શરીર માટે ખુબ જ ગુણકારી છે મૂળો, જરૂર જાણો આ મહત્વના ફાયદા.
Image Source :
1️⃣ મૂળો સલાડમાં ઉપયોગમાં લેવાતી એક સામાન્ય શાકભાજી છે. તેમાં રસ સાથે સ્વાદમાં તે તીખો તેમજ મીઠો હોય છે. સફેદ, લાલ, રીંગણ કે કાળા કલરના મૂળા જોવા મળે છે. પરંતુ વધારે સફેદ મૂળનો ઉપયોગ જોવા મળે છે. તે કાચા તેમજ પાકા ખવાય છે. મૂળાના બી માંથી મળતા તેલનો ઘણા ઉત્પાદનો અને સ્વાસ્થ્ય માટે પ્રયોગ કરવામાં આવે છે. મૂળાના પાંદડા અને ફૂલ પણ ગુણકારી હોય છે.
🥗 તમને જાણીને નવાય લાગશે કે મૂળા કે જેનો ઉપયોગ ઘર ઘરમાં સલાડ અથવા શાક રૂપે ખવાય છે તે માટે તમારી યાદ શક્તિ વધારે છે. તેમાં રહેલ વિટામીન એ થી દાંતને મજબુતી મળે છે. મૂળાના સેવનથી વાળ ખરતા અટકાવી શકાય છે. તેમાં રહેલ વિટામીન બી અને સી આપણી નર્વસ સીસ્ટમને મજબુત બનાવે છે. આવો જાણીએ મૂળાના ચમત્કારી ફાયદાઓ.Image Source :
🥗 મૂળાના પાંદડા કમળા માટે ખુબ જ ઉપયોગી છે. મુળાએ પેટ અને લીવર માટે ખુબ જ સારો છે. તે વિષાણુંજન્ય પદાર્થોને બહાર કાઢવાનું કાર્ય કરે છે. માટે આમ તે લોહીને શુદ્ધ કરે છે. શરીરમાં રહેલા ઝેરી પદાર્થો તેમજ કચરાને સંપૂર્ણ નષ્ટ કરે છે. કમળાના ઉપયોગમાં તે ખુબજ લાભદાયી છે. કારણ કે તે બિલીરુબીનને બહાર કાઢે છે તેમજ તેના ઉત્પાદનનું સ્તર ઘટાડે છે. તે લાલ રક્ત કોશિકાઓને નષ્ટ થતી અટકાવે છે. રોજ સવારે એક કાચો મૂળો ખાવાથી થોડા દિવસો પછી કમળાનો રોગ ઠીક થઇ જાય છે. ૬૦ મિલી મૂળાના પાંદડાના રસમાં ૧૫ ગ્રામ ખાંડ ઉમેરી તે પાણી પીવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.Image Source :
🥗 મૂળાના બીજ વજન ઘટાડવા માટે ખુબ જ લાભદાયી છે. મૂળાના સેવનથી આપણી ભૂખ શાંત રહે છે. તેમાં વધારે પાણી હોય છે જેથી વજન ઘટે છે. તેમાં રહેલ ફાઈબરના પ્રમાણને લીધે દરેક શારીરિક પ્રક્રિયાઓ માટે કાર્યક્ષમતા વધારે છે. જેથી વજન ઘટાડવામાં સહાય રૂપ બને છે.
🥗 હૃદયરોગમાં મૂળો ખુબ જ ફાયદાકારક છે. મૂળમાં એન્થોસાઈમિનનો એક સારો સ્ત્રોત રહેલો છે. જે એક પ્રકારનો ફ્લેવેનોઇડ્સ છે. જે માત્ર મૂળનો રંગ જ નથી આપતો પરતું સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. તે સકારાત્મક રીતે હૃદય રોગની ઘટના ઓછી કરે છે. મૂળાના સેવનથી હૃદયની સમસ્યાના જોખમો ઘટે છે.Image Source :
🥗કેન્સર માટે ઉપયોગી છે મૂળા. મૂળમાં એક ડીટાક્સફાયર હોય છે. અને વિટામીન સી, ફોલિક એસીડ અને એન્થોસાઈનીન જેવા પોષક તત્વો રહેલા છે. જે ઘણા પ્રકારના કેન્સર જેવા કે, કીડની, આંતરડા, પેટ, કોલન, કે મોઢાના કેન્સરના ઉપચાર માટે લાભદાયી છે.
🥗 સફેદ ડાઘથી પણ મૂળો છૂટકારો આપે છે. સફેદ ડાઘને મેડીકલની ભાષામાં વિટીલીગો અથવા લ્યુંકોડમાં કહે છે, મૂળો તેના ડીટોક્સીફીકેશન અને એન્ટી કાર્સનોજિનીક ગુણોના કારણે સફેદ ડાઘના ઉપચારમાં ઉપયોગી છે. મૂળાના બીજનો પાવડર અને આદુના રસ અથવા ગાયના ગૌમૂત્રમાં પલાળી તે સફેદ ડાઘ પર લગાવો. આ ઉપરાંત મુળાનું સેવન કરીને પણ સફેદ ડાઘમાં રાહત મેળવી શકો છો.Image Source :
🥗 મૂળો શ્વસનતંત્ર માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. મૂળમાં એક વિરોધી કન્જેસ્ટીવ હોય છે. જેનો મતલબ છે કે શ્વસનતંત્રના વિઘ્ન ઓછો કરે છે જેમાં નાક, કાન, ગળા, ફેફસામાં બળતરા હોય છે. જે શરદી, એલર્જી જેવા અન્ય કારણોથી થઇ શકે છે. મૂળમાં રહેલ તેનો તીખો સ્વાદ મજબુત અને પ્રાકૃતિક મસાલો છે. જે બીમારીને રોકવા માટે ખુબ જ સારું છે તે ગળામાં રહેલ બળતરાને પણ સમાપ્ત કરે છે. આ ઉપરાંત તે ગળાને આરામ આપે છે અને સાઇનસ દુર કરે છે.
🥗 ડાયાબીટીસ માટે ઉપયોગી છે. મૂળો લોહીની માત્રામાં સુગરના અવશોષણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે માટે મુળાનું સેવન ડાયાબીટીસના દર્દી માટે અત્યંત લાભદાયી છે.Image Source :
🥗 ત્વચા માટે મૂળો ફાયદાકારક છે. મૂળમાં રહેલ વિટામીન સી, ફોસ્ફરસ, જીંક અને વિટામીન બી કોમ્પલેક્સ ત્વચા માટે ખુબ જ ઉપયોગી છે. મૂળમાં રહેલ પાણી પણ ત્વચામાં સ્વસ્થ ભીનાશનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે. કાચા મુળાને ક્રશ કરી તમે સારી રીતે ચહેરાને સાફ કરી શકો છો. તે ખુબ જ સારા ફેસપેક જેવું કાર્ય કરે છે. તે સુકી ત્વચા, ડાઘ, ખાડા જેવી ત્વચાની સમસ્યા સાફ કરવામાં મદદ કરે છે.
🥗 મૂળાના બીજ કીડની માટે લાભદાયી છે. મૂળો એક મૂત્રવર્ધક છે. જે લીવર સંબંધી સમ્સ્યાનના ઉપચારમાં સહાય કરે છે. મૂળાનો રસ પેશાબ દરમિયાન થતા સોજાના અને બળતરાના ઉપચાર માટે ઉપયોગી છે. આમ તે વિવિધ પ્રકારની મૂત્ર સંબંધી સમસ્યાઓને દુર કરવા માટે મદદ કરે છે.Image Source :
🥗 શરીરને હાઈડ્રેટ કરે છે. મૂળમાં પાણીનું સારું એવું પ્રમાણ રહેલું હોય છે. માટે તે આપના શરીરને હાઈડ્રેટ રહેવાની સૌથી મહત્વપૂર્ણ અસર આપના પાચનતંત્ર પર પડે છે. માટે શરીરને હાઈડ્રેડ રાખવું ખુબ જરૂરી છે. તેના માટે મુળાનું સેવન કરવું.
🥗 પાયરીયામાં રાહત આપે છે. પાયરીયાથી પીડિત લોકો મૂળાના રસથી દિવસમાં ૨ થી ૩ વાર કોગળા કરે અથવા તેનો રસ પીવે તો લાભ થાય છે. આ ઉપરાંત મુળાને ચાવી ચાવીને ખાવાથી દાંત તેમજ પેઢા નીરોગી બને છે.Image Source :
🥗 દાંત ચમકાવે છે. મૂળાથી દાંતની પીળાશ દુર કરી શકાય છે. મૂળાના ટુકડામાં લીંબુનો રસ લગાવી તેને દાંત પર ધીરે ધીરે ઘસવાની દાંત સાફ થાય છે. આ ઉપરાંત તે ટુકડા ધીમે ધીમે ચાવો આવું નિયમિત કરવાથી દાંતની પીળાશ દુર થઇ જશે.
🥗 હિમોગ્લોબીન વધે છે. મૂળાના રસમાં સપ્રમાણ માત્રામાં દાડમનો રસ ઉમેરી તે પીવાથી હિમોગ્લોબીન વધે છે. આ ઉપરાંત મૂળાના સેવનથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.Image Source :
🥗 મૂળાના સેવન સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબત 🥗
- મૂળા સાથે ક્યારેય માછલીનું સેવન ન કરવું જોઈએ.
- કાળા ચણા સાથે મુળાનું સેવન ન કરવું.
- મૂળાના વધારે પડતા સેવનથી ભૂખ ઓછી લાગવી, મોઢા અને ગળામાં દુખાવો તેમજ સોજા જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે.Image Source :
ભાઈઓ તથા બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google