દરેકને સુંદર અને ડાઘ વગરની ત્વચા જોઈતી હોય છે. તેના માટે આપણે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટસનો પણ ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઘણી વખત તેના ખોટા પરિણામ જોવા મળે છે. સાથે જ તમારી ત્વચા શુષ્ક જોવા મળે છે. પરંતુ તેના માટે તમારે પરેશાન થવાની જરૂર નથી. ત્વચાની તમામ સમસ્યાઓમાં પાનના પાંદડા ખુબ જ ઉપયોગી ગણવામાં આવે છે.
તેનાથી માત્ર ત્વચાના ડાઘ જ નહીં પરંતુ ચકામાં અને ડાર્ક સર્કલ પણ દૂર કરવામાં મદદ મળે છે. સાથે જ તેના પાણીથી ચહેરો સાફ કરવાથી ઘણા પ્રકારની એલર્જી પણ દૂર કરી શકાય છે. પાનના પાંદડામાં ઘણા પ્રકારના ઔષધિય ગુણ રહેલા હોય છે. તેનાથી સ્કિનની બળતરા અને ખંજવાળ જેવી અમસ્યાઓથી રાહત મળે છે. તો ચાલો જાણીએ સ્કીન માટે પાનના ફાયદા.
1 ) ડાર્ક સ્પોર્ટ્સ : ત્વચા પર થતાં ડાર્ક સ્પોર્ટ્સને ઓછા કરવા માટે પણ પાનના પાંદડાનો ઉપયોગ થઈ શકે છે. પાનના પાંદડામાં એન્ટિ બેક્ટેરિયલ અને સ્કીન લાઇટનિંગ એજન્ટ હોય છે, જેના કારણે પાનમાં પાંદડાના ઉપયોગથી તમારા ડાઘા દુર કરી શકાય છે.
2 ) ચકામા : ઘણી વખત સ્કીન પર નાના-મોટા લાલ ચકામા ઇન્ફેક્શન, એલર્જી કે અન્ય કારણોને લીધે જોવા મળે છે. તેવામાં જો તમે ચકામા વાળી જગ્યાને પાનના પાંદડાથી સાફ કરો છો, તો તેમાં રહેલા ગુણોને કારણે ચકામા મટી શકે છે.
3 ) ચહેરા પરનો સોજો : પાનના પાંદડામાં ઘણા પ્રકારના ઔષધિય ગુણ જોવા મળે છે, જે ત્વચા માટે ઘણા પ્રકારે લાભદાયી થઈ શકે છે. જેનાથી ચહેરા પર થતાં ખીલની સાથેના સોજા અને સામાન્ય સોજાને પણ મટાડી શકાય છે.
4 ) ચહેરાની ઉંમર : ઉંમર વધવાની સાથે તમારી ત્વચાની ઇલાસ્ટિસિટી ઘટતી જાય છે. ત્વચા પર રીંકલ્સ અને કરચલીઓ જોવા મળે છે. તેવામાં પાનના પાંદડા તમારા માટે ઉપયોગી બની રહે છે. તેના કારણે તમારી ત્વચા ચમકદાર અને સુંદર દેખાઈ શકે છે.
5 ) ખંજવાળ અને બળતરા : પાનના પાંદડાના ઉપયોગથી તમે ખંજવાળ અને બળતરામાં પણ આરામ મેળવી શકો છો. તેના એન્ટિ બેક્ટેરિયલ ગુણને કારણે બળતરા અને દુખાવામાં ઘણો આરામ મળે છે. તે ત્વચા પર થતાં ખીલને પણ વધવા દેતા નથી.
પાનના પાંદડાનો ઉપયોગ : 1 ) સ્કીન પર ખંજવાળ કે દુખાવો થાય ત્યારે તમે પાનના પાંદડાથી સ્નાન કરી શકો છો. આ માટે પાણીમાં થોડા પાનના પાંદડા નાખી તેને ઉકાળી લો પછી પાણી ઠંડુ થાય એટ્લે તમે તેનાથી સ્નાન કરી શકો છો.
2 ) 5 થી 6 પાંદડાને એક કપ જેટલા પાણીમાં ઉકાળી પાણી લીલું થાય એટ્લે તેને ગળી લો. હવે આ પાણીથી ચહેરો સાફ કરવાથી ખીલની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
3 ) પાનના પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને એક ચપટી હળદર અને મધ સાથે મિક્સ કરીને લગાડી શકો છો.
4 ) પાનના પાંદડાનો પાવડર, મુલતાની માટી, ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને તમે ફેસ પેક પણ બનાવી શકો છો.
ધ્યાનમાં લેવાતી કાળજી : 1 ) જો તમારી ત્વચા સંવેદનશીલ હોય, તો પૈચ ટેસ્ટ કર્યા વગર તેને સ્કીન પર ન લગાડવું.
2 ) પાનના પાંદડાનો ઉપયોગ કર્યા પછી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ જરૂરથી કરવો.
3 ) જો તમને પાનના પાંદડાના ઉપયોગ પછી એલર્જી અનુભવાય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
4 ) જો તેના ઉપયોગથી વધારે મુશ્કેલી થાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી