ભારતની સડકો પર 15 વર્ષથી કરતા વધુ જુના 4 કરોડ જુના વાહન દોડી રહ્યા છે. આ વાહન ગ્રીન ટેક્સના દાયરામાં આવે છે. જુના વાહનોના મામલામાં કર્ણાટક સૌથી પહેલા આવે છે. કર્ણાટકમાં જુના વાહનોની 70 લાખ કરતા વધુ છે. સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલયએ દેશભરમાં એવા વાહનોના આંકડાને ડિજિટલ કર્યા છે. જો કે, ડેટા હાજર ન હોવાના કારણે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા, અને લક્ષ્યદ્વિપને આ સૂચિમાં શામિલ નથી કર્યા.
જુના વાહનોના મામલામાં યુપી બીજા અને દિલ્લી ત્રણ ક્રમ પર : કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોના જુના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. આંકડાઓ અનુસાર, 4 કરોડ કરતા વધુ વાહનો 15 વર્ષ કરતા જુના છે. તેમાં 2 કરોડ વાહનો 20 વર્ષથી પણ વધુ જુના છે.મંત્રાલયે કહ્યું છે કે, વાહનોના ડિજિટલ રેકોર્ડ સેન્ટ્રલાઈઝ્ડ વ્હીકલ્સ ડેટાબેઝ(CVD) પર આધારિત છે. પ્રદુષણ ફેલાવતા જુના વાહનોની લિસ્ટમાં ઉત્તર પ્રદેશ બીજા નંબર પર છે. સુબેમાં એવા વાહનોની સંખ્યા 56.54 લાખ છે. તેમાંથી 24.55 લાખ વાહનો 20 વર્ષથી પણ વધુ જુના વાહનો છે. દિલ્લી 49.93 લાખ જુના વાહનોની સાથે ત્રીજા નંબર પર છે. દિલ્લીમાં 35.11 લાખ વાહનો 20 વર્ષથી વધુ જુના છે.
પ્રદુષણ નિયંત્રણ માટે જુના વાહનો પર જલ્દી લાગશે ગ્રીન ટેક્સ : આંકડાઓ અનુસાર કરેલમાં 34.64 લાખ જુના વાહનો છે. તેમજ તમિલનાડુમાં 33.43 લાખ, પંજાબમાં 25.38 લાખ અને પશ્વિમ બંગાળમાં 22.69 લાખ જુના વાહન છે. મહારાષ્ટ્ર, ઓડીશા, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં જુના વાહનોની સંખ્યા 17.58 લાખથી 12.29 લાખની વચ્ચે છે. આ સિવાય ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પોંડિચેરી, આસામ, બિહાર, ગોવા, ત્રિપુરા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ-દમણમાં એવા વાહનોની સંખ્યા 1 લાખથી લઈને 5.44 લાખની વચ્ચે છે. સેન્ટ્રલ ડેટા અનુસાર, બાકી રાજ્યોમાં એવા વાહનોની સંખ્યા 1 લાખથી ઓછી છે. સરકાર પર્યાવરણ સંરક્ષણ અને પ્રદુષણ પર નિયંત્રણ માટે જુના વાહનો પર જલ્દી જ ગ્રીન ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે.રોડ ટેક્સના 50% સુધીનો લાગી શકે છે ગ્રીન ટેક્સ : કેન્દ્રીય સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાન્યુઆરી 2021 માં પ્રદુષણ ફેલાવવા વાળા જુના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ પેશ કર્યો છે. આ પ્રસ્તાવને રાજ્યોને મોકલી દીધા છે. રાજ્યોની સહમતી બાદ આ ઔપચારિક રૂપથી અધિસૂચિત કરવામાં આવશે.
હાલના સમયમાં અમુક રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી ઘણા દરોને આધાર પર ગ્રીન ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. સ્કીમ હેઠળ 8 વર્ષથી વધુ જુના વાહનો પર ફિટનેસ સર્ટિફિકેશનના રિન્યુઅલના સમયે રોડ ટેક્સના 10 થી 25% બરાબર ટેક્સ લગાવી શકે છે. પ્રાઈવેટ વાહનો પર 15 વર્ષ પછી રિન્યુઅલના સમયે ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો પર ઓછા ગ્રીન ટેક્સ લગાવવામાં આવશે. ખુબ જ પ્રદુષિત શહેરોમાં રોડ ટેક્સના 50% ના બરોબર ગ્રીન ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
This is where the India People do not want to give up their POOR, WEAK and SLAVE desperate attitude. They will look and behave as non modern and still want the best as the other countries. I hope these lot accept the changes and “”Make India the Best Modern and with standard”””…