વરસાદની સિઝનમાં બેક્ટેરિયા અને વાયરસ વધવાની સંભાવના ખુબ જ વધી જાય છે. એટલા માટે આપણા શરીરને મજબૂત રાખવું એ ખુબ જ મહત્વનું છે. શરીરને રોગોથી બચાવવા માટે તમારા આહારમાં ઘણા બધા ફળોનો સમાવેશ કરવો જોઈએ.
ચોમાસા દરમિયાન હવામાનના બદલાવના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જેના કારણે તમને એલર્જી અને અપચાની સમસ્યા થઈ શકે છે. તેવામાં વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટનું સાચી માત્રામાં સેવન કરવાથી તમારું શરીર મજબૂત થાય છે. બદલતા હવામાનમાં વાયરલ, શરદી અને ફ્લૂ જેવી બીમારી તમને ઘેરી ન લે, તેના માટે અહીં બતાવેલ ફ્રૂટ્સને તમારા ડાયટમાં સામેલ કરો. આ ફળોનું સેવન કરતાં પહેલા તેને ધોવાના અને ભૂલ્યા વગર ચેક કરો.દાડમ ખાવાના ફાયદા : આ ચોમાસાના ફળ તમારા શરીરને શરદી, ફ્લૂ વગેરે જેવા ચેપથી બચાવવામાં મદદ કરે છે. કારણ કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. દાડમમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ ચોમાસામાં ચેપથી લડે છે. સ્ટડીથી જાણવામાં આવ્યું છે કે, દાડમ પાચનતંત્ર અને પેટના કેન્સર કોષોના સોજાને ઓછો કરે છે. આ ફળોનો અર્ક કેન્સરના કોષોને વધવાથી રોકે છે.
જાંબુ : શ્યામ જાંબુડિયા રંગના જાંબુ ખાંડના સ્તર અને ડાયાબિટીસને ઘટાડવામાં રામબાણ અસર દર્શાવે છે. જાંબુમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને આ આયરન, ફોલેટ, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ વિભિન્ન ગૈસ્ટ્રીક વિકારની બીમારી માટે પણ કરવામાં આવે છે.લીચી ખાવાથી થતા ફાયદા : વિટામિન-સી, વિટામિન-બી, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટની સાથે ફાઈબરનો જોરદાર સ્ત્રોત લીચી છે. લીચીનું સેવન કરવાથી તે આપણા શરીરને એન્ટી-બોડી અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. ફાઈબર પાચનતંત્રને સાફ કરવાનું કામ કરે છે અને વિટામિન-સી સામાન્ય શરદીની સામે લડે છે.
આલુબદામ : આલુબદામ કબજિયાતથી રાહત અપાવવામાં ખુબ જ મદદ કરે છે, કારણ કે તેમાં કુદરતી રીતે થતી ખાંડના સોબિટોલ અને પ્લાન્ટ ફાઈબરની માત્રાને વધારે છે. આ સિવાય પ્લમ શરીરમાં આયરનની માત્રાને પણ વધારે છે, કારણ કે તેમાં વિટામિન-સીની વધારે માત્રા હોય છે. જે હિમોગ્લોબિનના લેવલને વધારે છે અને એનીમિયાથી બચાવે છે. આ ફળમાં રહેલ લાલ અને નીલું રંગદ્રવ્ય કેન્સરથી બચાવે છે.પીચ ફળ : આ ફળની અંદર વધારે માત્રામાં વિટામિન-એ, બી, કેરોટિન અને વિટામિન-સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. પીચ આંખોની દ્રષ્ટિમાં સુધાર કરે છે અને ત્વચાની રક્ષા કરે છે. જો કે તેમાં ફાઈબરની માત્રા વધારે હોય છે, તેથી પીચ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
ચેરી : આ ચોમાસા ફળમાંથી જ એક છે, જે તમને સહેલાઈથી મળી જશે. તેમાં મેલાટોનિન એક એન્ટી ઓક્સીડેન્ટના રૂપમાં હોય છે, જે તમારા શરીરના કોષોને ફ્રી રેડિકલના કારણે થતાં નુકશાનથી બચાવે છે. આ ફળ મગજના ન્યૂરોન્સને શાંત કરે છે, જેનાથી મગજ શાંત થાય છે. આ સિવાય ચેરી હૃદયના રોગોથી લડવામાં પણ મદદ કરે છે, કારણ કે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને કેન્સર નિરોધી ગુણોથી યુક્ત છે. ચેરી હાઇ બ્લડ પ્રેશરના લેવલને અને યુરિક એસિડના લેવલને પણ ઓછું કરે છે.નાસપતિ : ચોમાસાની ઋતુમાં, ચેપથી લડવા માટે ખુબ જ મોટી માત્રામાં વિટામિનની મહત્વતા હોય છે. આ વાતાવરણમાં ભારે માત્રામાં ભેજ જોવા મળે છે, જે કારણથી બીમાર થવાની સંભાવના વધી જાય છે. તેથી નાસપતિ તે ફળોમાંથી એક છે, જેને ચોમાસામાં ખાવાની જરૂર છે.
આમ, ચોમાસા દરમિયાન તમારું શરીર ચેપ અને પાણિજય રોગોથી સરળતાથી સંવેદનશીલમાં આવી જાય છે, જે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી ફિટ રહેવું જરૂરી છે. જો તમે બીમાર થવા માંગતા નથી, તો આ હેલ્દી ફળોનું સેવન ચોમાસામાં જરૂરથી કરવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી