આપણે જાણીએ છીએ કે જયારે પેટમાં કબજિયાતની તકલીફ થાય છે ત્યારે મળ પાસ કરવામાં ખુબ જ કઠિનાઈ અનુભવાય છે. જેને કારણે ઘણી વખત મળની સાથે લોહી પણ નીકળે છે. અને જો આવું વારંવાર થાય તો તે બવાસીરની નિશાની માનવામાં આવે છે. આથી તેનો સમય રહેતા ઈલાજ કરવો જરૂરી છે. પણ શું તમે જાણો છો કે ઈંગ્લીશ ટોઇલેટ તમારા પેટને બગાડે છે. જેને કારણે કબજિયાત થાય છે, પછી બવાસીર થાય છે અને અંતમાં ફિશર થાય છે.
વેસ્ટર્ન ટોઇલેટ કે ઇંગ્લિશ ટોઇલેટ અંગ્રેજોની ગુલામીની દેન છે. પ્રાચિન કાળમાં બ્રિટેનનો શાહી પરિવાર પેટ સાફ કરવા માટે આવા ટોઇલેટનો ઉપયોગ કરતાં હતા. ત્યાર બાદ અપંગ કે અર્થરાઈટિસના દર્દીઓ વગેરે તેનો ઉપયોગ કરવા લાગ્યા.સ્ટેટસ સિંબલ બનવાને કારણે 1980 પછી ભારતમાં વેસ્ટર્ન ટોઇલેટનો ઉપયોગ ખૂબ ઝડપથી વધ્યો. વેસ્ટર્ન ટોઇલેટના ફાયદાઓને કારણે પણ લોકોને તે ઘણું પસંદ આવી રહ્યું હતું. પેટ સાફ કરવા માટે વેસ્ટર્ન ટોઇલેટથી આરામદાયક પોઝિશન મળે છે અને તેનું વોટર જેટ પર્સનલ હાઈજીનને જાળવી રાખે છે.
પરંતુ વેસ્ટર્ન ટોઇલેટના ફાયદા જ સૌથી મોટા દુશ્મન બની ગયા છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનની રિસર્ચમાં ખુલાસો થયો કે 19મી શતાબ્દીમાં ટોઇલેટની સીટ બદલવાની સાથે પેલ્વિક ડીસીઝમાં વધતી જોવા મળી હતી. જણાવી દઈએ કે, કબજિયાત, બવાસીર અને ફિશર પણ પેલ્વિક ડીસીઝથી જોડાયેલા છે.કબજિયાત ઊભી કરે છે વેસ્ટર્ન ટોઇલેટ:- સ્ટડી આગળ જણાવે છે કે, પેટ સાફ કરતાં બોડીની પોઝિશન પેટ પર ઘણી અસર કરે છે. ઇંગ્લિશ ટોઇલેટ પર બેસવાથી ગુદા અને પેટની મસલ્સ મળ ત્યાગ કરવા લાયક સ્થિતિમાં હોતી નથી. તેના કારણે પેટ સરખી રીતે સાફ થઈ શકતું નથી. અને કબજિયાત થવા લાગે છે.
બવાસીરનું પણ કારણ છે વેસ્ટર્ન ટોઇલેટ:- હંમેશા વેસ્ટર્ન ટોઇલેટનો ઉપયોગ કરવો કબજિયાતને લાંબી બીમારી બનાવી શકે છે. જેના કારણે પેટ સાફ કરતાં ગુદાની માંસપેશીઓ પર ઘણું જોર પડે છે. હેલ્થ લાઇન મુજબ, પેટ સાફ કરતાં જોર લાગવાથી લોઅર રેકટમ અને ગુદાની નસોમાં સોજો આવી જાય છે અને બવાસીર બની જાય છે.
વોટર જેટ પણ બનાવે છે પાઇલ્સ:- ઇંગ્લિશ ટોઇલેટનું વોટર જેટ પણ પાઇલ્સનું કારણ બની શકે છે. કારણ કે, ગુદાની નસો અને માંસપેશીઓ ખૂબ જ નાજુક હોય છે, જે કબજિયાતને કારણે નુકસાન વેઠી રહી હોય છે. જેટનું વધારે પ્રેશર આ નસો અને માંસપેશીઓને ડેમેજ કરીને પાઇલ્સ બનાવી શકે છે. ફિશર બની શકે છે પરિણામ:- હેલ્થલાઇન મુજબ, બવાસીરમાં સખ્ત મળ ત્યાગવાઠી ટીશ્યુ ફાટી જાય છે અને એનલ ફિશર બની જાય છે. આ જ કામ વોટર જેટનું પ્રેશર પણ કરે છે. ટોઇલેટ જેટનું ઝડપી પ્રેશર સોજાયેલી નસો અને ટીશ્યુના ફાટવાનું કારણ બની શકે છે. એનએલએમની બીજી સ્ટડી મુજબ, જેટની જેમ પ્રેશર આપનાર બિડેટ ટોઇલેટથી ગુદાની નસોને ઘણું નુકસાન પહોંચે છે.
કબજિયાત-બવાસીરનો બચાવ:- વિભિન્ન એક્સપર્ટ્સ પેટ સાફ કરવા માટે દેશી ટોઇલેટનો ઉપયોગ ફાયદાકારક ગણે છે. કારણ કે, તેમાં તમે સ્ક્વૈટ પોઝિશનમાં બેઠા હોય છો. પરંતુ જો તમે કોઈ કારણે ઇંગ્લિશ ટોઇલેટનો ઉપયોગ કરી રહ્યા હોય, તો તમારા પગને ટોઇલેટ સ્ટૂલ પર રાખવાથી કબજિયાત તેમજ બવાસીરથી બચાવ થાય છે. આ સ્ટૂલ થોડુક જ ઊંચું હોવું જોઈએ, જે તમારા રેકટમ ને 30 ડિગ્રીનો કોણ આપી શકે. આમ તમારે કબજિયાત ની તકલીફ દુર કરવા માટે ઈંગ્લીશ ટોઇલેટ નો ઉપયોગ ન કરવો જોઈએ. અથવા તો પેટ સાફ આવે એ માટે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી