અત્યાર સુધીમાં પીએમ મોદીએ કરી 58 દેશોની યાત્રા, થયેલા ખર્ચના સામે આવ્યા આંકડા.

મિત્રો હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને સંસદનું મોન્સુન સત્ર પણ લગાતાર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં ભલે હંગામો ચાલી રહ્યો હોય, પરંતુ તેમ છતાં લિખિત સવાલ-જવાબ પણ થઈ રહ્યા છે. તેમાં વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં જાણકારી આપવામાં અવી છે કે, વર્ષ 2015 થી અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 58 દેશોનો સફર કર્યો છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે 58 દેશોની સફર દરમિયાન કેટલો ખર્ચો થયો. તો જાણો આ લેખમાં કેટલો થયો છે ખર્ચ.

વર્ષ 2015 થી લઈને અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 58 દેશોની સફર કરી છે. એક સાંસદ દ્વારા આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેના જવાબમાં વિદેશ મંત્રાલય તરફથી જવાબ આપવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2015 થી અત્યાર સુધીમાં પીએમ મોદીની 58 દેશોની યાત્રા દરમિયાન 517.82 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

પીએમ મોદીની આ યાત્રાઓ દરમિયાના ભારતના ઘણા દેશોની સાથે બોટા ક્ષેત્રોની સમજુતી કરી હતી. તેમાં ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ડિફેન્સ સહીત અન્ય મોટા ક્ષેત્રોમાં MoU પણ સામે આવ્યા છે. સાથે જ આર્થિક વિકાસના એજન્ડા પર રાષ્ટ્રીય મિશનનો વિસ્તાર થયો. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીએ કોરોના સંકટ આવ્યા બાદથી કોઈ પણ દેશની વિદેશ યાત્રા નથી કરી. ફેબ્રુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવ્યા હતા. ત્યાર બાદ કોઈ વિદેશી નેતા પણ ભારત પ્રવાસે નથી આવ્યા.કોરોના કાલ બાદથી જ પીએમ મોદી વિદેશી નેતાઓથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જ સંપર્કમાં છે, સાથે જ તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે. આ અઠવાડિયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન આપવાનું છે, જે વિડીયો કોન્ફરન્સ દ્વારા જ થવાનું છે.

વિદેશ મંત્રાલય તરફથી સંસદમાં જાણકારી આપવામાં આવી છે કે, કોરોના સંકટ દરમિયાન ભારતે ઘણા દેશોની મદદ કરી છે. કુલ 150 દેશોને દવાઓ, ચિકિત્સા ઉપકરણની મદદ પહોંચડવામાં આવી છે. સાથે સાથે ચીન સહીત કુલ 80 દેશોને 80 કરોડનું અનુદાન આપ્યું છે. આ દરમિયાન ભારતને જાપાન, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઇઝરાયેલ પાસેથી પણ મદદ મળી છે.

1 thought on “અત્યાર સુધીમાં પીએમ મોદીએ કરી 58 દેશોની યાત્રા, થયેલા ખર્ચના સામે આવ્યા આંકડા.”

  1. In order to regain achivement, one has to bare the cost and dedication. Those who do not understand the value to their defence and protection will stay as slaves mentioning “””SIR and SAHAB””” rather then srimaan etc. Modijee have the dedication to Bharat rather then just show India. “”””…””””

    Reply

Leave a Comment