મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ દેશી દવાના ઉપયોગથી તમારા શરીરનો ગમે તેવો જુનો રોગ પણ દુર થાય છે. કારણ કે દેશી દવા એ લાંબા ગાળે પણ ખુબ જ સચોટ પરિણામ આપે છે. તેમજ જે તે રોગને જડમૂળ માંથી કાઢી નાખે છે. ડાયાબીટીસ ની વાત કરવામાં આવે તો કહેવાય છે તેની કોઈ દવા નથી. પણ તેને અમુક દવાના સેવનથી કંટ્રોલ કરી શકાય છે. તેવી જ રીતે તમે કેટલીક દેશી દવાના સેવનથી ડાયાબીટીસ ને અસરકારક રીતે કંટ્રોલ કરી શકો છો. તેમજ તેની કોઈ આડઅસર પણ નથી થતી.
શરીરમાં એક વખત ડાયાબીટીસ આવે તો તેનાથી પીછો છોડાવો ખુબ જ મુશ્કેલ છે. મોંઘી મોંઘી દવાઓ ખાવા છતાં પણ શુગર કંટ્રોલ નથી થતું. પણ ઘરે બનેલ એક પાવડર ડાયાબીટીસ મેનેજ કરવામાં મદદ કરી શકે છે. આ દેશી દવાને બનાવવા માટે તમારે મરી, લીલી એલચી ની સાથે અન્ય વસ્તુઓની જરૂર પડે છે.ડાયાબીટીસ ની દવા રૂપે તમે કેટલાક દેશી ઈલાજો પૈકી આ ઉપાય પણ અપનાવી શકો છો. એક્સપર્ટ કહે છે આપણા વડીલો જણાવેલ કેટલાક નુસ્ખાઓ સાયંસ લેવલે પણ સટીક બેસે છે. આવો જ એક ઉપાય એ છે કે હોમમેડ પાવડર. જે બ્લડ શુગર લેવલ વધવાની ગતિને ધીમી કરી દે છે. ચાલો તો જાણી લઈએ ડાયાબીટીસ માટેની આ દેશી દવા કેમ બને છે?
ડાયાબીટીસ નો રામબાણ ઈલાજ:- મરી અને એલચી સાથે બીજું શું જોઈએ?. મરી – 100 ગ્રામ, એલચી – 100 ગ્રામ, બદામ – 100 ગ્રામ, મેથીના દાણા – 2 ચમચી, આંબળાનો પાવડર – 2 ચમચી, કાળા ચણા – 250 ગ્રામ, લીમડાના સુકા પાન – 2 મોટી ચમચી, જાંબુનો પાવડર – 2 મોટી ચમચી.ઉપયોગ કરવાની રીત:- આ બધી વસ્તુઓમાં આયુર્વેદિક ગુણ રહેલા છે જે તમારા શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવામાં તમારી મદ કરે છે. આ બધી વસ્તુઓને એક બ્લેન્ડર માં નાખીને તેનો એકદમ ઝીણો પાવડર બનાવી લો.આ પાવડરને લગભગ એક ચમચી જેટલો પાણીની સાથે ભૂખ્યા પેટે 30 મિનીટ પહેલા લો.જો શુગર લેવલ વધુ રહે છે તો તમે દિવસમાં બે વખત પણ આનું સેવન કરી શકો છો.
ડાયાબીટીસ પર કેવી રીતે હુમલો કરે છે?:- બ્લડ શુગર ના આ હોમમેડ પાવડરમાં બ્લડ ગ્લુકોઝ ને સ્થિર કરનાર હાઈ ફાઈબર હોય છે. જેને ખાવાથી શુગર અચાનક જ નથી વધતું. જયારે બદામ અને મરી માં રહેલ વિટામીન ઈ પાચનને વધારીને ડાયાબીટીસ માં રાહત આપે છે.આ વાતોનું ધ્યાન રાખો:- ગર્ભવતી મહિલાઓ, ડાયાબીટીસ ની દવા લેતા દર્દીઓ અથવા હાર્ટ પેશેન્ટ આ ઉપાયને કરતા પહેલા એક વખત કોઈ ડોક્ટરને અથવા કોઈ એક્સપર્ટની જરૂરથી સલાહ લે. આમ રીતે ડાયાબીટીસ ના રામબાણ ઈલાજ રૂપે તમે આ હોમમેડ ઈલાજ અપનાવી શકો છો. દેશી દવા તમારા ડાયાબીટીસ લેવલને કંટ્રોલ કરવામાં ખુબ જ મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી