મિત્રો ભોજન હંમેશા અમુક રીત, નિયમ અને સમય પ્રમાણે કરવું જોઈએ. દિવસ કરતાં રાત્રિનું ભોજન સૌથી સાવચેતી પૂર્વક કરવું જોઇએ કારણ કે રાત્રે કોઈપણ પ્રકારના કામ કે વર્કઆઉટ હોતું નથી તેથી જો રાત્રે હેવી ભોજન લેવામાં આવે તો પચવામાં મુશ્કેલી થાય છે. રાત્રિનું ભોજન દિવસનું સૌથી છેલ્લું ભોજન હોય છે તેથી આ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. રાત્રે જ્યારે તમે સૂઈ રહ્યા હોવ તો શરીર આરામ કરવાની સાથે મરમ્મતનું પણ કામ કરે છે.
હેવી ભોજન આ કામમાં અડચણ ઊભી કરે છે. એવામાં આયુર્વેદ ડોક્ટર સલાહ આપે છે કે એવા વિકલ્પોની પસંદગી કરવી જોઈએ જે પચવામાં હળવા હોય. એવામાં શરીરમાં વાત, કફ અને પિત્તની માત્રા સંતુલિત રહે છે. આયુર્વેદ પ્રમાણે કેટલાક એવા ખાદ્ય પદાર્થો છે જેને રાત્રે ખાવાથી બચવું જોઈએ. આ એક સિદ્ધ તથ્ય છે કે ભારે ભોજન વજન વધારવામાં યોગદાન આપે છે. એટલે જ તો એવું કહેવાય છે કે, “નાસ્તો રાજકુમારની જેમ, બપોરનું ભોજન રાજાની જેમ અને રાત્રિનું ભોજન ભિખારીની જેમ કરવું જોઈએ”. આના પરથી જ દિવસભરનો આહાર કેવો હોવો જોઇએ તે સમજી શકાય છે.આનાથી વિપરીત જો તમે રાત્રિમાં પેટ ભરીને મનપસંદ વસ્તુઓ ખાવાના શોખીન હોવ તો તમે અનેક બીમારીઓને આમંત્રણ આપો છો. કારણકે રાતમાં શરીર મુવમેન્ટ નથી કરતું જેના કારણે પાચનતંત્ર હેવી ભોજનને પચાવી શકતું નથી. જેના પરિણામ સ્વરૂપ તમારે બીજા દિવસે સવારમાં પેટ ખરાબ, આળસ જેવી અસરો જોવા મળે છે. તો તમારે કેવા પ્રકારનું ડિનર કરવું જોઈએ તે આયુર્વેદિક ડોક્ટર સલાહ આપે છે કે તમે ડોક્ટરોને એવું કહેતા જરૂર સાંભળ્યું હશે કે ડિનર ફેમિલી ટાઈમ અને પાર્ટીઝનો હોય છે. પરંતુ તેઓ એવું પણ કહે છે કે રાત્રિ ના ભોજન ની પસંદગી અત્યંત સાવધાનીથી કરવી જોઈએ. કારણ કે ખોટા ભોજનમાં આ ખોટો આહાર તમારી તબિયત ને બગાડવાનું કામ કરે છે એવામાં રાત્રે શું ખાવું જોઈએ તે વિશે ડોક્ટરે વિસ્તૃત રૂપે એક પોસ્ટ શેર કરી છે તે આપણે જાણીશું.
આયુર્વેદિક ડોકટરના કહેવા પ્રમાણે રાત્રીના ભોજનમાં આ વસ્તુઓના સેવનથી બચવું:-
1) ઘઉંનું સેવન:- એક્સપર્ટના જણાવ્યા અનુસાર રાત્રિના ખાવામાં ઘઉંથી બનેલા આહારથી બચવું જોઈએ. કારણ કે ઘઉં ભારે પ્રકૃતિના હોય છે. જેના કારણે તે પચવામાં વધુ સમય લાગે છે, જે શરીરમાં વિષાક્તતાનું કારણ બને છે.2) દહી:- પાચન માટે સુપરફૂડ નો દરજ્જો પ્રાપ્ત થવાને કારણે મોટાભાગના લોકો ખાવાની સાથે એક વાટકી દહીં પણ શામેલ કરે છે. એવામાં તેઓ રાત કે દિવસના સમયની ચિંતા પણ નથી કરતા. આયુર્વેદ ડૉક્ટર જણાવે છે કે રાત્રીના ભોજનમાં આનું સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી. આ શરીરમાં કફ અને પિત્ત ના પ્રમાણ ને વધારે છે, જેનાથી બીમારીઓ થવાનું જોખમ વધે છે.
2) મેદાથી બનેલા ખાદ્ય પદાર્થ:- આયુર્વેદિક ડોક્ટર જણાવે છે કે ઘઉંની જેમ મેંદો પણ ભારે પ્રકૃતિનો હોય છે. જેના કારણે તેને પચાવવામાં વધારે સમય લાગે છે એવામાં ભારે ખાવાનું શરીરમાં વિષેયલું બનાવવાનું કામ કરે છે.3) રાત્રે ગળી વસ્તુઓ કે ચોકલેટ ખાવાથી બચવું:- જો તમને મીઠાઈઓ સાથે ખાવાનું ખાવાની આદત હોય તો આજથી જ આ આદત છોડી દો. આયુર્વેદ નિષ્ણાત જણાવે છે કે મુખ્ય રૂપથી ગળ્યા સ્વાદ વાળા ખાદ્ય પદાર્થો ની પ્રકૃતિ ભારે હોય છે. જે પચાવવામાં મુશ્કેલ હોય છે અને મયુકસ પણ વધારે છે.
4) કાચું સલાડ ખાવાથી બચવું:- નિઃશંકપણે સલાડ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પરંતુ કાચા સલાડ વિશેષરૂપે ઠંડા અને સૂકા હોય છે. જે શરીરમાં વાતની માત્રા ને અનેક ગણી વધારે છે. જો તમે સલાડમાં પૌષ્ટિક ગુણોને સંપૂર્ણ રીતે ગ્રહણ કરવા ઇચ્છતા હોવ તો પકાવીને ખાવું જ સ્વાસ્થ્યમંદ વિકલ્પ છે.5) રાત્રિમાં ખોટો આહાર બને છે આ બીમારીઓનું કારણ:- રાત્રિના ખાવા માટે આ ખાદ્ય પદાર્થોથી પરેજી પાળવાનું કારણ જણાવતા ડોક્ટર કહે છે કે તમારી પાચન અગ્નિ રાત્રે સૌથી ઓછી હોય છે. જેના કારણે આ ભારે ભોજન જલ્દી પચી નથી શકતું. એવામાં અપાચ્ય ભોજન તમારા શરીરમાં વિષાકત પદાર્થોના સંચયનું કારણ બને છે. આને અમા કહેવામાં આવે છે, જે લાંબા ગાળે સ્થૂળતા, ડાયાબિટીસ, ચામડીના રોગો, આંતરડાના રોગો, હોર્મોનલ અસંતુલન વગેરેનું કારણ બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી