મિત્રો આમ જોઈએ તો શિયાળો એ સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. કારણ કે આ ઋતુમાં તમે દરેક ખોરાક આરામથી ખાઈ પી શકો છો. અને શિયાળામાં જો તમે બીમાર ન પડો તે તમારે ખાસ કાળજી રાખવી પડે છે. આથી શિયાળામાં હેલ્દી રહેવા માટે તમારે અમુક વસ્તુનું ખાસ સેવન કરવું જોઈએ. જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
શિયાળો શરૂ થતાં જ ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. આ ઋતુમાં શરીરને ખાસ સારસંભાળની જરૂર હોય છે. શિયાળામાં શરીરની ઇમ્યુનિટી નબળી પડી જાય છે. જેના કારણે બીમારીઓનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં સામાન્ય રીતે લોકોને શરદી-ઉધરસ, તાવ, દુખાવો અને કબજિયાત જેવી સમસ્યાઓ થવા લાગે છે. શિયાળામાં થતી સમસ્યાઓથી બચવા માટે બોડીની ઇમ્યુનિટી મજબૂત હોવી જરૂરી છે. ઇમ્યુનિટીને બુસ્ટ કરવા માટે પર્યાપ્ત પોષણ લેવાની સલાહ આપવામાં આવે છે.મોટા ભાગના લોકોના મનમાં સવાલ હોય છે કે, શિયાળામાં ફિટ અને હેલ્થી રહેવા માટે શું ખાવું જોઈએ? અથવા તો શિયાળામાં થતી સમસ્યાઓથી બચવા માટે શું ખાવું જોઈએ? આ સવાલનો જવાબ ડાયેટિશિયન દ્વારા આપ્યો છે. શિયાળામાં હેલ્થી રહીવા માટે અમુક ફૂડ્સ વિશે જણાવ્યુ છે. તો આવો જાણીએ, તે ફૂડ્સ અને તેના ફાયદા વિશે, જેની મદદથી તમે શિયાળામાં હેલ્થી રહી શકો છો.
શિયાળામાં હેલ્દી રહેવા માટે શું ખાવું જોઈએ:-
1) લસણ:- ભોજનમાં લસણનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તે આપના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. રૂજુતા મુજબ, શિયાળામાં તમારે લીલા લસણનું સેવન જરૂરથી કરવું જોઈએ. તમે શિયાળામાં લસણની ચટણી, શાક, સૂપ કે અથાણું પણ ખાઈ શકો છો. તેમાં એંટીઓક્સિડેંટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની ઇમ્યુનિટી વધારે છે.લસણ ખાવાથી શિયાળામાં ઇન્ફેક્શનથી બચાવ થાય છે. તેની સાથે જ તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ હોય છે. લસણનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. તેમાં એસિલીન નામનું તત્વ જોવા મળે છે, જે વાળનો ગ્રોથ વધારવામાં અને ડેંડ્રફ જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તમે શિયાળામાં હેલ્થી રહેવા માટે લીલા લસણનું સેવન કરી શકો છો.
2) સલગમ:- શિયાળાની ઋતુમાં બજારમાં અલગ-અલગ પ્રકારની સબ્જી મળવા લાગે છે. શિયાળામાં સલગમનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તે સિવાય તેમાં વિટામિન સી, વિટામિન કે, બીટા કેરોટિન અને પોટેશિયમ જેવા તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. તમે શિયાળામાં સલગમનું શાક કે અથાણું બનાવીને ખાઈ શકો છો. તેનાથી તમારા શરીરને પોષણ મળે છે અને તમે હેલ્થી અનુભવ કરો છો. 3) ગુંદર:- શિયાળો આવતા જ ઘરોમાં ગુંદરના લાડવા બનવા લાગે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓ અને નવી માંને પણ ગુંદરના લાડવા ખાવા માટે આપવામાં આવે છે. ગુંદરના લાડવા માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી હોતા પરંતુ, આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે ગુંદરનો ઉપયોગ હલવો બનાવવા માટે પણ કરી શકો છો. રૂજુતા મુજબ, ગુંદરમાં પ્રોટીનની માત્રા સારી હોય છે, જેનાથી શરીરને એનર્જી મળે છે. તેમાં રહેલ એંટીઓક્સિડેંટ શરીરને ગરમી આપે છે. તમે શિયાળામાં ફિટ અને હેલ્થી રહેવા માટે પોતાની ડાયેટમાં ગુંદરનો સમાવેશ કરી શકો છો.
માહિતી મુજબ, શિયાળામાં લસણ, સલગમ અને ગુંદરનું સેવન જરૂરથી કરવું જોઈએ. આ બધી જ વસ્તુઓ પોષકતત્વોથી ભરપૂર હોય છે. શિયાળામાં તેને ખાવાથી તમે હેલ્થી અને ફિટ રહી શકો છો. આમ વસ્તુઓ શિયાળાની સુપરફૂડ તરીકે જાણીતી છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી