અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🍊 સંતરાની છાલ આ રીતે ઉપયોગ કરશો તો તે તમારા ચહેરાને અને વાળને બનાવશે સૂંદર:. 🍊
🤷♀️ આપણે બધા સંતરા ખાઈને પછી તેની છાલનું શું કરીએ છીએ. લગભગ તો ફેંકીજ દેતા હોઈએ છીએ કચરામાં. આપણે એવું વિચારતા હોયએ કે સંતરાની છાલનો શું ફાયદો હોઈ શકે પરંતુ આજે અમે તમને સંતરાની છાલના એવા ફાયદા જણાવવા જઇ રહ્યા છીએ કે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. મિત્રો પ્રાચીન કાળમાં સંતરાની છાલનો ઉપયોગ રોગનુ નાશક દવાના રૂપે કરવામાં આવતો હતો. સંતરાની છાલ સ્વાસ્થ્ય માટે તો ઉપયોગી છે જ પરંતુ તેની સાથે તે આપણી સુંદરતા ખીલવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડન્ટ ગુણ ત્વચા અને વાળને નિખારવામાં સહાય કરે છે.જો તમે ખીલેલી તેમજ કોઈ પણ દાગ વગરની ત્વચા ઈચ્છતા હોઈ તો એક વાર સંતરાની છાલનો પ્રયોગ અવશ્ય કરવો.
🍊 સંતરાની છાલનો ઉપયોગ બજારમાં વેચાતા મોંઘા ઉત્પાદનોમાં પણ થાય છે.તેમજ સંતરાની છાલનો પાવડર બનાવવો પણ ખૂબ જ સરળ છે. પાવડર બનાવવા માટે સૌથી પહેલા સંતરાની છાલને તડકામાં સૂકવી દો અને જ્યારે તે એકદમ સારી રીતે સૂકાઈ જઈ ત્યાર બાદ તેને મીક્ષ્યરમાં પીસી લો અને ત્યાર બાદ તેને એક કાચની બરણીમાં ભરી દો.
🧖♀️ સંતરાની છાલ આ રીતે ઉપયોગ કરશો તો તે તમારા ચહેરાને અને વાળને બનાવશે સૂંદર:- 🧖♀️
🍊 સંતરાનો પાવડર ચહેરાનો નિખાર લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેના માટે સંતરાની છાલનો ઘરે જ પાવડર બનાવી લો અને તેને મધ સાથે મિક્સ કરી ચહેરા પર લગાવો તેનાથી ચહેરા પર નિખાર આવી જશે.
🙍 સંતરાની છાલનો પ્રયોગ ત્વચાના સૂક્ષ્મ રન્ધ્રોને ખોલવાનું કાર્ય કરે છે.સંતરાના પાવડરને દહીં સાથે મિક્સ કરી ચહેરા પર લગાવવાથી સૂક્ષ્મ રન્ધ્રો ખુલી જાય છે અને ચહેરા પર રહેલા દાગ દૂર થાય છે.
🧖♀️ સંતરાની છાલનો પાવડર ચહેરા પર રહેલી બધીજ ગંદકીને દૂર કરી શકે છે.સંતરાની છાલના પાવડરમાં થોડું ગુલાબજળ લગાવી તેને ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાની દરેક પ્રકારની ગંદકી સાફ થાય છે અને ચહેરો ખીલી ઉઠે છે.
🧖♀️ જો ચહેરો તમારા શરીરના અન્ય ભાગની તુલનામાં કોઈ પણ કારણોસર કાળો પડી ગયો હોય તો સંતરાની છાલનો ઉપયોગ તેના માટે ખૂબ જ સારો પ્રયોગ સાબિત થાય છે. સંતરાની છાલને થોડી વાર હલકા હાથે ઘસવાથી ગંદકી સાફ થાય છે તેમજ કાળાશ દૂર થાય છે.
💇 સંતરાની છાલ માત્ર ત્વચા માટે જ નહિ પણ વાળ માટે પણ તેટલી જ ફાયદાકારક નીવડે છે. વાળ માટે તેને એક ઔષધિથી ઓછીનાં આંકી શકાય. સંતરાની છાલ ખોડો દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી છે. આ સાથે તમારા વાળની ચમક ખોવાઈ ગઈ છે અથવા તમારા વાળ ખૂબ જ ખરે છે તો સંતરાની છાલનો ઉપયોગ તેના માટે ઉત્તમ સાબિત થાય છે.
💇 જો વાળ બહુ ખરતા હોય તો સંતરાની છાલનો આ રીતે ઉપયોગ કરવો.
💇 સંતરામાં વિટામીન સી અને બાયોફ્લેવેનોઇડ હોય છે જે માથાની ત્વચાના બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને વાળને ખરતા અટકાવે છે તેમજ વાળ વધારવામાં મદદ કરે છે. તેના માટે સંતરાની છલના પાવડરને મધ તથા દૂધ સાથે મિક્સ કરી લો અને વાળમાં લગાવી લો તેને 15 થી 20 મિનીટ માટે રહેવા દો અને પછી વાળને શેમ્પુથી ધોઈ નાખો.
ખોડો દૂર કરવા તેમજ વાળની સફાઈ દૂર કરવા માટે સૂકેલી સંતરાની છાલને પીસી લો અને આખી રાત તેને પાણીમાં પલાળી રાખો ત્યાર બાદ સવારે તેને વાળ તથા માથાની ત્વચા પર લગાવી દો અને ત્રીસ મિનીટ સુધી રાખી મૂકો ત્યાર બાદ વાળને બરાબર ધોઈ લો.
🍊 સંતરાની છાલના અન્ય ફાયદાઓ :- 🍊
🍊 લગભગ બધા એન્ટી કોલેસ્ટ્રોલ યોગિક સંતરાની છાલમાંથી મળી આવે છે. તે આપણા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ સામે લડવાની તાકાત આપે છે. જો તમારા આહારમાં સંતરાની છાલનું સેવન કરવામાં આવે તો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નીચું લાવી શકાય છે.
👨⚕️ કેન્સરથી બચાવે છે.સંતરાની છાલમાં રહેલ ગુણ કેન્સરની કોશિકાઓની વૃદ્ધિ તેમજ વિભાજન થતું અટકાવે છે. જે કણ સ્વસ્થ કોશિકાઓમાંથી ઓક્સીજન ચોરી લે છે તેની સામે લડવાની ક્ષમતા આપે છે.
🍊 સંતરાની છાલમાંથી ફાયબર પણ મળી આવે છે. 100 ગ્રામ સંતરાની છાલમાં ઓછામાં છું 10.6 ગ્રામ ફાયબર મળી રહે છે. જે ફાયબર આપણા પાચનતંત્રને સક્રિય બનાવે છે. અને કબજીયાત ઈરીટેબલ બાઉલ સિન્ડ્રોમ તેમજ અન્ય પેટની બીમારીઓથી બચાવે છે. તમે તમારા પાચનતંત્રને રાહત આપવા માંગતા હોય તો સંતરાની છાલથી બનેલી ચાનું સેવન કરી શકો છો.
🍊 સંતરામાં વિટામીન સી રહેલું છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને શ્વસન સંબંધી રોગો જેવા કે શરદી, ઉધરસ, બ્રોકાઈટીશ, તાવ, અસ્થમાં અને ફેફસાનું કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે.
🍊 સંતરાની છાલનો ઉપયોગ એર ફ્રેશનર તરીકે પણ તમે કરી શકો છો. તમારે તમારી પસંદની સૂગંધિત વસ્તુ જેમ કે તજ અથવા ચંદન લો અને સંતરાની છાલ સાથે તેની પોટલી બનાવીને રાખી દેવાની છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આ 100% પ્રાકૃતિક છે અને ઇકો ફ્રેન્ડલી અને સસ્તો ઉપાય છે.
👅 જો તમારા દાંત પીળા પડી ગયા હોય તો સંતરાની છાલનો ઉપયોગ અવશ્ય કરવો. તેના માટે સંતરાની છાલની અંદરનો ભાગ દાંતમાં ઘસો અથવા તો પછી તમે સંતરામાંથી બનેલા પાવડરની પેસ્ટ પણ લગાવી શકો. મિત્રો ઘણા લોકો એવું માનતા હોય છે કે તેવું કરવાથી દાંત સેન્સીટીવ થઇ જાય છે પરંતુ હકીકતમાં તેવું બિલકુલ નથી. પરંતુ ઊલટાની સંતરાની છાલ તમારા દાંતને સેન્સીટીવ થતા અટકાવશે.
⚱ આ ઉપરાંત સંતરાની છાલનો ઉપયોગ તમે સફાઈ માટે પણ કરી શકો એક સારી સફાઈ માટે ચિકાસને દૂર કરવા માટે સંતરાની અંદરના ભાગથી સફાઈ કરવી.
🐜સંતરાની છાલ જીવજંતુ જેવા કે કીડી, મકોડા, મચ્છર, માખીઓ વગેરેને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તેના માટે જીવજંતુ થતી જગ્યાએ સંતરાની છાલનો પાવડર છાંટી દેવો પછી જીવજંતુ ત્યાંથી ગાયબ થઇ જશે.
💁♂️ તો આ રીતે સંતરાની છાલને ફેંકતા પેહલા આ ફાયદાઓ અવશ્ય વિચારજો. પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે તમે જે સંતરાની છાલનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો તે સંતરાને પ્રાકૃતિક રીતેજ ઉગ્વેલા છે તેની ખાતરી અવશ્ય કરી લેવી. અન્ય કોઈ કૃત્રિમ રીતે જો સંતરા પકવેલા હોય અને તેની છાલનો તમે ઉપયોગ કરો તો તે ફાયદો કરવાને બદલે નુંકશાન પોહચાડી શકે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ