આજના સમયમાં મોટાભાગના લોકોના કામ ખુરશી પર બેસી કરવા જેવા થઇ ગયા છે. કોમ્પ્યુટર સામે સતત ખુરશી પર બેસી રહેવાથી એક પ્રકારે માણસની શારીરિક ક્રિયાઓ ઓછી થઇ જાય છે. પણ જો તમારે પણ ડેસ્ક પર કલાકો સુધી બેસવાનું હોય તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આથી જો તમે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માંગતા હો તો તમે આ લેખ અંત સુધી એક વખત જરૂરથી વાચી જુઓ.
ઓફિસનું કામ હોય કે પછી વાંચવાનું હોય, આજના સમયમાં મોટા ભાગના લોકો લાંબા સમય સુધી કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસી રહેતા હોય છે, જેનાથી ઘણી શારિરીક સમસ્યાઓ થવા લાગે છે. બ્રિટિશ સ્ટડી મુજબ, જે લોકો એક દિવસમાં 9.5 કલાકથી વધારે બેઠા રહે, તે લોકોમાં મૃત્યુનું જોખમ વધી જાય છે. કામ કે વાંચવાના સમયે એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી રહેતા લોકોમાં પોશ્ચર સંબંધિત સમસ્યા ઘણી કોમન થઈ જાય છે. તે સાથે જ ગરદન, પીઠ, ઘૂંટણ, ખભા, લોઅર બૈકમાં દુખાવો થવા લાગે છે.લાંબા સમય સુધી બેસી રહેવાથી થતી સમસ્યાઓથી બચવા માટે અમુક લોકો, કમ્ફર્ટેબલ ફર્નિચરનો ઉપયોગ કરે છે તો અમુક લોકો સ્ટ્રેચિંગ અને એકસરસાઈઝની મદદ લે છે. એક્સપર્ટનું કહેવું છે કે, જો કોઈ કમ્પ્યુટર પર સરખી રીતે કે પોશ્ચરથી બેસે છે તો તે આ સમસ્યાઓથી બચી શકે છે.
સાચી સિટિંગ પોઝિશન :- વળેલા ખભા, વળેલી ગરદન વગેરે બધા કમ્પ્યુટર ડેસ્ક પર બેસવાની ખોટી રીત છે. લાંબા સમય સુધી આમ બેસવાથી શરીરમાં દુખાવો થઈ શકે છે, પોશ્ચર બગડી શકે છે, પીઠના હાડકાંમાં દુખાવો થઈ શકે છે, ડિપ્રેશન થઈ શકે છે, મેટાબોલીજ્મ સ્લો થઈ શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે સાચા પોશ્ચરમાં બેસવું જોઈએ.
કમ્પ્યુટર ડેસ્ક પર બેસતા સમયે ધ્યાન આપવું કે ખુરશીની ઊંચાઈ એટલી હોય કે તમારા પગ ફર્શ પર પહોંચી શકે અને ઘૂંટણ પાછળની તરફ 90 ડિગ્રી સુધીની એંગલ બની રહે. હિપ્સને હંમેશા ખુરશીની પાછળ ચીપકાયેલા રાખવા. ખભાને આરામની સ્થિતિમાં રાખવા ન કે તેને આગળ કે પાછળની તરફ જુકાયેલા રાખવા. એકધારું ન બેસવું :- એક્સપર્ટના કહ્યા મુજબ, ક્યારેય પણ 30 મિનિટથી વધુ સમય સુધી કમ્પ્યુટર સ્ક્રીન પર બેસવું જોઈએ નહીં. દર 30 મિનિટ પછી થોડા સમય માટે સ્ક્રીન પરથી ઊઠવું જોઈએ. તેનાથી મસલ્સમાં ટેંડન અને જકડાઈ જતાં નથી. અને થાક પણ લાગતો નથી. સાથે જ બ્લડ સર્ક્યુલેશન પણ સરખી રીતે થાય છે.
કમ્ફર્ટેબલ ચેર પર બેસવું :- કમ્પ્યુટર પર કામ કરતાં સમયે હંમેશા સરખી અને કમ્ફર્ટેબલ ખુરશી પર બેસવું જરૂરી હોય છે. ખુરશી પર કમ્ફર્ટેબલ, સપોરટીવ, એડ્જસ્ટેબલ હોવું જોઈએ. ખુરશીમાં હંમેશા બૈકરેસ્ટ હોવું જોઈએ. જે અપર અને લોવર બૈકને સપોર્ટ આપે છે. આ સપોર્ટથી પીઠના હાડકાં કર્વમાં રહે છે. ખુરશીમાં હેડ રેસ્ટ હોવું જોઈએ.એકસરસાઈઝ અને સ્ટ્રેચિંગ :- થોડા સમય બેઠા પછી લોવર બૈક, શોલ્ડર, ખભા વગેરે જકડાઈ જાય છે. તે માટે કમ્પ્યુટર ડેસ્ક પર બેસીને પણ અમુક એકસરસાઈઝ અને સ્ટ્રેચિંગ કરી શકાય છે. આમ કરવાથી થાક અનુભવાતો નથી અને મસલ્સ પણ જકડાઈ જતાં નથી.
માઉસને દૂર ન રાખવું :- માઉસને ખોટી પોઝિશનમાં ન રાખવું. જો વધારે વાર સુધી માઉસની સ્થિતિ ખોટી રહે તો તે તમને આગળ ઝૂકવા કે પછી હાથને દૂર સુધી લઈ જવા માટે મજબૂર કરે છે. માટે માઉસને વધારે દૂર રાખવું નહીં પરંતુ કીબોર્ડની પાસે જ રાખવું. માઉસનો ઓછો ઉપયોગ કરવા માટે કીબોર્ડની શોર્ટ કટનો ઉપયોગ કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી