મિત્રો આજે દરેક લોકો માટે બેંકમાં એકાઉન્ટ હોય છે. કારણ કે દરેક લોકોને પોતાની મૂડી બેંકમાં રહે તે વધુ સલામતી ભર્યું લાગે છે. જો કે બેંકમાં પણ અલગ અલગ ખાતાના પ્રકાર આવે છે. તે મુજબ લોકો પોતાની મૂડી મુકતા હોય છે. જે ખાતાનો તમે દરરોજ અથવા તો રેગ્યુલર ઉપયોગ કરો છો એટલે કે જેમાં તમે પૈસાની લેવડ દેવડ કરો છો તેને સેવિંગ એકાઉન્ટ કહે છે. પણ જો તમે તમારા સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ નથી કરી રહ્યા તો આજે જ આ સેવિંગ એકાઉન્ટ બંધ કરાવી દો.
એકથી વધુ બેંકમાં જો તમારું સેવિંગ એકાઉન્ટ છે તો આ ખબર તમારા માટે ખુબ આવશ્યક છે. જો તમે કોઈ એવું બેંક ખાતું શરૂ કર્યું છે જેનો ઉપયોગ તમે નથી કરી રહ્યા તો તે ખાતાને બંધ કરાવવું તમારા માટે ખુબ જ જરૂરી છે. આ સિવાય જાણવા મળતી માહિતી મુજબ બેકાર પડેલ અથવા જેનો તમે વધુ ઉપયોગ નથી કરતા તે એકાઉન્ટ એ બંધ કરાવી દેવું ખુબ જ સમજદારીની વાત છે. જરૂરત કરતા વધારે સેવિંગ એકાઉન્ટ રાખવાના ઘણા નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં ઘણી વખત એવું થાય છે કે, જ્યારે આપણે નોકરી બદલીએ છીએ અથવા જોબ માટે એક શહેરથી બીજા શહેરમાં જઈએ છીએ અથવા તો અન્ય કારણોસર સેવિંગ એકાઉન્ટની સંખ્યા વધી જાય છે. તો જાણી લો સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ ન કરવા પર શું નુકસાન થઈ શકે છે.મિનિમમ બેલેન્સ રાખવું પડશે : સૌથી પહેલું નુકસાન એ છે કે, તમારી પાસે જેટલા સેવિંગ એકાઉન્ટ હશે તમારે એટલા જ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવું પડશે. ગ્રાહકને દરેક એકાઉન્ટમાં મિનિમમ માસિક એવરેજ બેલેન્સ રાખવું પડશે. માસિક એવરેજ ન રાખવાથી બેંક પોતાની પોલીસીના હિસાબે તમારા ખાતામાંથી પૈસા કાપી લે છે. બધી બેંકોમાં રેગ્યુલર સેવિંગ એકાઉન્ટમાં આ નિયમ લાગુ છે. હવે આમ તમારી પાસે 2 ઓપ્શન વધે છે, આ માટે કા તો તમે માસિક એવરેજ બેલેન્સ બનાવી રાખવા માટે પોતાના સેવિંગ ખાતામાં થોડા પૈસા જમા કરો, અથવા પોતાના પૈસા કપાવા દો.
આપવો પડશે ડેબિટ કાર્ડ ચાર્જ : જો તમે પોતાના ખાતાનો ઉપયોગ નથી કરી રહ્યા તો પણ તમારે ડેબિટ કાર્ડ ફીસ ભરવી પડશે. આ ફીસની કિંમત તમારા એ બેકાર પડેલા ખાતાથી મળતા વ્યાજ કરતા પણ વધુ હોય શકે છે. તમને જણાવી દઈએ કે, ખાતું ખોલવા પર કોઈ અલગથી ચાર્જ નથી લાગતો, પણ ઘણી બેંક પોતાના ડેબિટ કાર્ડ પર થોડી ફીસ લે છે. આ ફીસ વાર્ષિક 100 રૂપિયાથી 1000 રૂપિયા સુધી હોય શકે છે. ડેબિટ કાર્ડની ફીસ સિવાય ઘણી બેંક તમારા ફોન પર SMS મોકલવાનો ચાર્જ પણ વસુલ કરે છે. આ ચાર્જ 30 રૂપિયા પ્રતિ ત્રિમાસિક હોય શકે છે.ભરવો પડે છે દંડ : જો કોઈ ગ્રાહક સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નથી રાખતા તો તેણે બેંકના નિયમો અનુસાર દંડ ભરવો પડે છે. દંડથી બચવા માટે બધા ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે. જે ગ્રામીણ, અર્ધશહેરી, શહેરી અને મેટ્રો શહેરોમાં અલગ અલગ નિયમ હોય છે. જેને તમે નથી આપતા તો પેનલ્ટી વધે છે અને પછી તે એક મોટી રકમ બની જાય છે.
ITR ફાઈલ કરવામાં થશે પરેશાની : તમને જણાવી દઈએ કે તમારી પાસે ઘણા સેવિંગ એકાઉન્ટ છે તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં તમને પરેશાની થઈ શકે છે. વાસ્તવમાં કરદાતાને રિટર્ન ફાઈલિંગમાં દરેક એકાઉન્ટનો હિસાબ આપવો પડે છે. મલ્ટીપલ સેવિંગ એકાઉન્ટથી ફાઈલની કાર્યવાહીમાં વધુ પરેશાની થઈ શકે છે. ભૂલથી જો કોઈ એકાઉન્ટનું તમે ડીટેલ નહી આપી તો તમને આયકર વિભાગની નોટીસનો સામનો કરવો પડશે.ખાતું બંધ થવાની સંભાવના : જો તમે સતત 12 મહિના સુધી પોતાના બેંક એકાઉન્ટમાં કોઈ ટ્રાન્જેક્શન નથી કરતા તો બેંક તમારા ખાતાને ઇનએક્ટીવ એકાઉન્ટ માની લે છે. જો કોઈ ઇનએક્ટીવ એકાઉન્ટમાં 12 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થતું તો બેંક તેને ડોમેન્ટ એકાઉન્ટની શ્રેણીમાં મૂકી દે છે. ઇનએક્ટીવ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક મનાઈ નથી કરતી. પણ કોઈ ડોમેન્ટ એકાઉન્ટથી તમે નેટ બેન્કિંગ, એટીએમ ટ્રાન્જેક્શન, અથવા ફોન બેન્કિંગ નથી કરી શકતા. એટલે સુધી કે બેંક તમારા ડેબિટ કાર્ડ, ચેક બુક, અને એડ્રેસ બદલવા પર પણ મનાઈ કરી શકે છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી