાસ્થ્ય સારું બને છે.
લોહી : વરિયાળીના બીજમાં રહેલ આવશ્યક તેલ શરીરથી હાનિકારક વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. અને તે તમારા રક્તને સાફ કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીની ચા પીવાથી તમારા શરીરને વધુ પોષક તત્વોને અવશોષિત કરવામાં મદદ મળે છે.માસિકમાં થતા દુઃખાવા : વરિયાળીના બીજનું પાણી અથવા ચા મહિલાઓના માસિક ધર્મ દરમિયાન થતા દુઃખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ તમને રજોનિવૃત્તિમાં લક્ષણથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ઘણી મહિલાઓ અનિયમિત માસિકની સમસ્યાનો સામનો કરે છે અને તેમના માટે વરિયાળીના બીજનું પાણી માસિકને નિયમિત કરવામાં મદદ કરે છે.
કેન્સર : વરિયાળીના બીજ વાસ્તવમાં તમારા શરીરના વિભિન્ન પ્રકારના કેન્સર જેવા કે પેટ, ત્વચા, અથવા સ્તન કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે. તે તમારા શરીરના મુક્ત કણોને દુર કરે છે જે કેન્સરના મુખ્ય કારણ બને છે. આથી તમારે દરરોજ વરિયાળીના બીજનું પાણી પીવું જોઈએ.વજન : વરિયાળીના બીજ તમારા ચયાપચયને વધારવામાં મદદ કરે છે. તે આગળ જતા વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીની ચા અથવા પાણી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને અસ્વસ્થ ફૂડ્સ ખાવાથી બચાવે છે.
ખીલની સમસ્યા : વરિયાળી તમારી ત્વચા માટે પણ ખુબ જ સારી છે. વરિયાળીના બીજમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જે ખીલથી લડવામાં તમારી મદદ કરે છે. વરિયાળીના બીજનું પાણી પીવાથી તમારા ચહેરા પર એક સ્વસ્થ ચમક આવવામાં મદદ મળે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી