ઉનાળામાં દરેક લોકોને કેરી ખાવાનું પસંદ હોય છે. કારણ કે કેરી એ ઉનાળાનું બેસ્ટ ફળ છે. પરંતુ જો તમે કેરીનું સેવન કરો છો તો તેનું સેવન કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કેરીને હંમેશા પલાળીને રાખવી અને પછી જ તેનું સેવન કરવું.
બજારમાં કેરી આવવાનું શરુ થઈ ગયું છે. નાનાથી માંડીને મોટાઓ દરેકને કેરી ખાવાનું ગમે છે. ઘણા લોકો કેરીને સમારીને ખાય છે તો ઘણા કેરીને ગોટલી સહીત ચૂસીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ એક વસ્તુ છે જેના પર કોઈએ ધ્યાન નહિ આપ્યું હોય, કેરી ખાતા પહેલા અક્સર મમ્મી કે દાદી કેરીને થોડી વાર પાણીમાં પલાળીને રાખે છે. તેનાથી શું થાય છે. આ સવાલ દરેકને થાય છે. વાસ્તવમાં તેની પાછળ પોષણ અને આયુર્વેદિક કારણ છે.
કેરી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. તે પોષક તત્વોથી ભરપુર છે. કેરી ખાવાથી શરીરની પ્રતિરક્ષા પ્રણાલી મજબુત બને છે. પાચન અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. આ સિવાય આંખ, વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. કેરીના બધા જ ફાયદાઓ લેવા માટે તેને પાણીમાં થોડીવાર પલાળવી જોઈએ. તેનાથી પોષણ સારું મળે છે.
શું કહે છે એક્સપર્ટ : આરોગ્ય ડાયટ અને એક્સપર્ટ જણાવે છે કે, કેરી ખાતા પહેલા પાણીમાં થોડીવાર પલાળવી જોઈએ. કારણ કે કેરીની તાસીર ઘણી ગરમ હોય છે. પાણીમાં પલાળવાથી તેની તાસીર સામાન્ય થઈ જાય છે. એવામાં પિત્ત પ્રકૃતિના લોકો પણ સીમિત માત્રામાં કેરીનું સેવન કરે. કેરીને ખાતા પહેલા 1 થી 2 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. આયુર્વેદ અનુસાર દરેક પ્રકૃતિના લોકોએ કેરીને પલાળીને ખાવી જોઈએ.
કેરીને ખાતા પહેલા પાણીમાં કેમ પલાળવી જોઈએ ? : 1 ) કેરી પોષક તત્વોથી ભરપુર છે. તેમાં રહેલ તત્વ પાચનમાં સુધાર કરે છે. આંતરડાના સ્વાસ્થ્યમાં પણ સુધાર કરે છે. કેરીમાં ફાઈટીક એસિડ નામનું પ્રાકૃતિક અણુ હોય છે. જે ઘણા નટ્સમાં પણ હોય છે. પાણીમાં પલાળવાથી તેનો વધારાનો ફાઈટીક એસિડ બહાર નીકળી જાય છે. કેરીને પાણીમાં પલાળીને ખાવામાં આવે તો તેનાથી વધુ ગરમી પેદા નથી થતી.
2 ) કેરીમાં વિટામીન સી, બીટા કેરોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ રહેલ હોય છે. આથી ડાયાબિટીસ અથવા વજન ઓછું કરવા માંગતા લોકો પણ કેરનું સેવન કરી શકે છે. તે ફળનો રાજા છે તે પોષક તત્વોથી ભરપુર છે.
3 ) કેરીની તાસીર બહુત ગરમ હોય છે, તે શરીરમાં ગરમી પેદા કરે છે. તેના વધુ પડતા સેવનથી ત્રણેય દોષ વાત, પિત્ત, અને કફ મુખ્ય રૂપે પિત્ત અસંતુલિત થઈ શકે છે. કેરી ખાવાથી પિત્ત પ્રકૃતિના લોકોમાં ચીડચીડાપન, તણાવ, ચહેરા પર ફોડલા વગેરે લક્ષણ જોવા મળે છે. તેનાથી બચવા માટે કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળીને જરૂર રાખો. પછી જ તેનું સેવન કરો.
4 ) કેરીને પાણીમાં પલાળીને રાખવાથી બધા જ કીટનાશક, અવાંછિત રસાયણ, નીકળી જાય છે. સાથે જ કેરી પર જામેલ ગંદકી, ધૂળ, માટી પણ નીકળી જાય છે. આથી તમે ઘણા પ્રકારના રોગોથી બચી શકો છો.
5 ) કેરીમાં થર્મોજેનીક તત્વ હોય છે. જે શરીરનું તાપમાન વધારે છે. કેરીને પાણીમાં પલાળીને રાખવાથી આ તત્વ ઓછું થઈ જાય છે. જો કેરીને પાણીમાં પળાવવામાં ન આવે તો તેનાથી ત્વચા પર ખીલ, ફોડલી, કબજિયાત અને માથાનો દુખાવો થઈ શકે છે. આ સાથે જ તે આંતરડા સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
આયુર્વેદ અનુસાર તમારી પ્રકૃતિ કોઈ પણ હોય પણ કેરીને હંમેશા પલાળીને જ ખાવી જોઈએ. કેરીને ઓછામાં ઓછી 20 મિનીટ પાણીમાં પલાળવી જોઈએ. તમે 2 કલાક માટે પણ કેરીને પલાળી શકો છો. તેનાથી કેરીની તાસીર સામાન્ય થઈ જશે અને શરીરને નુકશાન પણ ન થાય.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી