મીત્રો તમે થેરેપી વિશે કદાચ જાણતા હશો. કેટલીક થેરેપી એવી હોય છે જેના અનેક ફાયદાઓ હોય છે. તેનાથી તમારું શરીર એક રીલેક્સનો અનુભવ કરે છે. તેમજ તેને કરવાથી તમારા શરીરને એક પ્રક્રરની સ્ફૂર્તિ મળે છે. આજે અમે તમને કપીંગ થેરેપી વિશે જણાવીશું. આ થેરેપી એવી છે જેને કરવાથી તમારું શરીર સુંદર બને છે.
શરીરને આરામ પહોચાડવા માટે કપીંગ થેરેપી એક ખુબ જ અસરકારક ઉપાય છે. આ એક ચાઇનીઝ થેરેપી છે. જેમાં કપમાં વેક્યુમ બનાવીને શરીર પર થોડા સમય માટે લગાવવામાં આવે છે. આ થેરેપીથી તમે ઘણી બીમારીઓના ઈલાજ કરી શકો છો. ચાલો તો આ થેરેપી વિશે વિસ્તારથી જાણી લઈએ.કેવી રીતે કરવામાં આવે છે આ કપીંગ:-
ફાયર કપીંગ:- આ પ્રકારની થેરેપી માટે ઘણા રૂના ગોળામાં શરાબ નાખીને તેમાં આગ લગાવવામાં આવે છે. ત્યાર પછી કપની અંદર આ આગનો ધુમાડો નાખીને કપને પીઠા ને ખંભા પર લગાવવામાં આવે છે. ધુમાડાના દબાણને કારણે કપની અંદર શરીરની સ્કીન કપની અંદર ખેચાઇ જાય છે. આ ઠેરેપીને મોટાભાગે સ્કીનને લગતી સમસ્યાઓને હલ કરવા માટે કરવામાં આવે છે.
ડ્રાય કપીંગ:- આ કપીન્ગમાં ખાલી કપને સ્કીન પર એવી ટેકનીક સાથે રાખવામાં આવે છે કે કપની અંદર વેક્યુમ પેદા થઇ જાય છે. આ પ્રક્રિયાથી શરીરનું ખરાબ લોહી કપના સ્થાન પર એકઠું થવા લાગે છે. જેને એક ચેકો મૂકીને બહાર કાઢી લેવામાં આવે છે. તેનાથી શરીરનું અશુદ્ધ લોહી બહાર નીકળી જાય છે.વેટ કપીંગ:- ઘણા ખાસ તેલમાં કપને ડુબાડીને સ્કીનના ઘણા એક્યુપ્રેશર બિંદુઓ પર રાખવામાં આવે છે. સ્કીનમાં ખેચાણ આવવાને કારણે સ્નાયુઓનો દુખાવો પણ ધીમેધીમે ઓછો થવા લાગે છે. આ સિવાય આ થેરેપી શરીરને સુકુન પણ આપે છે.
અન્ય પ્રકારના ફાયદાઓ:-
1) બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે:- આ થેરેપીથી શરીરના લોહીનું સંચાર સારી રીતે થાય છે. જે સ્થાન પર કપીંગ કરવામાં આવે છે તે સ્થાન પરના સ્નાયુઓનેઘણી રાહત મળે છે. 2) સ્કીનની સુંદરતા બની રહે છે:- કપીંગ થેરેપી સ્કીનને ઘણો ફાયદો આપે છે. તેનાથી ખીલ અને ડાઘની સમસ્યાઓ પણ દુર થઇ જાય છે. સાથે જ બ્લડ સર્ક્યુલેશન સારી થવાના કારણે સ્કીનમાં પણ ગ્લો આવી જાય છે.
3) શરીરનું ડીટોક્સીફીકેશન:- શરીરની અંદર ઘણા પ્રકારની ગંદકી એકથી થઇ જતી હોય છે. આ થેરેપી લેવાથી અશુદ્ધ લોહીને બહાર કાઢીને શરીરને ડીટોકસીફાઈ કરી શકાય છે.
4) એન્ટી એન્જીગ માટે અસરકારક:- થેરેપી થી અંદરની સફાઈ થઇ જાય છે. જે એક ખુબ જ સારો અને અસરકારક એન્ટી એન્જીંગ માટે ખુબ જ ફાયદાકારક છે. આ થેરેપીથી સ્કીનને રીપેર કરી શકાય છે. સતત આ થેરેપીને લેવાથી સ્કીન ઘણી ટાઈટ અને સુંદર બની જાય છે.5) તનાવ દુર કરે છે:- આ થેરેપી થી શરીર તનાવ મુક્ત થઇ જાય છે. પ્રોફેશનલ કપીંગ ના સેશનમાં આખા શરીરમાં કપીંગ અને મસાજ મસલ્સ ની સાથે તમારા મગજ ને પણ રાહત મળે છે.
આ વાતનું ધ્યાન રાખો:- કપીંગ કરાવતા પહેલા એ નક્કી કરી લો કે તમે જેની પાસે થેરેપી લઇ રહ્યા છો તે પ્રોફેશનલ છે અથવા તો નહી. આ થેરેપીને કરવા માટે ઘણી વખત શરીરના ઘણા એક્યુપ્રેશર પોઈન્ટ્સ નું સાચું જ્ઞાન હોવું જોઈએ. કોઈ અનપ્રોફેશનલ પાસે કરાવવાથી વધુ દુખાવો અને બેઅસર પણ થઇ શકે છે. ફાયર થેરેપી ને જો કોઈ પ્રોફેશનલ પાસે ન કરાવવામાં આવે તો તમારી સ્કીન પણ બળી શકે છે. સાથે જ કોઈ એવા વ્યક્તિ પાસે થેરેપી લો જેને આ થેરેપીના નિર્ધારિત સમયની જાણકારી હોય.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી