બોર ખાવા તે શરીર માટે ખુબ જ ગુણકારી છે. પણ શું તમે ક્યારેય સુકવેલા બોર ખાધા છે ? જો નહિ, તો આ લેખના માધ્યમથી અમે તમને સુકવેલા બોર ખાવાના અદ્દભુત ફાયદાઓ વિશે જણાવશું. સુકવેલા બોર તમારા માટે કોઈ ઔષધીથી કમ નથી. સુકવેલા બોર ખાવાથી તમને પેટ સંબધી સમસ્યાઓ અને હાડકાઓની સમસ્યાઓની સાથે અન્ય ઘણા રોગોમાં પણ લાભ મળે છે.
સુકવેલા બોરમાં વિટામીન એ, બી, બી-3, અને બી-6 જેવા ઘણા પોષક તત્વ રહેલા છે. જે તમને શારીરિક રૂપે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાંથી મળતા બાયોએક્ટીવ કમ્પાઉન્ડની સાથે એમીનો એસિડ પણ મળે છે. જે તમારા શરીરને કેન્સરના ખતરાથી દુર રાખવામાં મદદ કરે છે. ચાલો તો સુકવેલા બોરના ફાયદાઓ વિશે વધુ જાણી લઈએ.કબજિયાતને માટે : સુકવેલા બોર કબજિયાતને દુર કરે છે. આ એક હાઈ ફાઈબર ફ્રુટ છે. તેને ખાવાથી કબજિયાતની સમસ્યા ઝડપથી થવા લાગે છે. તે તમારા મળ ત્યાગ કરતી વખતે થતી તકલીફને પણ ઘણી ઓછી કરી દે છે. મળને જાડું અને ભારે બનાવે છે. તેમાં રહેલ ફાઈબર તમારા પેટ સંબંધી વિકારોને પણ દુર કરવામાં મદદ કરે છે. સુકવેલા બોર ખાવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે.
બ્લડ સર્ક્યુલેશન :
બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવાથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેવામાં થાકથી લઈને હાર્ટ સ્ટ્રોક સુધી ખતરો વધી જાય છે. જ્યારે ખરાબ બ્લડ સર્ક્યુલેશન તમારી સુંદરતા પર પણ પ્રભાવ કરે છે. નિયમિત રૂપે સુકવેલા બોરનું સેવન કરવાથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું અને સુચારુ રૂપે થાય છે. બોરમાં ફોસ્ફરસ, મેગેનીઝ, આયરન, અને ઝિંક જેવા મિનરલ્સ રહેલ છે, બ્લડ સર્ક્યુલેશન સારું કરવા માટે સુકવેલા બોરનું સેવન ખુબ જ લાભકારી છે.ઇમ્યુનિટી : સુકવેલા બોર ખાવાથી ઇમ્યુનિટી વધે છે. સુકવેલા બોર એન્ટી ઓક્સીડેન્ટનું પાવર હાઉસ છે. સુકવેલા બોરમા વિટામીન અને મિનરલ્સ ખાસ કરીને વિટામીન સી, વિટામીન એ, વિટામીન બી-3 અને વિટામીન બી-12, રહેલ છે, જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિટામીન સી ઇમ્યુનિટી માટે ખુબ જરૂરી છે. દરરોજ સુકવેલા બોર ખાવાથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે.
તણાવ અને અનિંદ્રાની સમસ્યા દુર કરવા :
સુકવેલા બોર ખાવાથી તમારો માનસિક તણાવ ઓછો થાય છે અને તેને ખાવાથી નિંદર પણ સારી આવે છે. તેમાં સપોનીન નામનું કમ્પાઉન્ડ મળે છે. સપોનીન નિંદર ન આવવાની સમસ્યામાં ખુબ જ ફાયદાકારક છે. સુકવેલા બોર મનને શાંત કરીને તણાવ ઓછો કરે છે. અને નિંદર લાવવામાં મદદ કરે છે. જો તમને પણ સ્ટ્રેસ કે નિંદર ન આવવાની બીમારી છે તો સુકવેલા બોરનું સેવન કરો.હૃદય માટે : સુકવેલા બોર તમારા હૃદય માટે ખુબ જ ગુણકારી છે. તેમાં કેલેરીની માત્રા ખુબ જ ઓછી હોય છે. આથી એ તમારા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ સહાયક છે. જ્યારે આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે જેવા તત્વ તમારા હૃદયને સારું કરવામાં મદદ કરે છે. રસદાર બોરની તુલનામાં સુકવેલા બોરનું સેવન તમને વધુ ફાયદો કરે છે.
હાડકાઓને મજબુત બનાવવા :
સુકવેલા બોર ખાવાથી હાડકાઓને પોષણ મળે છે, અને તે મજબુત બને છે. સુકવેલા બોર કેલ્શિયમ અને ફોસ્ફરસનો એક સારો એવો સ્ત્રોત છે. તે હાડકાઓને મજબુત બનાવે છે અને હાડકાઓની બીમારીથી બચાવે છે. દરરોજ સુકવેલા બોર ખાવાથી શરીરમાં હાડકાઓની મજબૂતી બની રહે છે. તેમાં મળતા પોષક મસ્કુલર ડીજનરેશનને બચાવવામાં પણ મદદ કરે છે. જો તમારા હાડકાઓ કમજોર છે અથવા તમને ફેકચર થયું છે તો એવામાં તમે સુકવેલા બોરનું સેવન કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી