મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે કે, તેના વાળ કાળા રહે, ચમકદાર રહે, મુલાયમ રહે અને આ માટે તેઓ અનેક પ્રયોગો પણ અજમાવતા હોય છે. પણ જો તમારા વાળમાં કોઈ ફેર નથી પડી રહ્યો તો તમે કાળી કિશમિશનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળ મજબુત, મુલાયમ, અને કાળા બને છે.
કાળી કિશમિશમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ જોવા મળે છે. તે સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખુબ જ ફાયાદાકારક હોય છે. કાળી કિશમીશમાં પોટેશિયમ, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડેંટ સારી માત્રામાં જોવા મળે છે. આ બધા જ તત્વો વાળ માટે ફાયદાકારક હોય છે. નિયમિત રૂપથી કાળી કિશમિશ ખાવાથી વાળ કાળા બને છે.
આ સિવાય તે વાળને મજબૂત અને મુલાયમ બનાવવામાં પણ મદદ કરે છે. જો તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ ગયા હોય, તો તમે નિયમિત રૂપથી કાળી કિશમિશનું સેવન કરી શકો છો. આજકાલ આપણે જોઈએ છીએ કે નાની ઉંમરે લોકોના વાળ સફેદ થઈ જાય છે, અને તમે ઈચ્છો છો કે તમારા વાળ કાળા બની રહે તો તમે કાળી કિશમિશ ખાઈ શકો છો. તો ચાલો જાણીએ વાળ માટે કાળી કિશમિશના ફાયદા-
કાળી કિશમિશમાં રહેલા પોષકતત્વો : કાળી કિશમિશ કાળી દ્રાક્ષમાંથી બને છે. કાળી કિશમિશમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ જોવા મળે છે. કાળી કિશમિશમાં પોટેશિયમ, ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડેંટ સારી માત્રામાં જોવા મળે છે. કિશમિશમાં રહેલા એન્ટીઓક્સિડેંટ સ્વસ્થ વાળના રોમને ઉત્તેજિત કરીને વાળને ખરતા રોકે છે. તે વાળના વિકાસ માટે જરૂરી સ્વસ્થ કોશિકાઓને પણ વધારે છે. કિશમિશમાં ઘણા એવા પોષકતત્વો હોય છે જે વાળના સ્વાસ્થ્યને વધારો આપે છે.
1 ) સફેદ વાળ માટે કાળી કિશમિશ : જો તમારા વાળ નાની ઉંમરે સફેદ થવા લાગ્યા છે તો તમે કાળી કિશમિશનું સેવન કરી શકો છો. જો નાની ઉંમરમાં તમારા વાળ સફેદ થઈ રહ્યા હોય, તો તમે કાળી કિશમિશને તમારા ડાયટમાં સમાવેશ કરી શકો છો. કાળી કિશમિશ ખાવાથી સફેદ વાળને કાળા કરવામાં મદદ મળે છે. તે એક પ્રકારનો પરમેનેન્ટ ઈલાજ છે. કાળી કિશમિશ ખાવાથી વાળ સફેદ થવાથી બચે છે.
2 ) ખરતા વાળ : જો તમારા વાળ ખુબ જ ખરે છે તો તમે તેના ઉપાય માટે કાળી કિશમિશનું સેવન કરી શકો છો. આજકાલ કેમિકલ યુક્ત પ્રોડક્ટ યુઝ કરવા, તણાવ અને પ્રદૂષણના કારણે વાળનું ખરવું એ સામાન્ય વાત છે. એક દિવસમાં 50 થી 100 વાળ તૂટવા સામાન્ય વાત છે, પરંતુ તેનાથી વધારે વાળ તૂટતાં હોય તો તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ. તેના માટે કાળી કિશમિશને પોતાના ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. વાસ્તવમાં કાળી કિશમિશમાં આયરન ભરપૂર માત્રામાં રહેલું હોય છે અને તે બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે. કાળી કિશમિશ માત્ર વાળને કાળા જ નથી બનાવતી પરંતુ તેને ખાવાથી વાળ મજબૂત પણ બને છે.
3 ) વાળ મુલાયમ અને ચમકદાર બને : વાળને ખરતા રોકવા અને કાળા બનાવવાની સાથે જ કાળી કિશમિશ ખાવાથી વાળ મુલાયમ અને ચમકદાર પણ બને છે. નિયમિત રૂપથી નિશ્ચિત માત્રમાં તેનું સેવન કરવાથી વાળને મુલાયમ રાખી શકાય છે. કાળી કિશમિશના સેવનથી વાળને પર્યાપ્ત માત્રામાં પોષણ મળે છે.
4 ) હેર ગ્રોથમાં લાભદાયી : જો તમારા વાળનો ગ્રોથ ઓછો છે તો તેના માટે પણ કાળી કિશમિશ ખુબ જ લાભકારી છે. જો તમારા વાળનો ગ્રોથ ઓછો હોય અને બધા જ પ્રયત્નો પછી પણ વાળ વધતાં ન હોય તો તમે કાળી કિશમિશને પોતાના ડાયટમાં સમાવેશ કરી શકો છો. કાળી કિશમિશ વાળને ખરતા રોકવાની સાથે જ હેર ગ્રોથમાં પણ મદદ કરે છે.
વાળ માટે કેટલી કિશમિશ ખાવી જોઈએ : કાળી કિશમિશ ખાવી વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. 15 થી 20 ગ્રામ કાળી કિશમિશ ખાવાથી વાળ હંમેશા સ્વસ્થ બની રહે છે. તેના માટે રાત્રે કિશમિશને પલાળીને રાખો અને સવારે તેનું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી