મિત્રો આપણે બધા જ લોકો જાણીએ છીએ કે દરેક ફળોનું સેવન આપણા સ્વસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેવી જ રીતે જામફળનું સેવન પણ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. જામફળમાં કેલેરી ઓછી અને પ્રચુર માત્રામાં ફાયબર હોવાના કારણે તે ખુબ જ ગુણકારી ફળ છે.
ઘણા અધ્યયનોમાં એવી જાણવા મળ્યું છે કે, જામફળના વૃક્ષના પાંદનો અર્ક ખાવાથી હૃદય, પાચન અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જો કે જામફળમાં અમુક એવા સંયોજનો પણ હોય છે જે બધા માટે ફાયદાકારક નથી હોતા. તો આજે આ લેખમાં અમે તમને એ વિષય પર માહિતી આપશું કે કેવા લોકોએ જામફળનું સેવન કરવાથી બચવું જોઈએ. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.
1 ) જામફળમાં વિટામીન સી અને ફ્રુક્ટોઝ ભરપુર પ્રમાણમાં હોય છે. જો કોઈને પેટ ફૂલવાની સમસ્યા હોય તો તેણે જામફળનું સેવન કરવાથી બચવું જોઈએ. કેમ કે તેમાં દ્રાવ્ય વિટામીન હોવાના કારણે આપણા પેટમાં ખુબ વધુ વિટામીન સીને અવશોષિત કરવામાં મુશ્કેલી થાય છે. વધુ વિટામીન સી ની હોવાના કારણે શરીરમાં સોજા આવી શકે છે. ફ્રુક્ટોઝની વધુ માત્રાના કારણે નેચરલ શુગર શરીર દ્વારા અવશોષિત નથી થતી. જેના કારણે પેટ ફૂલે અને બ્લોટિંગની સમસ્યા થઈ જાય છે.
2 ) જામફળ ફાયબરથી ભરપુર હોય છે, પરંતુ જો કોઈને કબજિયાતની સમસ્યા છે અને તે વધુ માત્રામાં જામફળનું સેવન કરે તો પાચન તંત્રમાં ગડબડ થઈ શકે છે. જો તમે ઇરિટેટેડ બાઉલ સિન્ડ્રોમથી પીડિત છે તો ફ્ર્ક્ટોઝને શરીર પૂરી રીતે અવશોષિત નથી કરી શકતું. જેના કારણે પાચનની સમસ્યા થાય છે.
3 ) ઓછી ગ્લાઈસેમિક ઇન્ડેક્સના કારણે ડાયાબિટીસથી પીડિત લોકો માટે જામફળ ખુબ જ પસંદગીદાર એક ફળ છે. પરંતુ તેને આહારમાં શામિલ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે 100 ગ્રામ કાપેલા જામફળમાં 9 ગ્રામ પ્રાકૃતિક શુગર હોય છે. એક વારમાં વધુ જામફળ ખાવાથી બ્લડ શુગરનું સ્તર વધારી શકે છે.
4 ) જામફળ એક ઠંડી તાસીરનું ફળ છે. એટલા માટે શરદી અને ઉધરસ થવા પર જામફળનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય રાત્રીના સમયે જામફળનું સેવન ભૂલથી પણ ન ખાવું જોઈએ. તેનાથી ઠંડી પણ લાગી શકે છે. જેના કારણે પાચન સિસ્ટમ પણ બગડી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી