મિત્રો અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે જો અડધી રાત્રે એટલે કે 1 થી 4 ની વચ્ચે જો તમારી આંખ ખુલી જતી હોય અને ઊંઘ ન આવતી હોય તો તમને અંદરો અંદર કોઈ બીમારી હોઈ શકે છે. એક ફેટી લીવર બીમારી છે જે ખૂબ જ ઘાતક હોય છે. આના લક્ષણ શરૂઆતના સમય માં સામાન્ય રૂપે દેખાતા નથી, પરંતુ લાંબા સમયમાં આ ખૂબ જ ગંભીર પરિણામો બતાવે છે લીવરમાં ફેટ જામવું એ ખરાબ લાઈફ સ્ટાઈલનું પરિણામ હોઈ શકે છે.
1) નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ:- (NAFLD) લીવરમાં વસાયુક્ત કોષિકાઓની ઉપસ્થિતિથી સંબંધિત હોય છે જે અલગ અલગ ડિગ્રી પર લોકોને પ્રભાવિત કરે છે. સમસ્યાઓ ત્યારે ઊભી થાય છે જ્યારે આ કોશિકાઓ શરીરમાં વિષાક્ત પદાર્થોનું નિર્માણ કરવા લાગે છે અને શરીરના અંગોને વ્યવસ્થિત રીતે કામ કરતા રોકે છે. તેને નજર અંદાજ કરવાથી સમયની સાથે આ ડેમેજ વધવા લાગે છે. આ બીમારી ફેટી લીવરનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ બીમારી દારૂનું ઓછું કે બિલકુલ પણ સેવન ન કરતા લોકોને થાય છે.
આમ તો ફેટી લીવરની બીમારી પોતાના પ્રારંભિક તબક્કામાં કોઈ ચોક્કસ સંકેત નથી આપતી. પરંતુ ભલાઈ એમાં જ છે કે બચવા માટે તેનાથી જોડાયેલા દરેક લક્ષણો પર તમે તમારી ચાપતી નજર રાખો. એનસીબીઆઈ માં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે ઊંઘમાં ખલેલ પડવી એ લીવર ના નુકસાન સાથે જોડાયેલી સમસ્યા છે, જે જીવનની ગુણવત્તાને ઘણી જ અસર કરે છે.
2) લીવરની બીમારીથી 1 થી 4 વાગ્યા ની વચ્ચે ઉડી જાય છે ઊંઘ:- ડોક્ટર બ્રાયન લુન, ઇન્ટીગ્રેટિવ એન્ડ ફંકશન મેડિસિન સ્પેશિયાલિસ્ટ અને કેનસસ સીટી માં સ્થિત કાયરો પ્રેક્ટીક જણાવે છે કે સામાન્ય રીતે સવારમાં એક થી ચાર ની વચ્ચે જાગવાનું સૌથી સામાન્ય કારણ લીવરની સમસ્યા છે. એવામાં જો તમારી ઊંઘ પણ રાત્રે ખુલી જાય છે તો તેનાથી જાગવાના સમય પર ધ્યાન આપો કે શું લીવરની બીમારી તમને ઊંઘમાં ખલેલ ઉભી કરી રહી છે. એવું હોઈ શકે છે કે તમને લીવરમાં સોજો કે ફેટી એસિડની બીમારી હોય.
3) અડધી રાત્રે કેમ દેખાય છે ફેટી લીવરના સંકેત:- ડોક્ટર લેન જણાવે છે કે આપણી સર્કેડિયન રિધમ એ આપણી ‘આંતરિક ઘડિયાળ’ છે, જે સુનિશ્ચિત કરે છે કે આપણા તમામ અંગો અને આંતરિક જૈવિક પ્રણાલીઓ એકસાથે કામ કરે છે. એક થી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે આપણે સુતા હોઈએ તો લીવર આપણા શરીરને સાફ કરીને અને ડિટોક્ષ કરવા માટે ઝડપથી કામ કરે છે. તેથી જો તમારું લીવર સફાઈના સમયે એટલે કે એક થી ચાર ની વચ્ચે ચરબીના સંચય થી ધીમું અને સ્થિર છે તો શરીર ડિટોક્ષની પ્રક્રિયા માટે વધારે ઉર્જા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે અને તમારી તંત્રિકા તંત્રને જાગવા માટે ટ્રિગર કરશે.
4) લીવરની બીમારીના દર્દીઓમાં જોવા મળે છે ઊંઘની વિકૃતિઓ:- જર્નલ ઓફ થોરૈસિક ડીસીસ પ્રમાણે ક્રોનિક લીવરની બીમારી વાળા લગભગ 60 થી 80% દર્દીઓમાં ઊંઘમાં થતી ખલેલનું નિદાન કરવામાં આવે છે. તેમાં સૌથી વધારે કિસ્સામાં ઇંસોમનિયા, ઊંઘ ની કમી, દિવસના સમયમાં ઊંઘ આવવી અને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ હોય છે.5) ફેટી લીવર ડીસીસ કેમ થાય છે:- ફેટી લીવરની સમસ્યા લાઈફસ્ટાઈલથી પ્રભાવિત થતી બીમારીનું પરિણામ છે. તેથી આ બીમારીનું જોખમ સૌથી વધારે એવા લોકોને થાય છે જે વધારે વજન કે સ્થૂળતા, પ્રીડાયાબિટીસ કે ટાઈપ 2 ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલથી ગ્રસિત છે.
6) જુના જમાનાના લોકોમાં રાત્રે જાગવાનું કારણ આ પણ હોઈ શકતું હતું:- કારણ કે જૂના જમાનાના લોકોમાં જલ્દી ઊઠવાની આદત હોય છે. તેથી એ કહી શકવું મુશ્કેલ છે કે રાત્રે ઊંઘ ઊડી જવી તે ફેંટી લીવર નો સંકેત છે. ઉંમરની સાથે શરીરમાં અનેક પ્રકારના બદલાવ થાય છે જેના કારણે બીજા ઘણા કારણોથી વૃદ્ધોની ઊંઘ રાત્રે ઉડી જાય છે. આ કારણોમાં મુખ્ય રૂપે વારંવાર પેશાબ આવવો, ઉંમરના કારણે શરીરમાં રહેતો દુખાવો વગેરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી