અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
૬ એવા ક્રિકેટર જેની પાસે છે સરકારી નોકરીઓ. ચાલો જોઈએ તે ક્યાં ક્રિકેટરો છે..
મિત્રો હાલ આપણું ભારત ક્રિકેટ જગતમાં ખુબ જ આગળ છે. આમ તો આપણી રાષ્ટ્રીય રમત હોકી છે પરંતુ આજે હોકી કરતા પણ જો કોઈ રમતને ભારતમાં પ્રાધાન્ય આપવામાં આવતું હોય તો તે છે ક્રિકેટ. આપણા ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા મહાન ક્રિકેટરો થઇ ગયા છે અને હાલમાં પણ મહાન ક્રિકેટરો છે. જેમણે ક્રિકેટ જગતમાં ભારતનું ગૌરવ ખુબ જ વધાર્યું છે.
Image Source :
ક્રિકેટ જગતમાં તેઓનું યોગદાન હોવાને કારણે ભારતીય ટીમના અનેક ખેલાડીઓને સન્માન માટે તેઓને સરકારી નોકરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે એવા છ ક્રિકેટરો વિશે જેને સરકારી નોકરી ભારત સરકાર વતી ભેટમાં આપવામાં આવી છે.
મહેન્દ્રસિંહ ધોની.
ધોની ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના વિકેટકીપર છે. ધોની એ ક્રિકેટ પહેલા ભારતીય રેલવેમાં પણ નોકરી કરેલ છે આ વાતથી તો તમે પરિચિત હશો પરંતુ શું તમે જાણો છો કે ધોની આજે ક્રિકેટની સાથે અન્ય નોકરીમાં પણ પોતાનો સમય આપે છે અને તે પણ એક સરકારી નોકરીમાં. મહેન્દ્ર સિંહ ધોનીનું નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું હતું. તેમનું આ સપનું ક્રિકેટ દ્વારા પૂરું થયું. 2015માં ધોનીને ભારતીય આર્મીમાં લેફટન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ધોની જ્યારે ક્રિકેટમાંથી ફ્રી થાય છે ત્યારે તેઓ પોતાનો સમય ભારતીય આર્મી માટે ફાળવે છે.
Image Source :
સચિન તેંદુલકર.
બીજી વાત એ કે “God of the criket” એટલે કે ક્રિકેટના ભગવાન ગણાતા અને એ ભારત રત્નથી સન્માનિત થયેલા સચિન તેંડુલકર કે જેમને ભારતીય ક્રિકેટની સાથે સાથે વિશ્વ ક્રિકેટમાં પણ તેમનું યોગદાન રહેલું છે. તેમના આ યોગદાનના કારણે ઇન્ડિયન એર ફોર્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને 2010માં તેમને ગ્રુપ કેપ્ટન બનાવ્યા.
Image Source :
ત્રીજું છે હરભજન સિંહ.
મિત્રો હરભજન સિંહને કોણ નથી ઓળખતું જે પોતાની સ્પિનિંગ બોલિંગ માટે ખૂબ પ્રખ્યાત છે. જે બીજા નંબરના સફળ સ્પીનર સાબિત થયેલ છે. જે પંજાબ પોલીસના ડીવાઈએસપીની સેવા આપી રહ્યા છે.
Image Source :
ચોથું છે કપિલ દેવ.
કોઈ મોટી અને મહત્વની ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ ફોર્થ અમ્પાયર તરીકે આવતા કપિલ દેવને લગભગ બધા ઓળખતા જ હશે. જેમણે ૧૯૮૩માં ભારતને પહેલો વર્લ્ડકપ ભારતને અપાવ્યો હતો. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન પણ રહેલા છે અને મહાન ઓલરાઉન્ડર કપિલદેવ પણ આ લિસ્ટમાં જોવા મળે છે. હા, કપિલદેવને પણ 2008માં ઇન્ડિયન આર્મીમાં લેફટનલ કર્નલ બનાવવામાં આવ્યા હતા.
Image Source :
પાંચમું છે ઉમેશ યાદવ.
ભારતીય ટીમના ફાસ્ટ બોલરમાં તેમનું નામ આવે છે. ઉમેશ યાદવનું નાનપણથી જ સપનું હતું કે પોલીસ કે ફોજમાં નોકરી કરે. પરંતુ તેમનું આ સપનું પુરૂ પૂર્ણ થયું નહીં. પરંતુ 2017 માં તેમને એક સરકારી નોકરી મળેલી છે. ઉમેશ યાદવ ક્રિકેટ રમવાની સાથે RBI માં અસિસ્ટન્ટ મૅનેજરની નોકરી કરે છે.
Image Source :
છઠું જોગિન્દર શર્મા.
જેને 2007 માં પાકિસ્તાનની સામે ટી-ટ્વેન્ટીના ફાઈનલ છેલ્લી ઓવર ફેકી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોગિન્દર શર્માનું કરિયર બહુ લાંબુ ચાલ્યું નહિ. પરંતુ હાલના સમયમાં તે હરિયાણા પોલીસના ડીવાયએસપી તરીકે કાર્યરત છે. જોગિન્દર શર્માએ મેચમાં છેલ્લી ઓવરમાં વિકેટ લઈને ભારતીય ટીમને પાંચ રનથી જીત અપાવી હતી.
તો મિત્રો તમને આ અમારી માહિતી કેવી લાગે તે કમેન્ટમાં જરૂર જણાવશો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી