તમે કદાચ દરરોજ એવી વસ્તુઓનું સેવન કરતા હશો, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. પૌષ્ટિક આહાર તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અને આથી જ તમને વિવિધ પ્રકારની દાળ, ડ્રાયફ્રુટ્સ, ફળ અને શાકભાજીને પોતાના આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. એક સારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ જરૂરી જે વસ્તુ છે, તે છે લીલા શાકભાજીઓ. આથી જ તંદુરસ્ત રહેવું છે તો વિવિધ પ્રકારના લીલા શાકભાજી ખાવા ખુબ જ જરૂરી છે.
આવી જ ઘણી શાકભાજી તમારા વાળ માટે મહત્વપૂર્ણ છે. તે વિટામીન, પ્રોટીન અને મિનરલથી ભરપુર હોય છે. જે તમારા વાળના વિકાસમાં મદદ કરે છે. તેમાં ભરપુર માત્રામાં પોષક તત્વ હોય છે, જે શરીરની સાથે સાથે તમને કાળા, લાંબા, અને જાડા વાળ પ્રદાન કરે છે. આવી જ ઘણી શાકભાજી વિશે આજે આપણે વાત કરીશું.
પાલક : પાલકમાં પર્યાપ્ત માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. પાલક ખાવાથી શરીરમાં સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે અને તમે બીમાર નથી પડતા. પાલક ખાવાથી હાડકાઓ મજબુત થાય છે, આંખની રોશની પણ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે, પાલક વાળ માટે પણ ફાયદાકારક છે ! તમારા વાળ માટે પૌષ્ટિક માનવામાં આવતા લીલા શાકભાજીમાં પાલક આ સૂચિમાં સૌથી ઉપર છે. ખાદ્ય ફાઈબરથી ભરપુર, પાલક અન્ય આવશ્યક વિટામીન અને ખનીજો સિવાય આયરન અને ઝીંકનો એક સમૃદ્ધ સ્ત્રોત છે. વાળ માટે તે બે વિશેષ ખનીજ ખુબ જ આવશ્યક છે. કારણ કે ઝીંક અને આયરનની કમીથી અકસર ઘણા લોકોના વાળ ખરવા લાગે છે.
ગાજર : ગાજર વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ અને આયરન જેવા ઘણા જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. વાળના વિકાસ માટે ગાજર બીજી સૌથી જરૂરી શાકભાજી માનવામાં આવે છે. ગાજર વિટામીન બી-7 અથવા બાયોટીનનો સમૃદ્ધ ભંડાર છે. જેને વાળ માટે એક સ્વસ્થ ટોનિક માનવામાં આવે છે. વાળને ફરીથી ઉગાવવા માટે બાયોટીન જરૂરી છે. સાથે જ વાળની જડને મજબુત કરવામાં મદદ કરે છે. જેનાથી વાળ જલ્દી ખરતા નથી. ગાજર ખાવાથી શરીરને પોષક તત્વો મળે છે, સાથે ઘણી શારીરિક બીમારીઓથી પણ રક્ષણ મળે છે.
શક્કરીયા : શક્કરીયા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક હોય છે. અંગ્રેજીમાં તેને સ્વીટ પોટેટો કહેવામાં આવે છે. શક્કરીયા બીટા કેરોટીનનો સારો એવો સ્ત્રોત છે. આપણું શરીર બીટા કેરોટીનને વિટામીન-એ માં બદલી નાખે છે. શરીરની અંદર કોશીકાના વિકાસ માટે બીટા કેરોટીનની જરૂર હોય છે. શક્કરીયા વિટામીન એ ની કમી પૂરી કરે છે. શક્કરીયા વાળની ઘણી સમસ્યાઓ દુર કરવાની સાથે તેના ગ્રોથમાં વધારો કરવામાં મદદ કરે છે.
ટમેટા : ટમેટા અનેક ગુણોથી ભરપુર હોય છે. તે રસોઈનો સ્વાદ વધારવાની સાથે સાથે તેની અંદર મળતા વિટામીન એ અને વિટામીન સી જેવા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ટમેટા એન્ટી ઓક્સીડેન્ટનો સમૃદ્ધ સ્ત્રોત છે. એન્ટી ઓક્સીડેન્ટ પણ પ્રભાવી સેલ-રીપેયરીંગ એજેંટ છે. તમને સ્કેલ્પની ઉપરથી અશુદ્ધિઓ અને વિષાક્ત પદાર્થ કાઢવામાં મદદ કરે છે. સારા પરિણામ માટે તમે ટમેટાનું સેવન કરી શકો છો. અથવા ટમેટાના ગર્ભને માથામાં લગાવી શકો છો. ટમેટા વાળની ચમક વધારવામાં મદદ કરે છે.
લસણ : લસણ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જે તમને સ્વસ્થ રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા લોકો તેના ગુણ વિશે નથી જાણતા હોતા. સવારે ખાલી પેટ લસણનું સેવન કરવાથી આપણા શરીરને અનેક લાભ મળે છે. લસણ વાળ માટે આદર્શ ટોનિક છે. તને નિયમિત આહારમાં સામેલ કરવું જોઈએ. કારણ કે તેમાં ઓછી કેલરી હોય છે. આ સિવાય લસણમાં સલ્ફરની માત્રા વધુ હોય છે. જે વાળ ફરીથી ઉગાડવામાં સારું માનવામાં આવે છે.
બીટ : લાલ રંગની સબ્જી ખાવાથી તમારું લાઈકોપીન વધે છે. જે વાળના ગ્રોથ રેટને વધારવા માટે ઓળખાય છે. બીટમાં લાઈકોપીન હોય છે, જે વાળના વિકાસને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. બીટ સિવાય મોટાભાગની લાલ શાકભાજી વાળ માટે સારી હોય છે. કારણ કે તેમાં એક જ પોષક તત્વ હોય છે. બીટ લોહ, ઇલેક્ટ્રોલાઈટ્સ અને પોટેશિયમથી ભરપુર હોય છે, જે વાળને બેજાન અને કમજોર થવાથી બચાવે છે. ખાવા સિવાય તમે તેને સ્કેલ્પ પર લગાવવાથી તે સ્કેલ્પને ઊંડાણથી ચમક આપે છે અને જડને પ્રાકૃતિક રૂપે પોષણ આપે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી