આજના સમયમાં લોકો પોતાના દેખાવને લઈને કંઈક વધારે જ પસેસીવ કે સ્વાર્થી થઈ ગયા છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે પોતે ખૂબ સૂરત હોય, પોતાની પર્સનાલિટી એટ્રેક્ટિવ હોય અને બીજા કરતાં વધુ સારા દેખાવા માટે અનેક પ્રકારની સર્જરીઓ અને ઓપરેશનો તથા ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. સામાન્ય રીતે આપણે વજન ઘટાડવા, ત્વચાની સર્જરી, પ્લાસ્ટિક સર્જરીની વાત તો સાંભળી છે, પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે હાઈટ વધારવા માટે પણ ઓપરેશન કરવામાં આવે છે? જી હા, હાલમાં જ હાઈટ વધારવા માટેના ઓપરેશનનો ક્રેઝ વધી રહ્યો છે. ગૂગલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ અને મેટા જેવી ટેક કંપનીઓના સોફ્ટવેર એન્જિનિયરોમાં હાઈટ વધારવાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. આ ઓપરેશનથી પગની લંબાઈ 3 થી 6 ઇંચ સુધી વધારી શકાય છે.
હાઈટ વધારવાનું ઓપરેશન કરતી સંસ્થાના સ્થાપક કેવિન ડેબીપાર્સેડે હસતાં-હસતાં જણાવ્યું હતું કે ‘હાલમાં મારી પાસે એક નવી ટેક કંપની શરૂ કરી શકું એટલા ટેક દર્દીઓ છે. 20 દર્દી તો ઓપરેશન માટે વેઇટિંગમાં છે. તો માઇક્રોસોફ્ટ કંપનીના મોટા ભાગના કર્મચારીઓ ઓપરેશન માટે મારી પાસે આવ્યા છે. ગૂગલ, એમેઝોન અને ફેસબુકના ઘણા સોફ્ટવેર એન્જિનિયરોએ પણ આ ઓપરેશન કરાવ્યું છે. તો અત્યારસુધીના સૌથી વધુ ઓપરેશન કોરોનાના સમયમાં કરવામાં આવ્યાં હતાં.’1) કંઈક આવી છે ઓપરેશનની સમગ્ર પ્રક્રિયા:- સૌથી પહેલા ડોક્ટર દર્દીની જાંઘનું હાડકું તોડે છે. બાદમાં એમાં મેટલ નેલ નાખીને એડજસ્ટ કરવામાં આવે છે. ઓપરેશનના ત્રણ મહિના સુધી આ મેટલ નેલને ચુંબકીય રિમોટ કંટ્રોલથી ધીમે ધીમે લંબાવવામાં આવે છે. આ પછી હાડકાંને મજબૂત થવામાં મહિનાઓનો સમય લાગે છે. ઓપરેશન કરાવનાર એક સોફ્ટવેર એન્જિનિયરે જણાવ્યું હતું કે ઓપરેશન બાદ તે ત્રણ મહિના સુધી ઘરે રહ્યો હતો.
2) ઓપરેશનથી હાડકાં નબળાં થાય છે:- ઓપરેશન કરનાર સર્જન કહે છે, તે કોઈ ખેલાડીને હાઈટ વધારવાનું આ ઓપરેશન કરવાની સલાહ નથી આપતા. આ ઓપરેશનથી હાઈટ તો વધે છે, પરંતુ હાડકા નબળા થઇ જાય છે, જેને કારણે ચાલવામાં અને દોડવામાં સમસ્યા થાય છે. તો જે લોકોએ ઓપરેશન કરાવ્યું છે તે લોકો પણ આ વાતનો ઉલ્લેખ નથી કરતા.3) 3 થી 6 ઇંચ સુધી ઊંચાઈ વધે છે:- હાઈટ વધારતા આ ઓપરેશનમાં લગભગ 60 લાખનો ખર્ચ થાય છે. સર્જન જણાવે છે કે આ ઓપરેશનથી 3 થી 6 ઇંચ સુધીની હાઈટ વધારી શકાય છે. અમેરિકાના લાસ વેગસમાં રહેતા અને મોટી-મોટી ટેક કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે આટલા પૈસાનો ખર્ચ કરવો કોઈ મોટી વાત નથી.
4) આ ઓપરેશનનો મહિલાઓ કરતાં પુરુષોમાં વધારે ક્રેઝ:- કેવીન ના જણાવ્યા પ્રમાણે, આ ઓપરેશન કરાવવામાં મહિલાઓની સંખ્યા બહુ જ ઓછી છે, તેમની તુલનાએ પુરુષો વધારે આ ઓપરેશન કરાવે છે. આ ઓપરેશન મોંઘું હોઈ ફક્ત પૈસાદાર લોકો જ કરાવે છે. આ ઓપરેશન સોફ્ટવેર એન્જિનિયરો ઉપરાંત કેટલીક કંપનીઓના સીઈઓ, ફિલ્મોના કલાકારો અને ફાઈનાન્સ પ્રોફેશન સાથે સંકળાયેલા લોકો કરાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી