આપણે જ્યારે પણ ફિલ્મ જોઈએ છીએ ત્યારે આપણે સેલિબ્રિટીઝને જોઇને એવું લાગે છે કે, તેઓ ખુબ જ મોંઘા પાર્લરમાં સર્જરી કરાવી હશે અથવા તો પાર્લર ટ્રીટમેન્ટ કરાવી હશે. પરંતુ આ વાત સંપૂર્ણ રીતે સાચી હોતી નથી. કારણ કે લગભગ મોટાભાગની સેલિબ્રિટીઝ ઘરેલું ઉપાયો અપનાવીને પોતાની ત્વચાની દેખભાળ કરે છે, અને તે ઉપાય ખુબ જ સસ્તા પણ હોય છે અને સુરક્ષિત પણ હોય છે.
હિરોઈનો પોતાની સુંદરતાને વધારવા માટે અને ત્વચાની દેખભાળ કરવા માટે ઘણી બધી રીત અપનાવે છે જે ખુબ જ સસ્તી હોય છે. પરંતુ ત્વચા ઉપર તેનું રિઝલ્ટ ખૂબ જ કમાલનું હોય છે. આ અમુક ખાસ અને ઘરેલુ ઉપાય છે જેને દરેક વ્યક્તિ ઘરે આસાનીથી કરી શકે છે. આજે અમે તમારા માટે સેલિબ્રિટીના પસંદગીના ઉપાયો લઈને આવ્યા છીએ, જેને દરેક પ્રકારના સ્કિનની સમસ્યા માટે મહિલાઓ અને પુરુષો અપનાવી શકે છે.
આ બધા ઉપાયને અપનાવીને તમે પાર્લર જવાનો સમય અને ખર્ચ બંને બચાવી શકો છો, તેની સાથે જ મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ પર થતો ખર્ચો પણ ઓછો કરી શકો છો. તો છે ને ત્રણ ગણો ફાયદો. અહીં અમે તમને એશ્વર્યા રાય બચ્ચનથી લઈને આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, કરીના કપૂરથી લઈને ભૂમિ પેડનેકર તથા કૃતિ સેનન સુધી તેમની પસંદગીના ઘરેલૂ નુસ્ખાઓ વિશે જણાવશું. માટે આ એ લેખને અંત સુધી જરૂર વાંચો.
તમારી માટે આ વાતનો વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય શકે છે, પરંતુ આ વાત સાચી છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન જેવી ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઓ અને કરીના કપૂર જેવી સ્ટાર પણ ઘરેલૂ નુસખાઓને અપનાવીને પોતાની ત્વચાની દેખભાળ કરે છે. તે જ આ કારણથી નહીં કે તેમના પૈસા બચે છે, પરંતુ તે પોતાની ત્વચાને કેમિકલ ફ્રી રાખવા માંગે છે. આ બધા ઉપાયો ખુબ જ જૂના છે અને જૂની પેઢી પણ પોતાની સુંદરતાને આજ રીતે નિખારતી હતી.
ઐશ્વર્યા રાયના બ્યૂટી સિક્રેટ્સ : ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની ત્વચા ઉપર ઘણી બધી ઘરેલુ વસ્તુ લગાવવાનું પસંદ કરે છે. તેમાં કેળા, દહીં, એવોકાડો, અને મધ જેવી વસ્તુ સામેલ છે. એક બ્યૂટી મેગેઝિનમાં આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું છે કે, તે પોતાના વાળમાં એવોકાડોનો હેર માસ્ક બનાવીને નાખે છે, અને ક્યારેક ક્યારેક દહી અને કેળાનો માસ્ક તૈયાર કરીને વાળને હાઈડ્રેટ કરે છે, જેથી વાળ પ્રાકૃતિક રૂપથી સુંદર દેખાય.
મલાઈકા અરોરાની ગોર્જિયસ સ્કિન : મલાઈકા અરોરાને લોકો તેમની ઉંમર અને તેમના રિલેશનશિપને લઈને હંમેશા ટ્રોલ કરતા રહે છે, પરંતુ આ વાત બધા જ માને છે કે, તેમની ત્વચા ખુબ જ સુંદર છે. મલાઈકા પોતાની સ્કિનની દેખભાળ માટે ઘણા બધા ઘરેલું નુસ્ખા અપનાવે છે. ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે મલાઈકા પોતાની ત્વચા ઉપર ઘરેલું કોફી સ્ક્રબ લગાવે છે. તે કોફી પાવડરને મિક્સ કરીને તૈયાર કરે છે અને તેના દ્વારા તેની ડેડ સ્કિનને ક્લીન કરે છે. ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે અને સુંદર દેખાડવા માટે મલાઈકા એલોવેરા જેલ લગાવે છે.
આલિયા ભટ્ટનું સ્કિન ટાઈટનિંગ સિક્રેટ : આપણે જોઈએ છીએ કે, આલિયાની સ્કિન હંમેશાં ટાઈટ અને ગ્લોઇંગ દેખાય છે. આલિયા પોતાની ત્વચા ઉપર આઈસ ક્યુબ લગાવવાનું પસંદ કરે છે. ખાસ કરીને જ્યારે તેમને ઇન્સ્ટન્ટ ફ્રેશનેશ જોઈએ છીએ અથવા ફૂલેલી આંખોથી છુટકારો મેળવવો હોય તો તે આંખ ઉપર અને સંપૂર્ણ ચહેરા ઉપર આ આઈસ ક્યુબથી મસાજ કરે છે. તૈયારીમાં જ ગ્લોઇંગ અને ટાઇટ ત્વચા મેળવવા માટે આ ખુબ જ પ્રભાવી ઘરેલું નુસ્ખો છે.
કૃતિ સેનનની સુંદરતા : કૃતિ સેનન પોતાની ત્વચાની હર્બલ દેખભાળ આપવાનું પસંદ કરે છે. ત્વચાને ડાઘ રહિત અને સુંદર બનાવવા માટે કૃતિ મધનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તે ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને રિંકલ્સ, એક્ને જેવી ત્વચાની સમસ્યાઓમાંથી પણ છુટકારો અપાવે છે.
કિયારા અડવાનીનો ફેરનેસ ગ્લો : કિયારા અડવાણી પોતાની ત્વચા ઉપર દાદી અને માતાના જણાવેલ ઘરેલું નુસ્ખાને અપનાવવાનું પસંદ કરે છે. તેમાં મલાઈ, બેસન, દૂધ અને હળદરથી બનાવેલ પેક સામેલ છે, તે દરરોજ ગુલાબ જળને પોતાના સ્કિન કેરમાં જરૂરથી સામેલ કરે છે.
ભૂમિ પેડનેકરને પસંદ છે આ ફેસપેક : ભૂમિ પેડનેકરને મેક-અપનો ખુબ જ શોખ છે. તે લગભગ મેકઅપ કરવાનું ખુબ જ પસંદ કરે છે અને ક્યારેક ક્યારેક તો માત્ર મસ્તી માટે પણ મેકઅપ કરે છે. પરંતુ તેની સ્કિન કેર ખુબ જ સિમ્પલ અને સાદગી પૂર્ણ રાખે છે. તે દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવે છે જેથી તેની સ્કિન હાઇડ્રેટ રહે અને ચહેરા ઉપર દાદીમાનો બતાવેલ લીમડાનો ફેસપેક લગાવવાનું ખુબ જ પસંદ કરે છે.
દીપિકા પાદુકોણ : દીપીકા પોતાની સ્કિનને ગ્લોઇંગ રાખવા માટે પોતાના ડાયટ ઉપર વધુ ફોકસ કરે છે એટલું જ નહિ નુટ્રીશન અને હાઇડ્રેશનનું ધ્યાન રાખીને તે પોતાની ત્વચાને ગ્લોઈંગ અને મેન્ટેન રાખે છે. તેમનો પસંદગીનો ઘરેલું ઉપાય છે મસાજ અને ઓયલિંગ. પોતાની ત્વચાને મેન્ટેન રાખવા માટે દીપિકા મસાજ લેવાનું ખુબ જ પસંદ કરે છે અને વાળને જાડા અને સુંદર બનાવી રાખવા માટે તે જ્યારે પણ સમય મળે ત્યારે માથામાં તેલ જરૂરથી નાખે છે.
કરીના કપૂરની બ્યુટી : કરીના પોતાની સ્કિનને પોતાની મમ્મીના જણાવેલા ઘરેલું નુસ્ખાના માધ્યમથી ખુબ જ સુંદર બનાવી રાખવાનું પસંદ કરે છે. તેથી તેને પોતાની સ્કિન કેરમાં રેજિમમાં ફ્રુટ ફેસપેકથી લઈને માચા ટી ફેસપેક સુધી ઘરેલું નુસ્ખા સામેલ છે. તમને જણાવી દઈએ કે કરીના પોતાની બહેન કરિશ્મા કપૂર અને મમ્મી બબીતા પાસેથી પોતાની ત્વચાનું ધ્યાન રાખવા માટે નવા-નવા ઘરેલું ઉપાયો શીખતી રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી