વરસાદી મૌસમમાં નાના બાળકોને તાવ આવે તો તરત જ કરો આ 6 કામ, તાવ તરત જ આવી જશે કંટ્રોલમાં… જાણો ક્યાં છે એ કામ…

મિત્રો તમે જાણો છો તેમ હવે ટૂંક સમયમાં ચોમાસુ શરુ થઇ જશે. જયારે કેટલીક જગ્યાએ તો વરસાદનું આગમન પણ થઇ ચુક્યું છે. પણ જયારે ચોમાસાની શરૂઆત હોય ત્યારે સામાન્ય રીતે આ વાતાવરણની અસર બાળકો પર તરત જ જોવા મળે છે. તેઓ શરદી તેમજ તાવના શિકાર બની જાય છે. પણ જો આ સમયે થોડી સાવધાની રાખવામાં આવે તો બાળકનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. આ માટે કેટલીક વાતોનું કડક રીતે ધ્યાન રાખવું જોઈએ. 

બદલાતી ઋતુમાં બાળકોને તાવ આવવો એક સામાન્ય વાત છે. જો તમે નવા પેરેંટ હોય તો, હોઇ શકે કે બાળકના બીમાર પડવાથી તમે ચિંતિત થઈ શકો છો. કિડ્સ હેલ્થ મુજબ, ક્યારેક-ક્યારેક તાવ આવવો બાળકો માટે ફાયદાકારક હોય છે. તે બાળકને કોઇ પણ પ્રકારના સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. વાસ્તવમાં બ્રેઇનમાં રહેલ હાઇપોથેલેસમ શરીરના તાપમાનને વધારવાનું અને ઘટાડવાનું કાર્ય કરે છે. 

શોધ મુજબ જાણવા મળ્યું છે કે, જ્યારે શરીર પર બહારી બેક્ટેરિયાનો હુમલો થાય છે, તો સંક્રમણની તરફ ઈશારો કરતાં હાઇપોથેલેમસ બોડી ટેમ્પરેચર વધારી દે છે. માટે જો બાળક બીમાર થાય કે તેને તાવ આવી જાય તો, ચિંતિત થવાની બદલે અમુક વાતોનુ ધ્યાન રાખવું અને તેમની કેર કરવી. આવો જાણીએ ચોમાસામાં બાળકોને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય છે.1 ) ટેમ્પરેચર રેકોર્ડ કરવું:- જો તમારા બાળકનું શરીર ગરમ લાગી રહ્યું હોય તો, તેના શરીરનું તાપમાન થર્મોમીટરથી માપી લેવું. તેનાથી તે જાણી શકાય છે કે, ટેમ્પરેચર વધ્યું છે કે નહીં. હવે જે પણ ટેમ્પરેચર આવે તેને આખો દિવસ નોટ કરતાં રહેવું. જેનાથી જો ડોક્ટરને કન્સલ્ટ કરવા પડે તો બધી જાણકારી તમે આપી શકો. 

2 ) ડોકટરનો સંપર્ક કરવો:- જો બાળકનું તાપમાન એકધારું વધી જ રહ્યું હોય તો, તમે તરત જ ડોક્ટરને ફોન કરો. તમે ચાહો તો નજીકના કોઈ ક્લિનિકમાં જઈને ચેકઅપ કરાવો. જો કોરોના પ્રભાવિત એરિયા હોય તો તમે ફોનથી જ ડોક્ટરને કન્સલ્ટ કરો. 

3 ) પહેલા સરખી રીતે પોતે જ તપાસ કરો:- ઘણી વખત ગરમ કપડાને કારણે પણ તાપમાન સામાન્ય કરતાં વધુ લાગે છે. એવામાં તમે બાળકને હાથ પગ ધોવડાવીને સોફ્ટ અને હળવા કપડાં પહેરાવો. તેને આરામ કરવા દો અને થોડી વાર પછી તાપમાન ચેક કરો.4 ) ખાણીપીણીનું રાખવું ધ્યાન:- જો બાળકને હળવો તાવ હોય તો, તેને જબરદસ્તી ખવડાવવું નહીં. સારું રહેશે કે તમે તેને સૂપ, જ્યુસ, દાળનું પાણી જ આપો. તેનાથી તે સારો અનુભવ કરશે અને આરામ કરી શકશે. 

5 ) સ્પંજ બાથ આપવું:- જો દવા આપ્યા પછી પણ બાળકનું શરીર ગરમ હોય અને ટેમ્પરેચર વધતું જતું હોય, તો તમે તેને ઠંડુ સ્પંજ બાથ આપો. તે માટે તમે નોર્મલ પાણી લો અને તેમાં ટોવેલ ડૂબાડીને નીચવી લો. આ કપડાથી તમે બાળકના શરીરને સરખી રીતે સાફ કરી લો. ફ્રિજના પાણીનો ઉપયોગ ન કરવો. 

6 ) કમ્ફર્ટનું ધ્યાન રાખવું:- ઘણા માતા-પિતા બાળકના તાવને મટાડવા માટે પંખો, એસી બંધ કરી દેતા હોય છે અને તેને બવ બધા કપડાં પહેરાવી દે છે. આવું ન કરવું. સારું રહેશે કે તમે તેના કમ્ફર્ટનું ધ્યાન રાખો. તે માટે પંખો બંધ કરવાને બદલે ધીમો કરી લો, જેનાથી બાળક સરળતાથી આરામ કરી શકે. આમ તમે બાળકને તાવ જેવું લાગે ત્યારે તેને આરામ દાયક હોય તેનું ઘરનું વાતાવરણ બનાવવું. ખાવાપીવામાં ધ્યાન રાખવું, નિયમિત દવા પીવડાવી. તેનું મન આનંદિત રહે એ રીતે તેની સાથે વર્તન કરવું. વધારે પડતું બાળક રમે નહિ તેનું પણ ધ્યાન રાખવું. ક્યારેક થાકને કારણે પણ તાવ આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment