મૌસમ ના બદલાવ સાથે જ ત્વચા અને વાળ માં કડક અને સૂકાયેલ થવા લાગે છે અને આ સાથે નાક પણ અંદરથી સુકાયેલ થવા લાગે છે. નાકની ડ્રાઈનેસ ના કારણે દુખાવો, શ્રીલ અને અસહજતા નો અનુભવ થાય છે. ઘણી વખત નાક ક્લીનીંગ ના સમયે ડ્રાઈનેસ ના કારણેથી પણ બ્લડ પણ આવવા લાગે છે. અને તમને ઈજા થઈ શકે છે. આ સ્થિતિ ખુબ જ દર્દનાક હોય છે. જો કે નાકની ડ્રાઈનેસ ને દુર કરવા માટે ઘણી દવાઓ અને ટીપા બજારમાં મળે છે, જે ડોક્ટર ની સલાહ પછી જ યુઝ કરવા જોઈએ.
પણ જો તમે નાકની અંદરની ડ્રાઈનેસ કુદરતી રીતે જ દુર કરવા માંગતા હો તો તમે થોડા સરળ ઉપાયો અજમાવીને જોઈ શકો છો. ચાલો તો આવા જ કેટલાક ઉપચાર વિશે જાણી લઈએ.
કોકોનટ ઓઈલ
જો તમારા નાકની અંદર વધુ પડતી જ ડ્રાઈનેસ થઈ ગઈ છે તો તમે રાત્રે સૂતા સમયે અથવા દિવસમાં 2-3 વખત એક ટીપું નાળીયેર તેલ નું નાકમાં નાખી શકો છો. તેનાથી તમને કોઈપણ પ્રકારનું નુકસાન નહિ થાય. જો તમારા નાકમાં ડ્રાઈનેસ ના કારણે બ્લડ આવી રહ્યું છે તો તે પણ અટકી જશે. અને નાક અંદરની ત્વચા મુલાયમ થઈ જશે. આવું તમે દિવસમાં 2 થી 3 વખત કરી શકો છો.
ઓલીવ ઓઈલ
ઉનાળાની ઋતુમાં જેમ બને એટલું પાણી પીવું જોઈએ. જેથી કરીને ત્વચા હાઈડ્રેટેડ રાખી શકાય. નાકમાં ડ્રાઈનેસ ની પરેશાની પણ શરીરમાં હાઈડ્રેશન ની ઉણપ ના કારણે હોઈ શકે છે. ઓલીવ ઓઈલ નો ઉપયોગ કરવાથી આ પરેશાની થી બચી શકાય છે. ઓલીવ ઓઈલ ને નાકની અંદર ઈ ત્વચામાં લગાવવાથી જલન અને સોજા ની સમસ્યા માં રાહત મળે છે. ત્વચા ને હાઈડ્રેટેડ રાખવા માટે પણ ઓલીવ ઓઈલ નો ઉપયોગ સારો વિકલ્પ છે.
વિટામીન ઈ- કેપ્સુલ
વિટામીન ઈ ઓયલ ની કેપ્સુલ તમને બજાર માંથી સહેલાઈથી મળી જશે. આ એન્ટી ઓક્સીડેંટ ને ખુબ સારો સોર્સ માનવામાં આવે છે. સાથે જ આ એન્ટી ઇન્ફલેમેટરી પણ હોય છે. હો તમને નાકની અંદર કોઈપણ પ્રકારનો સોજો અથવા ઈજા થઈ છે તો વિટામીન ઈ કેપ્સુલ ને તોડીને તેનું એક ટીપું પોતાની ટચલી આંગળીથી નાકમાં નાખો. દિવસમાં આવું 2 થી 3 વખત કરો. તમને ખુબ જ રાહત મળશે.
સ્ટીમ
જો નાક ની અંદર ની ત્વચામાં ખુબ વધુ ડ્રાઈનેસ મહેસુસ થઈ રહી છે તો તમારા માટે સ્ટીમ પણ એક સારો વિકલ્પ છે. આ ડ્રાઈમ્યુક્સ ને સોફ્ટ કરે છે, તેનાથી નાક ક્લીનીંગ આરામ થી થઈ જાય છે. જો તમે દરરોજ સ્ટીમ નથી લઇ શકતા તો દર બે દિવસે 5 મિનીટ માટે સ્ટીમ લો. સ્ટીમ લેવાથી તમારી નેજલ પેસેજ ની સારી રીતે સફાઈ પણ થઈ જાય છે. સ્ટીમ પણ તમે બે પ્રકારે લઇ શકો છો એક તો પાણીને વાસણમાં ગરમ કરીને લઇ શકાય છે જયારે બીજી રીત તમે મશીનમાં પાણી નાખીને તેનાથી પણ સ્ટીમ લઇ શકો છો.
ઘી
નાકની ડ્રાઈનેસ ને દુર કરવા માટે પણ ઘી નો ઉપયોગ કરી શકાય છે. ઘીમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે. સાથે જ આ સોજા ને પણ ઓછો કરવામાં મદદ કરે છે. અને જો નાકમાં લોહી વહેતું હોય તો તે પણ અટકાવે છે. આમ ઘી ની અંદર ઘણા એવા તત્વો રહેલા છે જે નાકની ડ્રાઈનેસ ને દુર કરી શકે છે. આ પ્રયોગ તમે દિવસમાં 3 થી 4 વખત કરી શકો છો. તેમજ ઘી એ ખાદ્ય વસ્તુ હોવાથી તે શરીરને કોઈ નુકસાન પણ નથી કરતુ.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
આવીજ બેસ્ટ ટિપ્સ માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE બટન દબાવી પેજ લાઈક કરી લો.