કમાણી ની બાબતમાં રોનાલ્ડોએ સર્જ્યો ઈતિહાસ, કમાણી જાણી ને ચોંકી જશો

મિત્રો તમે રોનાલ્ડો વિશે તો જાણતા હશો. તેઓ ફૂટબોલની દુનિયામાં ખુબ જાણીતું નામ છે. ફૂટબોલની મેચ તેના વગર જામતી નથી. તેમનું પૂરું નામ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે. તે જુવેટસ તરફ થી રમનાર ખેલાડી છે. ફૂટબોલની દુનિયામાં અનેક ઈતિહાસ સર્જવામાં તેમનો ખુબ મોટો ફાળો રહ્યો છે. આથી જ આજે આખી દુનિયા તેને ઓળખે છે. પોતાની સંઘર્ષ ભરેલા સફરમાં તેઓએઅનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 

રોનાલ્ડોએ જેલ ફૂટબોલની દુનિયામાં અનેક ઈતિહાસ સર્જ્યા છે તેમાં તેઓએ હવે ખેલના મેદાન સિવાય વ્યવસાય ના ક્ષેત્રે પણ ઘણા ઈતિહાસ સર્જવાની પ્રક્રિયા શરુ કરી છે. 35 વર્ષીય રોનાલ્ડો પોતાના પ્રતિસ્પર્ધી લીઓનેલ મેસી સામે કમાણીની બાબતમાં ખુબ આગળ વધી ગયા છે. રોનાલ્ડો પુર્તગાલ ના કેપ્ટન છે. જો કે હાલ કોરોના વાયરસ ને કારણે પોતાની ઓછી ફીસ લેવા છતાં તે દુનિયાના સૌથી પહેલા અરબપતિ ફૂટબોલર બની ગયા છે. 

જાણવા મળતી માહિતી મુજબ રોનાલ્ડો ની હવે કુલ કમાણી  100 મિલિયન ડોલર (7 અરબ) થી પણ વધારે છે. રોનાલ્ડોના એક બિલિયન ડોલર ના કેરિયરની કમાણીનો આંકડો પાર કરનાર ત્રીજા સ્પોર્ટ્સ સ્ટાર બની ગયા છે. જો કે હજી પણ તેઓ ખુબ સક્રિય રીતે રમી રહ્યા છે. 

આ વિશે વધુ જાણવા મળતી વિગત અનુસાર 1 જુન 2019 થી લઈને 1 જુન 2020 સુધીમાં રોનાલ્ડો ની કમાણી શુલ્ક થી પહેલા જ 105 મિલિયન ડોલર થઈ ચુકી હતી. જેના દ્રારા તેને એક બિલિયન ડોલર નો આંકડો પાર કરવામાં મદદ મળી હતી. તેમના પહેલા ગોલ્ફ ના ખેલાડી ટાઈગર વુડ્સ 2009 માં અને અમેરિકા ના પ્રોફેશનલ મુક્કાબાજ ફ્લોયડ મેવેદર 2017 માં આ ઉપલબ્ધિ મેળવી ચુક્યા છે. 

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે રોનાલ્ડો પોતાના 17 વર્ષના કેરિયર દરમિયાન એક પ્રો ફૂટબોલરના રૂપે પીચ પર 650 મિલિયન ડોલરની કમાણી કરી છે. અને જો તેઓ આ રીતે જ જુવેટસ કોન્ટ્રેકટ શરુ રાખે છે તો તેઓ કુલ 765  મિલિયન ડોલર સુધીની કમાણી કરી શકે છે. 

આ ઉપરાંત રોનાલ્ડો 5 વખત બેલન ડી ના વિજેતા અને 5 વખત ચેમ્પિયન લીગ નો ખિતાબ જીતી ચુક્યા છે. અને તેઓ સોશિયલ મીડિયા દ્રારા પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. રોનાલ્ડો કમાણીની બાબતમાં 2020 માં ફોબ્ર્સ સેલીબ્રીટી ના 100 લોકોમાં ચોથા સ્થાન પર પહોચી ગયા છે. તેમજ તેના પ્રતિસ્પર્ધી કહેવાતા બાર્સીલોના ના મહાન લીયોનેલ મેસી પાંચમા સ્થાન પર છે. 

આમ રોનાલ્ડો કમાણીની બાબતમાં આજે દુનીયાના સૌથી પહેલા અરબપતિ બનનાર ફૂટબોલર ખેલાડી બની ચુક્યા છે. 

Leave a Comment