મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ શિયાળો ચાલી રહ્યો છે. એટલે મોટાભાગના લોકોને કબજિયાતને લગતી પરેસાની રહે છે. અને જો વારંવાર કબજિયાત રહે તો શરીરમાં અન્ય બીમારીઓ જલ્દી થાય છે. અને તમારું સ્વાસ્થ્ય બગડે છે. આથી શરીરને તંદુરસ્ત રાખવા માટે પેટ સાફ આવવું ખુબ જ જરૂરી છે. આથી આ સમયે તમારે એવા ફૂડસ નું સેવન કરવું જોઈએ જેનાથી તમારું પેટ સાફ આવે અને કબજીયાત ની કોઈ તકલીફ ઉભી ન થાય. ચાલો તો આપણે આ લેખમાં એવા કેટલાક ફૂડસ વિશે જાણી લઈએ જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
શિયાળો આવતા જ કબજિયાતની સમસ્યા ઘણી વધી જાય છે. ઘણા લોકો તો આ સમસ્યાથી એટલા પરેશાન થઈ જાય છે કે તેમનું દરરોજનું કામ કરવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારની દવાઓ લેવાનું શરૂ કરી દે છે. આ દવાઓ થોડા દિવસો સુધી તો આરામ આપે છે, પરંતુ નિયમિત તેનું સેવન કરવાથી તેની ટેવ પડવાની સાથે સાથે તે શરીર માટે પણ નુકસાનદાયક થઈ શકે છે. એવામાં શિયાળો શરૂ થતાં જ ડાયેટમાં જો તમે આ ફૂડ્સનો સમાવેશ કરી લો છો, તો કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને ઇમ્યુનિટી પણ મજબૂત બને છે. તેમજ આ ફૂડથી આંતરડામાં જુનો મળ કે કચરો ફસાયેલો હોય તો તેને પણ ઉખાડીને મળ માર્ગે કાઢી નાખશે બહાર. આ ફૂડ્સ પાચનતંત્રને મજબૂત કરીને પેટને સાફ રાખવામા મદદ કરે છે. આવો જાણીએ આ ફૂડ્સ વિષે.
1) ખજૂર:- શિયાળામાં ખજૂર ખાવી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેને ડાયેટમાં સમાવિષ્ટ કરવાથી ઇમ્યુનિટી મજબૂત થવાની સાથે સાથે કબજિયાત પણ દૂર થાય છે. ખજૂરને તમે દૂધમાં ઉકાળીને સરળતાથી ખાઈ શકો છો. નિયમિત તેને ખાવાથી પેટ સાફ રહે છે અને મળ ત્યાગ કરવામાં પણ સરળતા રહે છે. ખજૂરમાં પ્રોટીન, કેલ્શિયમ, ફૉસ્ફરસ અને ઝીંક વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. ખજૂર ખાવાથી ઋતુગત બીમારીઓથી પણ શરીરની રક્ષા થાય છે.2) આમળા:- શિયાળામાં આમળા બજારમાં ઘણી માત્રામાં મળે છે. કબજિયાતની સમસ્યા થાય ત્યારે તેને ખાવા માટે 1 ચમચી આમળા પાવડરને નવશેકા પાણી સાથે લેવું. આમળા ખાવાથી વાળ મજબૂત થવાની સાથે સાથે લાંબા સમય સુધી કાળા પણ રહે છે. આમળા ઇમ્યુનિટીને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. આમળામાં પ્રચુર માત્રામાં આયરન, પોટેશિયમ, વિટામિન સી વગેરે જોવા મળે છે.
3) ઘી:- ગાયનું ઘી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. શિયાળામાં કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે એક ગ્લાસ ગરમ ગાયના દૂધમાં એક નાની ચમચી ગાયનું ઘી મિક્સ કરીને પીવાથી કબજિયાત દૂર થાય છે. તે પેટને સાફ કરવામાં મદદ કરે છે. ગાયનું ઘી સ્ટૂલને સોફ્ટ બનાવે છે. 4) કિશમિશ:- કિશમિશ શરીર માટે ખૂબ જ હેલ્થી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયરન અને ફાઈબર જોવા મળે છે. કિશમિશ ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને બાઉલ મુવમેંટ સરખી થાય છે. તેને નિયમિત ખાવાથી મળ ત્યાગ કરવામાં સરળતા થાય છે. કિશમિશ ખાવા માટે રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે આ કિશમિશને ખાવી. તે પેટને હેલ્થી રાખવામા મદદ કરે છે.
5) મેથીના દાણા:- મેથીના દાણા કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા થાય ત્યારે 1 ચમચી તેના પાવડર સાથે નવશેકા પાણીમાં નિયમિત રીતે લેવાથી કબજિયાત દૂર થાય છે અને પેટ પણ સાફ રહે છે. મેથીના બીજ શરીરને હેલ્થી રાખવામા મદદ કરે છે. શિયાળામાં આ બધા જ ફૂડ્સ કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમારી સમસ્યા 1 કે 2 દિવસમાં દૂર ન થાય તો, ડોક્ટરને બતાવીને પછી જ દવા લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી