સોનાથી પણ મોંઘા છે આ ફળના બીજ જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જાણીલો તેનો ઉપયોગ

💁 સોનાથી પણ મોંઘા છે આ ફળના બીજ જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.. 💁

🍈 મિત્રો સીતાફળ તો તમે ખાધું જ હશે અને લગભગ લોકોને તેનો સ્વાદ ખુબ જ પસંદ હોય છે. તો સીતાફળ સ્વાદની બાબતમાં તો આગળ છે જ પરંતુ તેને ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભો પણ થતા હોય છે. સીતાફળમાં વિટામીન સી અને એ હોય છે જે આપણી આંખની રોશની વધારવામાં મદદરૂપ છે. આ ઉપરાંત સીતાફળ થોડી જ મિનીટમાં એનર્જી પ્રદાન કરે છે સાથે થાક પણ દૂર કરે છે. આવા અન્ય પણ ઘણા ફાયદાઓ છે પરંતુ આજે આપણે તેના બીજ વિશે વિશેષ માહિતી મેળવવાની છે.

🍈 મિત્રો વિચારો કે સીતાફળનું સેવન કર્યા બાદ તમે તેના બીજનું શું કરો છો ? સામાન્ય રીતે તો લગભગ બધા લોકો તેના બીજને ફેંકી જ દેતા હશે ખરું ને ? પરંતુ મિત્રો તમારી માહિતીમાં વધારો કરતા જણાવી દઈએ કે સીતાફળના બીજ સૌથી કિંમતી બીજ છે અને એટલા માટે જ કહેવાય છે કે તે બીજ સોનાથી પણ મોંઘા છે. તેનાથી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ કે તેના બીજનો કંઈ રીતે ઉપયોગ કરી શકાય અને બીમારીઓ ભગાવી શકાય.

🍈 હાલમાં જ એક શોધ અનુસાર જાણવા મળ્યું છે કે સીતાફળના બીજમાં રોગો સામે લડવાની શક્તિ હોય છે. તેના સેવનથી ઘણી ગંભીર બીમારીઓ પણ મટાડી શકાય છે.🍈 સીતાફળના બીજમાં એન્ટીઓક્સીડન્ટના ગુણો રહેલા છે. તેમાં વિટામીન સી વધારે માત્રામાં હોય છે. જે શરીરની રોગ પ્રતીકારકતા વધારે છે.

🍈 તેમજ તેની સાથે વિટામીન B પણ હોય છે. સીતાફળના બીજ લોહીની ઉણપ એટલે કે એનેમીયાથી પણ બચાવે છે.

🍈 બીજમાં રહેલ મેગ્નેશિયમ શરીરમાં રહેલ પાણીને સંતુલિત કરે છે.

🍈 સીતાફળના બીજનું સેવન બ્લડપ્રેશરમાં અચાનક થતા બદલાવને પણ નિયંત્રિત કરે છે. તેમજ શુગરની માત્રા પણ નિયંત્રણમાં રાખે છે. જેથી ડાયાબીટીશ દૂર કરી શકાય છે.🍈 સીતાફળના બીજ રોગોથી લડવામાં શક્તિ પ્રદાન કરે છે માટે તેની શોધખોળને વિદેશો દ્વારા ખુબ જ અપનાવવામાં આવી છે અને ત્યાં તેનો ઘણા પ્રકારની દવા બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.

🍈 મિત્રો તમારા વાળ માટે પણ સીતાફળના બીજ ફાયદાકારક છે તેના માટે તમે થોડું બકરીનું દૂધ લો અને સીતાફળના બીજ તેમાં ઘસીને ત્યારબાદ તમારા વાળમાં લગાવો અને ધીમે ધીમે વાળ કાળા થવા લાગશે. મિત્રો આ પ્રયોગ નિરંતર કરવાથી વાળ ખુબ જ લાંબા અને કાળા થાય છે તેમજ તેનો ગ્રોથ પણ વધે છે.

🍈 આ ઉપરાંત એક શોધખોળ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે સીતાફળના બીજમાં એવા તત્વો રહેલા છે જે કેન્સરને દૂર કરવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. હાલમાં તેની ૧૦૦% સાબિતી નથી મળી પરંતુ હજુ પણ તેના પર રીચર્સ ચાલુ છે. માટે નજીકના ભવિષ્યમાં એવું પણ જાણવા મળે કે સીતાફળના બીજમાંથી એવી દવા શોધાઈ જે કેન્સરને નાબુદ કરશે.🍈 મિત્રો વિલાસપુર વિશ્વવિદ્યાલયમાં માઈક્રો બાયોલોજી અને બાયો ઇન્ફોરમેટીક્સ વિભાગે સીતાફળના બીજ પર કરેલા શોધના પરિણામોની પેટન્ટ કરાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. તેનું પરિણામ આવ્યા બાદ દવા બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ જાશે.

🍈 તો મિત્રો હવે જ્યારે પણ સીતાફળ ખાવ ત્યારબાદ તેના બીજને ફેંકવાને બદલે તેના ફાયદાઓ જરૂર યાદ કરજો અને સીતાફળના બીજનો ઉપયોગ કરી તેનો પુરેપુરો લાભ ઉઠાવજો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને કરો..➡  સોશિયલ ગુજરાતી

9 thoughts on “સોનાથી પણ મોંઘા છે આ ફળના બીજ જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જાણીલો તેનો ઉપયોગ”

Leave a Comment