👁 આજે આપણે બધા જાણીશું આંખોની સાથે જોડાયેલી થોડી જાણકારી વિશે. 👁
👁 આંખ આપણા આખા શરીરમાં સૌથી કોમળ હિસ્સો છે જેની દેખભાળ કરવી ખુબ જ જરૂરી છે. આજની જનરેશન કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ ખુબ જ વધારે કરવા લાગ્યા છે અને તે ક્યારેય પણ આપણી આંખ માટે ફાયદાકારક નથી. જો માત્ર એક જ વાર આંખમાંથી રોશની ઓછી થઇ જાય તો તે તકલીફ ખુબ જ ઝડપથી વધવા લાગે છે અને તેની પરેશાની દિવસેને દિવસે વધવા લાગે છે. તેનાથી બચવા માટે મોબાઈલથી દુરી અને ખાનપાનનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. તો આજે અમે થોડાક એવા ઉપાયો લઈને આવ્યા છીએ જેનાથી તમે તમારી આંખના નંબરને સરળ રીતે ઓછા કરી શકશો અને જો આ ઉપાયને રોજ કરવામાં આવે તો તમે આંખના નંબરને બિલકુલ રજા આપી શકો છે.
👁 આંખનો પ્રોબ્લેમ હોય તો લીલા ઘાંસ પર ખુલ્લા પગે ચાલવું જોઈએ. જો તમારી આંખમાં નંબર વધારે હોય અને તેને કાઢવા માંગતા હોવ તો હવે શિયાળાની ઋતુ શરૂ થાય છે તેમાં સોજ સવારે અને સાંજે ખુલ્લા પગે લીલા ઘાંસ પર ચાલવું જોઈએ. તેનાથી તમારી આંખોની રોશની ખુબ જ વધે છે.
👁 આંખ માટે સૌથી સારી કોઈ શાકભાજી હોય તો તે છે ગાજર. સંતરા, મોસંબી, કેળા, કીવી, શિમલા મિર્ચ, લીલા પાંદ વાળા શાકભાજી, અનાનસ વગેરે, આ બધી જ વસ્તુને અમે એટલા માટે જણાવ્યા, કેમ કે આ બધી જ વસ્તુ માંથી કોઈ પણ એક વસ્તુને રોજના આહારમાં સમાવેશ કરો. તેનાથી આંખને ભરપુર પ્રમાણમાં પ્રોટીન મળે છે અને આંખની રોશની એકદમ તેજ બને છે. તેના સિવાય શીંગ, જ્યુસ, દુધની બનેલી વસ્તુ ખાવાથી આંખને ખુબ જ ફાયદો રહે છે.
👁 રોજ સાતથી આઠ કલાકની ઊંઘ લેવી પણ આંખ માટે ખુબ જ જરૂરી છે. તે આંખના તણાવ અને તમને તાજામાજા રાખવામાં સહાયરૂપ રહે છે. રાત્રે મોડે સુધી જાગવું તે તમારી દ્રષ્ટિને ખરાબ કરી શકે છે. એટલા માટે રાત્રે મોડે સુધી ક્યારેય પણ ન જાગવું જોઈએ.
👁 એક ચમચી મેથીના દાણા રાત્રે પલાળીને મૂકી દેવાના અને સવારે ખાલી પેટ તેના પાણીનું સેવન કરી લેવું જોઈએ. પગના તળિયાની સરસવના તેલથી માલીશ કરવી જોઈએ. સ્નાન કર્યા પહેલા પગના અંગુઠાને સરસવના તેલમાં તરબોળ કરીને સ્નાન કરવા જવું જોઈએ. તેનાથી આંખોની રોશની લાંબા સમય સુધી તેજ રહે છે અને જલ્દી લાલ થતી નથી.
👁 ખુબ સારી રીતે સંતુલિત આહાર લેવાથી આંખોને સ્વસ્થ બનાવી રખાય છે અને તેની રોશની પણ વધારી શકાય છે. જો આ ઉપાયનું ધ્યાન રાખવામાં આવશે તો આંખમાં લાગેલા ચશ્માં ખુબ જ આસાનીથી ઉતારી શકાય છે.
👁 બસ માત્ર આટલી જ વાતોનું ધ્યાન રાખો જીવનમાં ક્યારેય પણ આંખ સંબંધિત સમસ્યા નહી થાય અને જો આંખમાં નંબર હોય તો પણ આ બધા ઉપચારો માંથી તમને જે અનુકુળ હોય તે કરો તો આંખ પર લાગેલા નંબરના ચશ્માં ખુબ આસાનીથી ઉતરી જશે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી