મિત્રો તમે જાણતા હશો કે આજકાલની લાઈફસ્ટાઈલને લીધે લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે લોકોની ઇમ્યુનિટી ઘટતી જાય છે. પણ જો તમે પોતાના ખોરાકમાં અમુક પોષકતત્વોને શામિલ કરો છો તો તમારી ઇમ્યુનિટી વધી શકે છે. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને અનેક રીતે ફાયદાઓ કરશે.
એક કહેવત અનુસાર માત્ર એક અજમો જ હજારો પ્રકારના અન્નને હજમ કરવા માટે કાફી છે. રસોઈમાં અજમાને એક ખાસ જગ્યા આપવામાં આવી છે. સદીઓથી અજમાનો ઉપયોગ ઔષધીના રૂપમાં કરવામાં આવે છે. કારણ કે નાના નાના દાણા અનેક ગુણોથી ભરપુર છે.
પેટ સંબંધી પરેશાની માટે રામબાણ ઈલાજ : પેટ સંબંધી તકલીફ જેવી કે ખોરાક ન પચવો, એસીડીટી થવી અથવા પેટમાં જલન થવી, વગેરે જેવી સમસ્યાઓ માટે અજમો ઘણો અસરકારક છે.
છાતીમાં થતી જલનનો ઈલાજ : વધુ તીખું મસાલેદાર ભોજન ખાધા પછી અક્સર ઘણા લોકોને છાતીમાં જલન થવાની પરેશાની થવા લાગે છે. એવામાં એક ગ્રામ અજમો અને 2 બદામને પીસીને તેને ચાવીને ખાઈ જાઓ. સમસ્યા દુર થઈ જશે.
પાચન શક્તિ કેવી રીતે કરે સારી : જે લોકોને દૂધ નથી પચતું, તેણે દૂધ પીધા પછી અજમાની ફાકી લેવી જોઈએ. પાચન ક્રિયા ખરાબ થઈ છે તો 25 મિલી અજમાનો ઉકાળો બનાવીને દિવસમાં 3 વખત પીવો.
ગેસ એસીડીટીમાં રાહત : બહારનું ભોજન ખાવાથી ખાટો ઓડકાર, પેટમાં ગડબડ, ગેસ એસીડીટીની પરેશાની થઈ જાય છે. આ માટે અજમો, કાળું મીઠું, સુંઠને પીસીને તેનું ચૂર્ણ બનાવી લો. ખાધા પછી તેનું સેવન કરો તેનાથી બધી જ સમસ્યા દૂર થઈ જશે.
અનિયમિત પીરીયડ્સ : 10 ગ્રામ અજમો, 50 ગ્રામ ગોળને 400 મિલી પાણીમાં ઉકાળી નાખો. સવારે સાંજે તેનું સેવન કરો. ગર્ભાશયની ગંદકી સાફ થઈ જશે અને પીરીયડ્સ પણ નિયમિત થઈ જશે. દુધની સાથે અજમાનું ચૂર્ણ ખાવાથી પણ લાભ થાય છે. જેને પીરીયડ્સ દરમિયાન થતા દુઃખાવામાં પણ રાહત મળે છે.
વજન ઓછું કરે છે : અજમાનું પાણી પીવાથી મેટાબોલીઝ્મનું સ્તર વધે છે, જેનાથી ચરબી ઓછી થવા લાગે છે. એક ગ્લાસ પાણીમાં આખી રાત અજમાને પલાળીને રાખો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તમે ઈચ્છો તો પાણીમાં અજમાને ઉકાળીને પણ પી શકો છો. પ્રસવ પછી પણ મહિલાઓને અજમાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે અજમો પેટની સારી રીતે સફાઈ કરે છે. શરીરને ગરમી મળે છે.
પીરીયડ્સના દુઃખાવામાં રાહત આપે છે : ઘણી મહિલાઓને પીરીયડ્સ દરમિયાન કમર અને પેટના નીચેના ભાગે ખુબ જ દર્દ થાય છે, તેવામાં નવશેકા પાણીની સાથે અજમો લેવાથી દુઃખાવામાં રાહત મળે છે. પણ એ વાતનું ધ્યાન રાખો કે, અજમાની તાસીર ગરમ હોય છે. અને જો બ્લડ ફ્લો વધુ થઈ રહ્યો હોય તો આ પ્રયોગ ન કરવો જોઈએ.
શરદી-તાવના ઈલાજ માટે : 200 થી 250 ગ્રામ અજામાને તાવડીમાં શેકીને મલમલના કપડામાં બાંધી લો. અને અજમાની સુગંધ સુંઘો. તેનાથી શરદી-તાવમાં આરામ મળે છે. કફ વાળી ઉધરસ હોય તો 125 મી.ગ્રામ અજમાના રસમાં 2 ગ્રામ અને 5 ગ્રામ મધ મિક્સ કરી લો અને તેને દિવસમાં 3 વખત લો.
આમ તમે અજમાથી પોતાની અનેક બીમારીનો ઈલાજ કરી શકો છો. તેમજ ઘરેલું ઉપાય હોવાથી તમને કોઈ આડ અસર પણ નથી થતી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.