મિત્રો જયારે આપણા શરીરમાં કેન્સરના કોષો વિકાસ પામતા હોય છે ત્યારે આપણા શરીરમાં અનેક લક્ષણો જોવા મળે છે. પણ આપણી પાસે તેની સાચી જાણકારી નથી હોતી. પણ આપણે આજે આ લેખમાં બ્રેસ્ટ કેન્સર વિશે માહિતી મેળવીશું. જે તમને ઘણી ઉપયોગી થઇ શકે છે.
કેન્સર જેવી બીમારીનું નામ સાંભળતા જ 10 માંથી 9 લોકોના મગજમાં એક બીક બેસી જાય છે. બદલાતી લાઇફસ્ટાઇલ, ખાણીપીણી અને ઘણા કારણોથી આજે લોકો આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. કેન્સરથી જજૂમી રહેલા મોટાભાગના લોકો આ વાતને પહેલાથી જ માની લે છે કે તેમના જીવનની રેખાઓ પૂરી થઈ ગયી છે. જોકે, હકીકતમાં આવું બિલ્કુલ પણ નથી. કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સરના ઘણા પ્રકાર હોય છે. તેમાંથી જ એક છે બ્રેસ્ટ કેન્સર.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં થતું સૌથી સામાન્ય કેન્સર છે. આંકડાઓ મુજબ, દુનિયા આખીમાં 2.1 મિલિયનથી વધારે મહિલાઓ બ્રેસ્ટ કેન્સરથી પ્રભાવિત હોય છે. બ્રેસ્ટ કેન્સર શું છે અને કઈ સર્જરીની મદદથી આ બીમારીથી છુટકારો મેળવી શકાય છે તેના વિશે જાણવા માટે અમે હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સરના લીડ કન્સલ્ટન્ટ અને એચઓડી ડોક્ટર સાથે વાતચીત કરી. આવો જાણીએ બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા બધા જ સવાલોના જવાબ.બ્રેસ્ટ કેન્સર શું છે?:- બ્રેસ્ટ કેન્સર મહિલાઓના સ્તનથી શરૂ થાય છે. ડોક્ટર મુજબ બ્રેસ્ટ કેન્સરની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે સ્તનની કેશિકાઓ જરૂરિયાત કરતાં વધારે વધવા લાગે છે. સ્તન કેન્સરની કેશિકાઓ એક ટ્યુમર બનાવે છે જેને એક્સ-રે પર જોઈ શકાય છે અથવા તમે તેને એક ગાંઠના રૂપમાં પણ અનુભવી શકો છો.
બ્રેસ્ટ કેન્સરના લક્ષણો:- બ્રેસ્ટ કેંસરના જે સામાન્ય લક્ષણ ગણવામાં આવે છે તેમાં નીચેના સમાવિષ્ટ છે. બ્રેસ્ટમાં ગાંઠ થઈ જવી કે મોટા થઈ જવા. બ્રેસ્ટના સાઇઝ, શેપ અને તેના રૂપમાં બદલાવ આવવો. સ્તનના બગલમાં સોજો આવવો. નિપ્પલનું લાલ થઈ જવું કે તેમાંથી લોહી આવવું. બ્રેસ્ટના ઉપરની ત્વચામાં બદલાવ આવવો જેવા લક્ષણ જો કોઈ મહિલામાં દેખાય તો તે બ્રેસ્ટ કેન્સરના સંકેત હોય શકે છે.
ક્યાં કારણોથી થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર?:- બ્રેસ્ટ કેન્સર હેરિડિટરી પણ હોય શકે છે એટલે કે જો પરિવારમાં પહેલા કોઈને બ્રેસ્ટ કેન્સર થયું હોય તો તેના થવાની સંભાવના વધારે રહે છે. તે સિવાય ખરાબ લાઇફસ્ટાઇલ, દારૂનું સેવન, સ્મોકીંગ, વજન વધવું, તણાવ અને પોષણ યુક્ત ભોજન ન લેવાને કારણે પણ બ્રેસ્ટ કેન્સરના લક્ષણ શરિરમાં થવા લાગે છે. ડોક્ટરનું કહેવું છે કે, આજકાલની લાઇફસ્ટાઇલના કારણે નાની ઉંમરમાં પણ લોકોને બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીથી જજુમવું પડે છે.બ્રેસ્ટ કેન્સરની ખબર કઈ રીતે પડે છે?:- ડોક્ટરનુ કહેવું છે કે, બ્રેસ્ટ કેન્સરના શરૂઆતી સ્ટેજની ઓળખ કરવા માટે મૈમોગ્રામ પણ કરવવામાં આવે છે પરંતુ કન્ડિશનની સાચી ઓળખ માટે બાયોપ્સીની જરૂર પડે છે. બાયોપ્સીથી એ સુનિશ્ચિત થઈ જાય છે કે કેન્સર સેલ્સ બ્રેસ્ટમાં રહેલા છે કે નહીં. બાયોપ્સી અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે.
ફાઇન નીડલ એસ્પિરેશન કાયટોલોજી:- બ્રેસ્ટ કેન્સરની ઓળખ માટે કરવામાં આવતો આ સૌથી કોમન ટેસ્ટ છે. તેમાં ગાંઠની અંદર સોય લગાડવામાં આવે છે. અને તેનાથી સેલ્સ કાઢવામાં આવે છે જેનો પછી ટેસ્ટ કરવામાં આવે છે.
ટ્રૂ-કટ નીડલ બાયોપ્સી:- આ એફએનએસીનો વિકલ્પ હોય છે. તેને અલ્ટ્રાસાઉન્ડની સાથે કે તેના વગર બંને પ્રકારે કરવામાં આવે છે. આ બાયોપ્સીથી વધારે સારું રિજલ્ટ આવે છે. આ બંને બાયોપ્સી દ્વારા કેન્સરને સમજવામાં મદદ મળે છે. તે દરમિયાન થતાં દુખાવાને સહન કરવામાં આવે છે. અને તેમાં વધુમાં વધુ 15 મિનિટનો સમય લાગે છે. બાયોપ્સી પછી માત્ર એક ટેબલેટ ખાવાથી દુખાવો ઓછો થઈ જાય છે અને ઘણી વખત તો એક ટેબલેટની પણ જરૂરિયાત પડતી નથી. ભારતમાં સામાન્ય જનતાની વચ્ચે ઘણી ખોટી ધારણાઓના ચાલતા બ્રેસ્ટ કેન્સરના કેસના સ્ટેજ અને કેટેગરી અન્ય દેશોની તુયલનાએ વધારે છે.બ્રેસ્ટ કેન્સરથી છુટકારો મેળવવા માટે કઈ સર્જરી કરવામાં આવે છે?:- ડોક્ટરનું કહેવું છે કે, બ્રેસ્ટ કેન્સરથી દર્દીને રાહત અપાવવા માટે ઘણી સર્જરી કરવામાં આવે છે. બ્રેસ્ટ કેન્સરની સર્જરી દર્દીની પરિસ્થિતી અને કેન્સરના સ્ટેજ પર નિર્ભર કરે છે. બ્રેસ્ટ કેન્સરનો ઈલાજ નીચેની સર્જરીથી કરવામાં આવે છે. રેડિયોથેરેપિ, કિમોથેરેપિ, હાર્મોન થેરેપિ, બાયોલોજિકલ થેરેપિ. અમુક કેસમાં બ્રેસ્ટ કેન્સરને સરખું કરવા માટે આમાંથી એક થી વધારે પ્રક્રિયાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
શું કેન્સર બ્રેસ્ટથી બીજા ભાગોમાં પણ ફેલાઇ શકે છે?:- ડોક્ટરનું કહેવું છે કે, બ્રેસ્ટ કેન્સરના સેલ્સ શરીરમાં બાકી ભાગોમાં ફેલાય જાય તેની સંભાવના ખૂબ વધારે છે. જો બ્રેસ્ટ કેન્સરના સેલ્સ શરીરના બાકી ભાગોમાં ફેલાય છે તો, આ સ્થિતિમાં 2 પ્રકારની સર્જરી કરવવામાં આવે છે. બ્રેસ્ટ કંઝરવિંગ સર્જરી અને માસ્ટેક્ટોમિ સર્જરી.બ્રેસ્ટ કંઝરવિંગ સર્જરી:- આ પ્રક્રિયામાં બ્રેસ્ટની અંદર રહેલા ટ્યુમરને સૂર કરવામાં આવે છે, પરંતુ ટ્યુમરની સાઈઝ કેટલી છે, ક્યાં પ્રકારની છે, તેની માત્રા કેટલી છે આ બધુ જોઈને સર્જરી કરવામાં આવે છે.
માસ્ટેક્ટોમિ:- પ્રક્રિયામાં આખા સ્તનને શરીરથી અલગ કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં. ત્યાર બાદ બ્રેસ્ટની જગ્યાએ શેપને ઊભારવા માટે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવે છે. ડોક્ટરનું કહેવું છે કે, સમય સાથે બ્રેસ્ટ કેન્સરની સર્જરીનો ઈલાજ ખૂબ જ સરળ થઈ ગયો છે. નવી ટેક્નિક, ગેજેટ્સની મદદથી બ્રેસ્ટ કેન્સરની જંગથી જીતી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી