60 મિનીટમાં આ થાળીને ખાય જાવ અને જીતો નવી નક્કોર રોયલ ઈનફિલ્ડની બાઈક બુલેટ, જાણો ક્યાં મળે છે આ થાળી..

કોરોના મહામારીના કારણે સંકટમાં આવી ગયેલ હોટલ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીને ફરીવાર ધમધમતા કરવા એક વ્યવસાયીએ અનોખો ઉપાય કાઢ્યો છે. પુણેની પાસે વડગામ માવાલ વિસ્તારમાં સ્થિત શિવરાજ રેસ્ટોરન્ટના માલિક અતુલ વાઈકરે કસ્ટમરને આકર્ષવા માટે એક બહેતરીન ઓફર શરૂ કરી છે.

આ ઓફર અનુસાર તમને 60 મિનીટમાં 4 કિલોની બુલેટ થાળી ને ખતમ કરવાની છે. જો તમે આ થાળીને નિશ્વિત સમયમાં ખતમ કરી દો, તો તમને નવી Royal Enfield Bike આપવામાં આવશે. 60 મિનીટની અંદર જ જો તમે આખી થાળી ખાઈ લો તો તમે બુલેટ જીતો છો. તો ચાલો જાણીએ શિવરાજ રેસ્ટોરન્ટની ઓફર્સ વિશે વિશેષ માહિતી.

Bullet Thali (બુલેટ થાળી) : કોરોનાકાળમાં શિવરાજ રેસ્ટોરન્ટના માલિક અતુલ વાઈકરનું કામ મંદ પડી ગયું હતું. તેવામાં ગ્રાહકોને પોતાની આકર્ષવા માટે શિવરાજ રેસ્ટોરન્ટના માલિકને 4 કિલોની સ્પેશીયલ થાળી શરૂ કરી. જેને 60 મિનીટમાં ખતમ કરવા વાળા વ્યક્તિને રોયલ એનફિલ્ડ બાઈક જીતવાનો ઉપહાર મળશે એવી ઘોષણા કરી છે. જેના વિશે જાણીને રેસ્ટોરન્ટમાં હવે ગ્રાહકોની ભીડ જમા થવા લાગી છે અને ઘણા લોકોએ આ થાળીને 60 મિનીટમાં પૂરી કરવાની કોશિશ પણ કરી હતી.અત્યાર સુધીમાં એક જ વ્યક્તિએ જીતી બાઈક : ગ્રાહકોને પોતાની ઓફર પર વિશ્વાસ અપાવવા માટે શિવરાજ  રેસ્ટોરન્ટ બહાર 6 નવી રોયલ એનફિલ્ડ બાઈક પણ ઉભી રાખી દેવામાં આવી છે. જે લોકો આ થાળીને 60 મિનીટમાં પૂરી કરી અને જીત મેળવી લે તેને તરત જ ઓફર પ્રમાણે રોયલ એનફિલ્ડ બાઈક આપી દેવામાં આવે છે. પરંતુ અત્યાર સુધીમાં આ ઓફરમાં એક વ્યક્તિએ જીત મેળવી છે. જે સોલાપુર જીલ્લાના રહેવાસી સોમનાથ પવાર છે. રેસ્ટોરન્ટના માલિકે સોમનાથ પવારને જીતવા પર તરત જ બાઈક ઈનામ રૂપે આપી દીધી હતી.

થાળીની કિંમત 2500 રૂપિયા બધું નોનવેજ : આ રેસ્ટોરન્ટમાં છ પ્રકારની થાળી પીરસવામાં આવે છે. દરેક થાળીની કિંમત 2500 રૂપિયા છે. આ થાળીઓમાં બુલેટ થાળી સિવાય, રાવણ થાળી, માલવાની ફિશ થાળી, પહેલવાન મટન થાળી, બકાસુર ચીકન થાળી અને સરકાર મટન થાળી. આ બધી જ થાળીઓ નોનવેજ છે.બીજાના ચેલેન્જ જોવા પણ લોકો આવે છે : જો કે અમુક ગ્રાહકો જ થાળી ચેલેન્જ લેવા માટે ત્યાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો ત્યાં બીજાની ચેલેન્જ જોવા માટે જ આવે છે. અન્ય કસ્ટમર માટે રેસ્ટોરન્ટમાં થાળી સિવાય ખાવાના અન્ય વિકલ્પ પણ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment