દરરોજ ખાલી પેટે ખાઈ લો ફક્ત 1 ટુકડો… આજીવન નહીં આવે આવી બીમારીઓ અને મોંઘુ દવાખાનું…

શું તમે વધતાં જતાં વજનથી હેરાન છો, કબજિયાતથી રાત્રે નીંદર આવતી નથી અને આ કોરોના કાળ દરમિયાન તમે તમારી ઇમ્યુનિટીને વધારવા માંગો છો ? તો, તમે હેરાન ન થાવ, કારણ કે હંમેશાની જેમ આજે પણ અમે તમારા માટે સારો ઉપાય લઈને આવ્યા છીએ, જે કારણથી આ સમસ્યાઓ સિવાય, તમે તમારી હેલ્થ, બ્યુટી અને વાળને લગતી ઘણી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. જી હા, અમે નાળીયેરની જ વાત કરી રહ્યા છીએ, જેનો તમે માત્ર 1 ટુકડો ખાલી પેટે ખાયને જ તમે તમારી અંદર ઘણો બદલાવ જોઈ શકો છો.

નાળીયેર આપણાં ભારતીય અનુષ્ઠાનનો એક ભાગ છે. આ ફળને હિન્દુ ધર્મમાં એક પવિત્ર ફળ માનવામાં આવે છે. આપણે બધા વર્ષોથી નાળીયેર તેલનો ઉપયોગ કરતાં જ આવ્યા છીએ અને નાળીયેર પાણી પણ પીય રહ્યા છીએ. પરંતુ એવું તો ક્યારેક જ થતું હશે કે કાચું નાળીયેર ખાવાનું આપણને કોઈ કહેતું હશે.

જો તમે આ વિષે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે, નાળીયેર સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે અને નાળીયેર ત્વચા અને વાળ માટે પણ ખુબ જ લાભકારી છે. નાળીયેર એક એવું ફળ છે, જેમાં આયર્ન, પોટેશિયમ, કોપર, જિંક અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ દરેક પોષકતત્વો શરીરના ઉચિત કાર્ય માટે જરૂરી છે. આના ઘણા અદ્ભુત ફાયદાઓ વિષે જાણવા માટે આ આર્ટીકલને જરૂરથી વાંચો.

કબજિયાત : કબજિયાત એ ડાયજેસ્ટિવ સમસ્યાઓ માંથી એક છે. જેનાથી આજે ઘણા લોકો હેરાન છે. શું તમે જાણો છો કે, કબજિયાત ક્યારે થાય છે ? કબજિયાત ત્યારે થાય છે, કે જ્યારે ડાયટમાં ફાઈબરની ભરપૂર માત્રા હોતી નથી. પરંતુ તમે ચિંતા ન કરો, કારણ કે કાચા નાળીયેરમાં ફાઈબરની ભરપૂર માત્રા હોય છે અને નાળીયેરને દરરોજ ખાવું એ પેટ માટે ખુબ જ લાભકારી છે. નાળીયેરમાં 61% ફાઈબર હોય છે. આ ડાયજેશનથી જોડાયેલ સમસ્યાને દૂર કરે છે અને બાઉલ મુવમેંટને સારી કરે છે.

બ્લડ શુગર : શું તમે જાણો છો કે, નાળીયેરમાં કાર્બ્સની માત્રા ઓછી હોય છે. આ હેલ્દી ફેટ, ફાઈબર અને એમીનોથી ભરપૂર હોય છે, જે શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. સાથે જ ફાઈબરની માત્રા વધારે હોય છે, જે ડાયજેશનને ધીમું કરે છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.

ઇમ્યુનિટી : આ કોરોનાકાળ દરમિયાન લગભગ દરેક લોકો ચાહે છે કે. તેમની ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય. નાળીયેર એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણથી ભરપૂર હોય છે. કાચું નાળીયેર ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યા દૂર રહે છે. શ્વાસની સમસ્યાવાળી સ્ત્રીઓ માટે નાળીયેરનું સેવન ખુબજ લાભકારી છે.

ત્વચા અને વાળ માટે લાભકારી : કાચા નાળીયેરમાં ગુડ ફેટની માત્રા વધારે હોય છે, જે આપણાં વાળ અને ત્વચા માટે ખુબજ લાભકારી છે. આ ફેટ સામગ્રી તમારી ત્વચાને પોષણ આપે છે અને તે સ્મૂથ અને હાઈડ્રેટેડ રાખે છે. આ તમારા ચહેરા પરથી ડ્રાઈનેસને પણ દૂર કરે છે, જે સમયથી પહેલા થવા વાળા એજિંગના સૌથી સામાન્ય કારણમાંથી એક છે. આ સિવાય કાચા નાળીયેરમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે કોઈપણ ત્વચા સંબંધી સમસ્યાને દૂર કરે છે, જેમકે મોં માં પડેલ ચાંદા. નાળીયેર વાળની હેલ્થ માટે પણ સારું માનવામાં આવે છે, આ તમારા વાળને હેલ્દી રાખે છે અને સ્કેલ્પ સંબંધી ઘણી સમસ્યાથી બચાવે છે.

વેટ લોસ : જેમકે, અમે તમને પહેલા જણાવ્યુ હતું કે, નાળીયેરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને નાળીયેરનું વધુ સેવન કરવાથી વેટ લોસમાં મદદ થાય છે. તમને થઈ રહ્યું હશે કે એ કઈ રીતે ? તો અમે તમને જણાવી દઈએ કે, ફાઈબર તમારા પેટને ઘણા સમય સુધી ભરેલું રાખે છે. કાચું નાળીયેર હોવાના કારણે તમને પૂર્ણતાનો અનુભવ થાય છે અને તમે અનહેલ્દી સ્નેક્સ ખાવાથી બચો છો. અને આ રીતે તમને વેટ લોસ કરવામાં મદદ મળે છે. સાથે જ, નાળીયેર ખાવાથી શરીરની ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ મળે છે.

હૃદય : હૃદયને હેલ્દી રાખવા માટે, આપણે શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ રાખવું એ જરૂરી છે. નાળીયેરનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. નાળીયેર હૃદય રોગના જોખમથી બચાવે છે.

અલ્જાઇમર : નાળીયેરમાં કેટોજેનિક ગુણ હોય છે, જે અલ્જાઇમરને રોકવામાં મદદ કરે છે. નાળીયેરમાં ફેટ હોય છે, જે ચિકિત્સિય ગુણથી ઓળખવામાં આવે છે. આ તમારા માનસિક સ્વાસ્થ્યને કંટ્રોલ કરે છે.

રોગોનું જોખમ : કાચા નાળીયેરમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે તમારા શરીરની કોશિકાઓને ઑક્સિડેટિવ ડેમેજથી બચાવે છે. તે આગળ જતાં ઘણા રોગોથી બચાવે છે.

કાચા નાળીયેરને ડાયટમાં શામિલ કરવું એ, સ્વાસ્થ્ય માટે ખુબજ સારું છે. ખાલી પેટે નાળીયેરને ખાવું જોઇએ, આ સિવાય જો તમને જ્યારે પણ કઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે નારિયળને જરૂરથી ખાવું જોઇએ. તમે નાળીયેરને દાળ અથવા કરીમાં પણ ઉમેરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment