અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે.
🥣 નાસ્તામાં દહીં ખાવાના આશ્ચર્યજનક ફાયદાઓ.. 🥣
🥣 નિયમિતરૂપે નાસ્તામાં દહીં ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા લાભો મળે છે. મિત્રો સામાન્ય રીતે લોકોને સવારના નાસ્તામાં ચા લેવાની આદત હોય છે પરંતુ સવારે નાસ્તામાં દહીં ખાવાના ફાયદા સાંભળીને તમે નાસ્તામાં દહીં ખાવાનું પસંદ કરશો. આમ પણ મિત્રો ચા કે કોફીના સેવનથી આપણા શરીરને ઘણું નુકસાન થાય છે. જો તે નુકસાનને અટકાવવું હોય અને તમારે અનેક સ્વાસ્થ્ય લાભો જોઈતા હોય તો સવારે તમારે નાસ્તામાં દહીં ખાવાનું ચાલુ કરવું જોઈએ. તો ચાલો જાણીએ કે નાસ્તામાં દહીં ખાવાથી ક્યાં ક્યાં લાભો થાય છે.
🥣 નાસ્તામાં દહીં ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. દહીંથી આપણા શરીરને ભરપૂર કેલ્શિયમ, પ્રોટીન, ઝીંક, વિટામીન બી 12 મળે છે. તેના નિયમિત સેવનથી રોગો સામે લડવાની શક્તિ મળે છે.
🥣 આંબળાના ચૂરણની સાથે દહીંનું સેવન કરવાથી શરીરના બધા રોગ અને દોષ દૂર થઇ જાય છે. દહીંમાં થોડો ગોળ અથવા તો આંબળાનું ચૂરણ મિક્સ કરી ખાવામાં આવે તો દહીં અમૃત સમાન થઇ જાય છે.
🥣 મિત્રો પાચન શક્તિને લગતી બીમારીઓ અત્યારે લોકોને વધી ગઈ છે કારણ કે વ્યાયામ કોઈ કરતુ નથી તેમજ લોકોનું જીવન પણ ખુબ બેઠાડું થઇ ગયું હોવાથી અપચાની સમસ્યા રહે તે સ્વાભાવિક છે. પરંતુ તે અપચો દૂર કરવા માટે પણ દહીં ફાયદાકારક છે. તેના માટે તમારે તેમાં બે વસ્તુ નાખીને તેનું નિયમિત સેવન કરવાનું રહેશે. એક ચમચી જીરૂ લઇ તેને શેકી લો અને શેક્યા બાદ તેને પીસી લો. ત્યારબાદ બે થી ત્રણ કાળા મારી લઇ તેને પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ આ બંને પાવડર દહીંમાં ઉમેરી તેનું સેવન કરવું. તેનાથી અપચો દૂર થશે અને ભોજન ઝડપથી પચવા લાગશે.
🥣 આધાશીશીનો દુઃખાવો હોય મતલબ કે માથાનો દુઃખાવો સૂર્યની સાથે વધે અથવા તો ઘટે છે તો તેને આધાશીશીનો દુઃખાવો કહેવામાં આવે છે. પરંતુ મિત્રો દહીં સાથે ભાત ખાવાથી આ દુઃખાવો પણ દૂર થાય છે. સૂરજ ઉગતાની સાથે જો તમને દુઃખાવો ચાલુ થતો હોય તો દુઃખાવો ચાલુ થયા પહેલા તમારે દહીં સાથે ભાતનું સેવન કરવાનું રહેશે.
🥣 બાળક માટે સૌથી સારું ભોજન છે. માં ના દૂધ પછી બાળક માટે સૌથી ઉત્તમ ભોજન છે દહીં. જે બાળકને માતાનું દૂધ નથી આપવામાં આવતું તેને દહીં આપવું જોઈએ.
🥣 વજન ઘટાડે છે. શરીરમાં વધેલી ચરબી પોતાની સાથે ઘણી બધી બીમારીઓને સાથે લઈને આવે છે. દહીંમાં કેલ્શિયમ હોય છે તે ફેટ એટલે કે ચરબી જમા થવા દેતું નથી. એક શોધ મૂજબ રોજ સવારે પાંચ ચમચી દહીં ખાવાથી પેટ ઘટે છે તેમજ વધારાની ચરબી જમા નથી થતી.
🥣 વિટામીન ડી અને બી 12 યુક્ત દહીંમાં બધા ગુણો રહેલા છે. દહીંમાં કેલ્શિયમ રહેલું છે જેનું સેવન આપણા હાડકાને મજબુત બનાવે છે. આ ઉપરાંત દહીં ખાદ્ય પદાર્થને પાચન કરવા માટે સૌથી સારું છે. કારણ કે તે કોઈ પણ પ્રકારનું જમવાનું પચાવી શકે છે. કારણ કે દહીં ભોજન પ્રણાલીને સક્રિય રાખે છે.
🥣 નિયમિત એક વાટકો દહીંનું સેવન તમને એસીડીટીથી દૂર રાખે છે. માટે જે લોકોને એસીડીટીની સમસ્યા રહે છે તેમણે તેમના ભોજનમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.
🥣 વાળ ખરવાની સમસ્યા પણ દહીંની મદદથી દૂર થાય છે. ખાટા દહીંને વાળમાં લગાવી તેની માલીશ કરવાથી વાળ ખરવાનું બંધ થઇ જાય છે. આ ઉપરાંત જે લોકોના વાળ મૂળમાંથી ખરી ગયા હોય અને ટાલ પડી ગઈ હોય તે લોકોએ દહીંને તાંબાના વાસણમાં એટલું ઘસવું કે દહીંનો રંગ બદલાય જાય ત્યારબાદ તે દહીં પ્રભાવિત જગ્યાયે લગાવવાથી વાળ ફરીથી ઉગી જાય છે.
🥣 પેટમાં ગેસ થતો હોય તેના માટે પણ દહીં ફાયદાકારક છે. દહીંની છાસ પીવાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે. આંખમાં થતી રતુમણીની સમસ્યામાં પણ દહીં લાભદાયી છે. તેના માટે દહીંના પાણીમાં કાળા મરી પીસીને તેમાં મિક્સ કરી તે પાણી આંખમાં આંજણની જેમ લગાવવાથી તે ઠીક થઇ જાય છે.
🥣 જીભમાં આવતા સોજામાં પણ દહીં ફાયદાકારક છે. રોજ સવારે દહીંમાં પાણી ઉમેરી તેના કોગળા કરવાથી જીભમાં થતી બળતરા તેમજ સોજો દૂર થઇ જાય છે.
🥣 આ ઉપરાંત દહીં હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ આ બંને તત્વો હાડકા અને દાંત માટે ખૂબ જ જરૂરી તત્વો છે. આ તત્વો દહીંમાંથી ભરપૂર માત્રમાં મળી રહે છે. જેથી દહીંનું રોજ નાસ્તામાં સેવન કરવાથી હાડકા અને દાંત બંનેને લાભ થાય છે. જે લોકોને ગઠીયા એટલે કે સંધિવા જેવા રોગો છે તે લોકો માટે દહીં ફાયદાકારક છે.
🥣 સ્વસ્થ હૃદય માટે, આજની ભાગદોડ ભરી જિંદગીમાં જંક ફૂડ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય જોખમાય છે. પરંતુ મિત્રો તમે નિયમિત જો નાસ્તામાં એક વાટકો દહીંનું સેવન કરો તો હૃદય સંબંધી બીમારીઓથી દૂર રહેશો. દહીં શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડે છે અને હાઈ બ્લડપ્રેશરને પણ ઘટાડે છે. જેથી હૃદય સ્વસ્થ રહે છે.
🥣 તો મિત્રો આ હતા સવારે નાસ્તામાં દહીંનું સેવન કરવાના ફાયદાઓ. તો આજ્થી જ નાસ્તામાં ચા ની જગ્યાએ એક વાટકો દહીં લેવાનું ચાલુ કરો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી