છેવટે કોણ બનશે બૂમરાહની દુલ્હન ? ત્રણમાંથી આ એક્ટ્રેસનું નામ છે સૌથી ઉપર | આ ત્રણ માંથી કોના ઘરે વાગશે લગ્નના ઢોલ..

મિત્રો મોટાભાગના લોકોને ક્રિકેટમાં રસ હોય છે. આથી ક્રિકેટના દરેક ખેલાડીઓ વિશે તમે માહિતી રાખતા હશો. તેમજ ક્યો ખેલાડી ક્યારે રમશે, ક્યારે નહિ રમે, તેવી જ રીતે ક્યારે તેના લગ્ન થશે, ક્યારે તેની સગાઈ થશે વગેરે વિશે તમે જાણવા ઉત્સુક હોય છે. ભારતીય ટીમમાં ખુબ ફાસ્ટર બોલર જસપ્રીત બુમરાહ વિશે સાંભળવા મળ્યું છે કે, તે આવતા અઠવાડિયે લગ્ન કરી રહ્યો છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

3 માર્ચથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચના પહેલા ટીમના દિગ્ગજ ખિલાડી જસપ્રીત બૂમરાહએ પર્સનલ કારણથી પોતાનું નામ પાછું લીધું હતું. પરંતુ કોઈને ખબર નથી કે છેલ્લે બૂમરાહએ આટલી મહત્વપૂર્ણ મેચ પહેલા પોતાનું નામ શા માટે પાછું લીધું ? પરંતુ હવે આ રાઝથી પડદો ઉઠી ગયો છે. BCCI એ ટ્વિટથી સાફ કહી દીધું છે કે ક્રિકેટર આ અઠવાડિયામાં લગ્ન કરવા જઈ રહ્યો છે. એટલે પોતાના લગ્નની તૈયારી માટે આ ક્રિકેટરે મેચમાંથી રજા લીધી છે. તો ચાલો જાણીએ કે કેવો હશે વેડિંગ પ્લાન….ઈન્ડિયા-ઈંગ્લેન્ડની વચ્ચે થવાની 4 ટેસ્ટ મેચ પહેલા જ જસપ્રીત બૂમરાહએ પોતાનું નામ પાછું લઈ લીધું. પરંતુ કોઈને એનું કારણ ખબર નથી. પરંતુ હવે બીસીસીઆઇએ આ પાછળનું  કારણ બતાવી દીધું છે.

બીસીસીઆઇ એ જણાવી દીધું કે, બૂમરાહ લગ્ન કરવા જઈ રહ્યો છે. પોતાના લાઇફની મોટી ઇવેંટની તૈયારી કરવા માટે થોડો સમય જોઈએ જ. એટલા માટે એમને પોતાનું નામ 4 મેચમાંથી હટાવવાની વિનંતી કરી હતી. એટલા માટે એને મેચમાંથી રેસ્ટ આપવામાં આવ્યો છે.બૂમરાહના લગ્નની તારીખ તો ફિક્સ થઈ ગઈ છે. પરંતુ તેની સાથે જોડાયેલી માહિતી હજુ સુધી સામે આવી નથી. કહેવામાં આવ્યું છે કે, બીજા અઠવાડિયામાં છેલ્લે બૂમરાહ લગ્નના બંધનમાં બંધાય જશે. જો કે તારીખ હજુ નક્કી નથી.

માત્ર લગ્નની તારીખને ગુપ્ત રાખવામા આવી છે પરંતુ એ પણ નક્કી નથી કે કોણ બની રહી છે બૂમરાહની દુલ્હન. પરંતુ આ લીસ્ટમાં એનું નામ સૌથી ઉપર છે, એ છે તેલગુ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન. અનુપમા અને બૂમરાહનું અફેરના કેટલાક કિસ્સા સામે આવ્યા છે.બૂમરાહ અને અનુપમા બંનેમાંથી કોઈ એ પણ આ અફેર કન્ફર્મ નથી કર્યું. અનુપમાને ફિલ્મ પ્રેમમથી ચર્ચા મળી હતી. એની પછી 2019 માં એનું નામ બૂમરાહ સાથે જોડાવા લાગ્યું હતું. જો કે 2020 માં અનુપમા આ બાબતમાં પોતાની ચુપ્પી તોડી હતી. એમણે કહ્યું હતું કે એ પોતે જાણતી પણ નથી કે બૂમરાહ કોણ છે ? એમને ખાલી એટલું જ ખબર છે કે તે એક ક્રિકેટર છે. બંને વચ્ચે કશું પણ નથી ચાલી રહ્યું.બૂમરાહની દુલ્હનના લીસ્ટમાં બીજું નામ જેનું સાંભળવામાં આવ્યું છે, તે છે ક્રિકેટર પ્રેઝન્ટર સંજના ગણેશ. એમને કેટલાક ક્રિકેટ ટુર્નામેંટ કવર કર્યું છે. સાથે એમને કેકેઆર ફૈન શોને પણ હોસ્ટ કર્યું હતું. સંજના સાથે બૂમરાહનું નામ જોડવામાં આવ્યું હતું.આ લીસ્ટમાં ત્રીજું નામ છે રાશિ ખન્નાનું છે. આ પણ તેલુગુ સિનેમાનો હિસ્સો છે. રાશિએ મદ્રાસ કૈફ જેવી બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. કહેવામાં આવ્યું છે કે, દુલ્હન રાશિ પણ હોય શકે છે. જો કે રાશિને પોતાની અને બૂમરાહના સંબંધને  અફવા ગણાવી હતી.હવે આ તો થોડા દિવસમાં નક્કી થઈ જશે કે બૂમરાહ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પરતું અત્યારે તો એમના ફેન્સ એને લઈને અનુમાન જ લગાવી રહ્યા છે. જોવાનું એ છે કે, કોણ બનશે બૂમરાહની દુલ્હન. અથવા આગળ હજુ સરપ્રાઇઝ જોવા મળશે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment