આયુર્વેદ અગણિત બીમારીઓના ઈલાજ માટે ઓળખાય છે. આયુર્વેદમાં એવી અનેક શક્તિશાળી જડીબુટ્ટીઓ અને વૃક્ષ-વનસ્પતિ છે જેમાં વિવિધ પ્રકારના ઔષધીય ગુણ ઉપલબ્ધ છે. એ જ કારણ છે કે લીમડો અને તુલસી સહિત વિવિધ આયુર્વેદિક જડીબુટીઓને અનેક દવાઓ અને રોગોના ઈલાજ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. એવી જ એક અનોખી જડીબુટ્ટી છે બ્રાહ્મી.
બ્રાહ્મી પણ લીમડો અને તુલસીની જેમ ઔષધીય ગુણોથી ભરપૂર જડીબુટ્ટી છે. તેને અંગ્રેજીમાં Waterhyssop (વોટરહિસોપ) કહેવાય છે. બ્રાહ્મી એક નાની રસાળ જડીબુટ્ટી છે અને આ ભીની જમીન, છીછરા પાણી અને ભેજવાળી જમીનમાં ઉગે છે. તેના ફૂલો સહિત સમગ્ર છોડનો ઔષધિના રૂપે ઉપયોગ કરી શકાય છે. તેનો સ્વાદ કડવો અને મીઠો હોય છે.કેરળ આયુર્વેદ પ્રમાણે બ્રાહ્મી સૌથી શક્તિશાળી પ્રાચીન આયુર્વેદિક જડીબુટ્ટી છે. જે મગજને તેજ કરે છે, મેમરી પાવર વધારે છે, જાતીય શક્તિ વધારે છે, સ્વાસ્થ્ય ટોનિક ના રૂપમાં ઉપયોગ કરવામાં છે. આ તંત્રિકા તંત્ર ને પણ શાંત કરે છે, લોહી શુદ્ધ કરે છે અને ત્વચા અને વાળના સ્વાસ્થ્ય ને પણ તંદુરસ્ત રાખે છે.
આ 6 રોગોનો એક ઈલાજ છે બ્રાહ્મી:-
1) ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે:- આ એક એવી પાવરફુલ જડીબુટ્ટી છે જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો તમે વધુ બિમાર થઈ જતા હોવ તો તમારે આનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. અલગ અલગ પોષક તત્વોથી ભરપૂર આ છોડ અનેક રૂપે ફાયદાકારક છે.
2) યાદશક્તિ વધારે:- આ જડીબુટ્ટી યાદશક્તિને વધારવામાં મદદ કરે છે. આની મગજના હિપ્પોકૅમ્પલ ભાગ પર સકારાત્મક અસર પડે છે. જે સમજવા વિચારવા અને યાદ શક્તિ માટે જવાબદાર હોય છે.3) તણાવ અને ચિંતા દૂર કરે:- બ્રાહ્મી તણાવ અને ચિંતા દૂર કરે છે કારણ કે તે કોર્ટીસોલનું સ્તર ઘટાડે છે, જેને સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. બ્રાહ્મી તણાવથી જોડાયેલા આ હોર્મોનને નિયંત્રિત કરે છે.
4) કેન્સરમાં અસરકારક:- બ્રાહ્મી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે જે સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી છે. એન્ટીઑકિસડન્ટ ફ્રી રેડિકલ કોષોને દૂર કરવામાં મદદ કરે છે. જે પાછળથી કેન્સરના કોષોમાં પરિવર્તિત થઈ શકે છે.5 ) સાંધા અને સોજામાં સહાયક:- બ્રાહ્મી એ ગઠિયો વા અને સોજાની સમસ્યાને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. તે ગેસ્ટ્રિક અલ્સરને શાંત કરવામાં અને તામસી સિંડ્રોમની સારવાર કરવામાં પણ મદદ કરે છે.
6) બ્લડ શુગર દૂર કરે:- બ્રાહ્મી ડાયાબિટીસના રોગીઓ માટે બ્લડ શુગર સ્તરને નિયંત્રિત કરવા માટે ઓળખાય છે અને હાઇપોગ્લાઈસીમિયા ના લક્ષણોને આ સુધારવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી