મિત્રો હાલ તો ખુબ જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે તાપમાન પણ ઘણું નીચું આવી ગયું છે. આથી સ્વાભાવિક છે કે, જે લોકોને બ્લડ સંબંધી કોઈ તકલીફ છે તો તેમણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણા લોકોને આ શિયાળાની ઋતુમાં અતિશય ઠંડીને કારણે નસમાં લોહી જામવાની તકલીફ શરુ થઇ જાય છે. આથી જો તમારે આ લોહી જામવાની મુશ્કેલીથી બચવું હોય તો તમારે અમુક જ્યુસનું સેવન કરવું જોઈએ.
શિયાળાના દિવસોમાં બ્લડ ક્લોટિંગનું જોખમ સૌથી વધારે થાય છે. બ્લડ ક્લોટિંગ એટ્લે કે લોહીની ગાંઠો જામવાની સમસ્યા, જે હાર્ટએટેક આવવાનું જોખમ વધારે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે ઠંડીના દિવસોમાં તમારી ડાયેટમાં અમુક હેલ્થી જ્યુસને એડ કરવા જોઈએ. તે તમારા સ્વાસ્થ્યને સારું તો રાખશે સાથે જ તમારી બોડીને બ્લડ ક્લોટિંગથી પણ બચાવશે.
બ્લડ ક્લોટિંગની સમસ્યાથી બચવા માટે તમારે તમારી ડાયટમાં વિટામિન કે રીચ વેજીટેબલ અને ફ્રૂટ્સને સમાવિષ્ટ કરવું જોઈએ. મોટા ભાગે લીલા શાકભાજીમાં વિટામિન કે જોવા મળે છે. જેમ કે પાલક, તમારે ઠંડીના દિવસોમાં પાલકનાં જ્યુસનું સેવન કરવું જોઈએ. અન્ય 5 પ્રકારના જ્યુસ વિશે આપણે આગળ લેખમાં જાણીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
1 ) પાલકનું જ્યુસ : જો કે પાલક એ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. તે સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. પાલકના જ્યુસમાં વિટામિન કે રહેલું હોય છે. વિટામીન કે ને ફૈટ-સોલ્યુબલ વિટામિન ગણવામાં આવે છે એટલે કે તે લોહીની ગાંઠ થતી રોકે છે. જેનાથી બ્લડ ફ્લો સરખી રીતે થઈ શકે છે. આ જ્યુસ હાર્ટ અને શરીરના બાકી અંગો માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે.
2 ) ફુદીનાનું જ્યુસ : ફુદીનાને અનેક રોગોની દવા રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે તમારી ડાયટમાં ફુદીનાના જ્યુસનો પણ સમાવેશ કરી શકો છો. ફુદીનાનું સેવન કરવાથી બ્લડ વૈસલ્સ સંકોચાવાથી બચી જાય છે અને બીપીની સમસ્યા દૂર થાય છે. ફુદીનાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે અને બ્લડ ફ્લો સરખું રહે છે.
3 ) સંતરાનું જ્યુસ : તમે બ્લડ ક્લોટિંગની સમસ્યાથી બચવા માટે સંતરાના જ્યુસનું સેવન પણ કરી શકો છો. સંતરાના રસમાં એન્ટી ઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે. તેનાથી બ્લડ ક્લોટ, હાર્ટથી જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. ઠંડીના દિવસોમાં સંતરાનું જ્યુસ પીવાથી ઇમ્યુનિટી પણ વધે છે અને તમે સરળતાથી બીમાર પણ પડતાં નથી. સંતરાનો રસ કાઢવા માટે સંતરાની છાલ કાઢીને તેનો રસ કાઢી લેવો અને સવારે નાસ્તા સાથે એક ગ્લાસ પીવું.
4 ) આદુનું જ્યુસ : આદુ એ પેટને લગતા રોગો માટે તેમજ શરીરને શિયાળાની ઋતુમાં પુરતી ઠંડક આપવાનું કામ કરે છે. તમે આદુના જ્યુસનું સેવન પણ ઠંડીના દિવસોમાં કરી શકો છો. આદુના જ્યુસને પીવાથી શરદી-ઉધરસ વગેરે સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય આ જ્યુસને પીવાથી લોહીની ગાંઠો બનવાની સમસ્યા પણ દૂર થાય છે. આદુનું જ્યુસ બનાવવા માટે આદુની છાલ કાઢીને તેનો રસ કાઢી લેવો. જ્યુસમાં તમે લીંબુનો રસ અને મરી પાવડર મિક્સ કરીને પી શકો છો.
5 ) ગાજરનું જ્યુસ : ગાજરના જ્યુસમાં નાઇટ્રેટ હોય છે, તેનાથી બ્લડ ફ્લો સારું થાય છે. બ્લડ વૈસેલ્સને ખોલવા માટે આ એક સારો વિકલ્પ છે. ગાજરમાં બેટા કેરોટિનની માત્રા પણ રહેલી હોય છે. હાર્ટના દર્દીઓએ તેનું સેવન જરૂરથી કરવું જોઈએ. ગાજરનું જ્યુસ બનાવવા માટે તાજા ગાજરને મિકસરમાં પીસીને લો, હવે તેને ગળી લો. જે જ્યુસ નીકળે તેમાં તમે લીંબુનો રસ મિક્સ કરીને પી શકો છો.
શિયાળાના દિવસોમાં તમે બ્રોકલી જ્યુસ, કોબીજનો રસ કાઢીને પણ પી શકો છો. બ્લડ ક્લોટિંગની સમસ્યાથી બચવા માટે આ પણ સારા વિકલ્પ ગણવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી