કોરોનાની મહામારીની સાથે બોલિવુડના સારા કલાકારો દ્વારા પણ ખરાબ સમાચાર મળી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂત બાદ વધુ એક અભિનેતાએ પોતાનું જીવન ટૂંકાવ્યુ છે. જી હાં મિત્રો, બોલીવુડ અભિનેતા આસિફ બસરાએ પણ આજે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂકાવ્યો છે.
ગુરુવારના રોજ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની ધર્મશાળામાં બસરાએ મેક્લોડગંજમાં જોગિબાડા રોડ પર આવેલા એક કેફે પાસે આત્મહત્યા કરી છે. પરંતુ આ અભિનેતાએ સુસાઇડ કેમ કર્યું, તેના વિશે જાણકારી મળી નથી. કાંગડાના એસપી વિમુક્ત રંજને (Kangra SP) આસિફ બસરાના કેસની તપાસ હાથ ધરી છે.
ભાડાના મકાનમાં રહેતા હતા આસિફ : આ ઘટનાની સૂચના મળતા જ પોલિસ ટીમ પણ તે સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે શબને પોતાના હસ્તક રાખીને કેસની શોધ-ખોળ શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અભિનેતા આસિફ બસરા છેલ્લા 5 વર્ષથી મેક્લોડગંજમાં એક ભાડાના ઘરમાં રહી રહ્યા હતા. તેમની સાથે એક વિદેશી મહિલા મિત્ર પણ રહેતી હતી. પોલીસ આ કેસ વિશે વિગતે તપાસ કરી રહી છે.કેવી રીતે લગાવી ફાંસી ? : ઉલ્લેખનીય છે કે, આસિફ બસરા યુ.કે ની એક મહિલાની સાથે લિવ ઇનમાં મેક્લોડગંજમાં રહેતા હતા. આસિફ ગુરુવારના રોજ બપોરે પાલતુ શ્વાન(કૂતરા) ને ફરવા લઈને નિકળ્યા હતા. ત્યાર બાદ ઘરે પાછા આવ્યા બાદ તેણે જ કૂતરાના પટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો. શરૂઆતની તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, આસિફ ડિપ્રેશનના શિકાર હતા. કાંગડાના એસપી વિમુક્ત રંજને કહ્યું કે, તે તપાસ કરી રહ્યાં છે કે આત્મહત્યાનું સાચું કારણ શું છે.
કોણ છે આસિફ બસરા? : આસિફ બસરા જાણીતા ટીવી એક્ટર છે. તે પરજાનિયા, બ્લેક, ફ્રાઇડે, વન્સ અપોન અ ટાઇમ ઇન મુબંઇ(જેમાં ઇમરાન હાશ્મીના પિતાનો રોલ કર્યો હતો) વગેરે બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. ઉપરાંત હિમાચલી ફિલ્મ તથા હોલિવુડની ફિલ્મ આઉટ સોર્સમાં પણ જોવા મળ્યા હતા. જેમણે પોતાના જીવનને ટૂંકાવી દીધું છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google