કોરોનાકાળમાં ઘરે બેઠા ઓર્ડર કરો છો સામાન ? તો ચેતજો, તમારી એક ભૂલ તમને પડી જશે મોંઘી.

કોરોના વાયરસના સંકટકાળમાં ઓનલાઈન શોપિંગ લોકો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થયું છે. સ્માર્ટ ગેજેટ પર લોકો  ઘરે બેઠા જ ઓનલાઈન સામાન ઓર્ડર કરી શકો છો. પેમેન્ટ પણ ઓનલાઈન થઈ જાય છે અને ઘરે બેઠા સામાન પણ આવી જાય છે. તેનાથી લોકોનો સમય પણ બચી જાય છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ મેન્ટેન  થઈ જાય છે. જો કે હાલ ડિજીટલ પ્લેટફોર્મ પર થતા ધોખાધડીથી બચવા માટે અમુક ખાસ વાતો વિશે તમને જાણ હોવી જરૂરી છે. તો આજે આ લેખમાં અમે તમને અમુક ખાસ બાબતો વિશે જણાવશું. જો આપ ઓનલાઈન ખરીદી કરી રહ્યા હો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો.

ઓનલાઈન પ્લેટફોર્મ પર પૂરેપૂરી સાવચેતી અને સમજદારીની સાથે શોપિંગ કરવી જોઈએ. ઓનલાઈન ખરીદારી કરતા પહેલા એ નક્કી કરી લો કે, તમે કોઈ ખોટી લિંક પર ક્લિક નથી કરી રહ્યાને. અત્યારે ઘણી બધી એવી વેબસાઈટ છે જે આકર્ષક ઓફરો આપે અને પછી આપણી સાથે છેતરપિંડી થાય. માટે આવી લુંભાવણી ઓફર્સથી સાવધાન રહો. તમારી એક ભૂલ તમને જ મોંઘી પડી શકે છે.

અમુક કસ્ટમર્સ સંબંધિત પ્રોડક્ટની યોગ્ય જાણકારી તેના કોમેન્ટ બોક્સમાં શેર કરે છે. તેના દ્વારા તમને ખુબ જ મદદ મળી શકે છે. તેને સારી રીતે વાંચવાથી અને જોયા બાદ જ કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટ ખરીદવાનો નિર્ણય કરવો જોઈએ. તેમજ તેની જાણકારી અન્ય વેબસાઈટ પરથી પણ જણાવી જોઈએ. જો યોગ્ય લાગે તો જ તેની ખરીદી કરજો.કંપનીઓ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર અમુક શરતોની સાથે પોતાનો સામાન ગ્રાહકોને વેંચે છે. ખરીદી કરતા પહેલા તેમાં આપેલી બધી જ શરતોને સારી રીતે વાંચો. ઉદાહરણ તરીકે જોઈએ તો, કંપનીઓની રિટર્ન ફંડ પોલીસી કેવી છે અને શું છે. અથવા ગ્રાહકો સંતુષ્ટ ન હોવા પર કંપની કેટલા સમયમાં તેનું સમાધાન કરે છે. આ બધી વાતો ગ્રાહક માટે જરૂર હોય છે. કેમ કે એ બધી પોલીસી વિશે આપણે ન જાણીએ અને સામાન મંગાવી લઈએ અને સંતુષ્ટ ન થઈએ તો આપણી સાથે છેતરપિંડી પણ થઈ શકે.

હંમેશા ઓનલાઈન ખરીદી માટે એક જ કાર્ડનો ઉપયોગ કરો. આવું કરવાથી તમે તમારા કાર્ડ અને એકાઉન્ટની ડીટેઈલ્સને સારી રીતે ચેક કરી શકશો. એકાઉન્ટમાં થોડી પણ ગડબડી થાય તો તમને ખુદ જ તેનો અંદાજો આવી જશે. પરંતુ જો અલગ અલગ કાર્ડ દ્વારા તેનું પેમેન્ટ કરવામાં આવ્યું હોય તો ઘણી વાર આપણને ખ્યાલ નથી રહેતો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment