ગૃહમંત્રી અમિત શાહનો 56 મો જન્મદિવસ : પીએમ મોદીએ કહ્યું, દેશ જોઈ રહ્યો છે તેનું યોગદાન….

કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મદિવસ છે. અમિત શાહની ચુંટણી પ્રબંધ ક્ષમતાના કારણે તેને ચાણક્યના નામથી પણ સંબોધવામાં આવે છે. બીજેપીના ઈતિહાસમાં જ્યારથી અમિત શાહને પાર્ટી કમાન મળી ત્યારથી પાર્ટીનો સુવર્ણકાળ રહ્યો છે. તેનો જન્મ 22 ઓક્ટોબર, 1964 ના રોજ મુંબઈમાં થયો હતો. ગૃહમંત્રીના આ ખાસ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહીત ઘણા દિગ્ગજ નેતાઓને બધાઈ આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહના જન્મ દિવસની બધાઈ આપતા કહ્યું કે, ‘અમિત શાહજીના જન્મ દિવસની બધાઈ. આપણો દેશ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો ગવાહ છે, તેનાથી તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. બીજેપીની મજબુતીમાં તેનું યોગદાન પણ સ્મરણીય છે. ઈશ્વર તેને ભારતની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનનો આશીર્વાદ આપે.’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું, ‘જનપ્રિય રાજનેતા, અદ્દભુત સંગઠનકર્તા, કુશળ રણનીતિકાર, રાષ્ટ્રની આંતરિક સુરક્ષાને અભેદ્ય બનાવવા વાળા ગૃહમંત્રી આદરણીય અમિત શાહને જન્મ દિવસ’ની હાર્દિક શુભકામનાઓ. હું, પ્રભુ શ્રી રામને તમારા ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ઘ જીવન માટે પ્રાર્થના કરું છું.’

રેલ્વે મંત્રી પીયુષ ગોયલે ગૃહમંત્રી અમિત શાહને દીર્ઘાયુ થવાની કામના કરી. તેમણે ટ્વિટ કર્યું, અથાક પરિશ્રમથી દેશની સુરક્ષા સુનિશ્વિત કરી રહેલા ગૃહમંત્રી અમિત શાહજીને જન્મદિવસની ખુબ ખુબ જ શુભકામનાઓ. CAA અને ધારા 370 હટાવવા જેવા દેશ હિતના નિર્ણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત કરવાની સાથે ભાજપ સંગઠન, અને રાજ્યોમાં ભાજપા સરકારના વિસ્તારતમને અતુલનીય યોગદાન રહ્યું છે. તમારા જન્મદિવસ પર પ્રાર્થના છે કે, ઈશ્વર તમને દીર્ઘાયુ કરે, અને રાષ્ટ્ર અને જનહિત પ્રત્યે તમારું વિઝન, નેતૃત્વ, અનુભવ અને દૂરદર્શિતાનો લાભ સદા મળતો રહે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શાહને જન્મદિવસની શુભકામનાઓ આપી. તેમણે ટ્વિટ કર્યું, ‘દેશના ગૃહમંત્રી અને કેબિનેટમાં મારા સાથી અમિત શાહજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તમે સ્વસ્થ અને દીર્ઘાયુ રહે, ઈશ્વર પાસે એવી કામના કરું છું.’

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment